Abtak Media Google News

ચોરી કરવાના ઇરાદે વાડીમાં આવતા લાકડીથી માર મારી હત્યા કર્યાની કબુલાત હત્યાના ગુનામાં વપરાયેલી લાકડી ગુના શોધક શ્ર્વાને શોધતા ભેદ ઉકેલાયો

ધોરાજીના ભૂતવડના પાટીયા પાસે વાડીમાંથી લોહી લુહાણ હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવતા મૃતકની ઓળખ થયા બાદ ગુના શોધક શ્ર્વાને હત્યામાં વપરાયેલી લાકડી શોધી કાઢતા પોલીસે દાહોદ પંથકના આદિવાસી દંપત્તીની ધરપકડ કરી પૂછપરછ કરતા મૃતક ચોરીના ઇરાદે વાડીમાં આવતા બંને વચ્ચે ઝપાઝપી થતા તેના પર લાકડીથી હુમલો કરી હત્યા કર્યાની કબુલાત આપી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના ભૂતવડ ગામની સીમમાં બીપીનભાઇ માથુકીયાએ પોતાની વાડીમાં અજાણ્યા યુવાનની લોહી લુહાણ હાલતમાં લાશ પડી હોવાની પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી તેની ઓળખ મેળવવા વિવિધ દિશામાં તપાસ હાથધરી હતી.

મૃતક મુળ છોટા ઉદેપુર નજીકના સિલીયાવટ ગામના વતની હોવાનું અને ધોરાજી-જેતપુર હાઇવે પરના અરવિંદ ઓઇલ મીલની ઓરડીમાં રહેતો રાયશીંગ સુમલા ધાણંકની લાશ હોવાની તેની પત્ની ભીખીબેને ઓળખી બતાવતા પોલીસે તેની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ એલ.સી.બી.પી.આઇ. એમ.એન.રાણા, ધોરાજી પી.એસ.આઇ. જે.બી.મીઠાપરા અને વિજયભાઇ ચાવડા સહિતના સ્ટાફે ઘટના સ્થળે ડોગ સ્કવોડ લઇ જઇ તપાસ કરતા ગુના શોધક શ્ર્વાને હત્યાના ગુનામાં વપરાયેલી લાકડી ભૂતવડની સીમમાં કપાસના ગોડાઉન પાસે જગદીશભાઇ કોયાણીની વાડી પાસે ફેંકી દેવાયેલી લાકડી શોધી કાઢતા પોલીસે જગદીશભાઇ કોયાણીને ત્યાં ખેત મજુરી કરતા મજુર અંગે તપાસ કરતા તેઓ ન હોવાથી શોધખોળ હાથધરી ખેત મજુર ભુરશીંગ ઉર્ફે ભુરીયો હળીયા રણા અને તેની પત્ની ગીતા ધોરાજી બસ સ્ટેશન હોવાનું અને પોતાના વતન જતા હોવાની બાતમી મળતા બંનેની અટકાયત કરી પૂછપરછ કરતા ગત તા.૨૫મીએ રાયશીંગ ધાણંક ચોરીના ઇરાદે વાડીમાં આવતા તેની સાથે ઝપાઝપી થતાં તેના પર લાકડીથી હુમલો કરતા તેનું મોત નીપજતા લાશને બીપીનભાઇ માથુકીયાની વાડી પાસે ફેંકી દીધાની કબુલાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.