ઉતરાયણનો માહોલ બરાબર જામ્યો આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું

કોરોનાના ત્રણ વર્ષ બાદ લોકો નિયંત્રણ વગર ઉતરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. વહેલી સવારથી જ લોકો સાઉન્ડ તેમજ પતંગ ફીરકી સાથે ધાબા ઉપર ચડી ગયા હતા અને પતંગ ઉડાવી પર્વની ઉજવણી કરી રહ્યા હતા

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે કરી ઉજવણી

 

આજરોજ રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના નિવાસ સ્થાનેથી પતંગ ચગાવી પરિવાર સાથે ઉતરાયણની ઉજવણી કરી હતી


ભુપેન્દ્ર પટેલે નાગરિકો સાથે મકરસંક્રાંતિની કરી ઉજવણી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી અંતર્ગત અમદાવાદના દરિયાપુરની નવા તળિયાની કોડમાં રહીશો સાથે કરી હતી મુખ્યમંત્રીએ પતંગ ઉડાવીને તલ સાકરી વગેરેનો પણ સ્વાદમાંણી પૂર્ણ રહેશો ના ઉલ્લાસમાં સહભાગી થયા હતા આ સાથે ગુજરાતના સૌ નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે સમગ્ર દેશમાં તહેવાર હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાય રહ્યું છે આ તહેવાર કોઈ પણ જીવ માટે ઘાતક ના બને એનું પણ આપણે હવે ધ્યાન રાખવું છે ચાઈનીઝ દોરી પર ગુજરાતમાં પ્રતિબંધ છે ત્યારે સૌ કોઈએ ચાઈનીઝ દોરી નું વેચાણ થતું જણાય તો તાત્કાલિક જ નજીકના પોલીસ સ્ટેશન એ જાણ કરવી તેઓ અનુરોધ કર્યો હતો

સી આર પાટીલે ઉતરાયણ કરવાની લોકોને પાઠવી શુભેચ્છા

પર્વને લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે દ્વારા આજે લોકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ ઉપરાંત અમિત શાહ પણ મકરસંક્રાંતિની ઉજવણી કરવા અમદાવાદ પહોંચ્યા હતા