Abtak Media Google News

મોહન ભાગવત અને ભૈયાજી જોષીની વિશેષ ઉપસ્થિતિ

૨૦૧૯ની લોકસભા જીતવાની રણનીતિ ઘડવા રાષ્ટ્રીય સેવા સંઘની સોમનાથમાં બેઠક યોજાશે. ૧૨ જુલાઈથી ૧૮ સુધી ચાલનારી ઓલ ઈન્ડિયા પ્રાંત પ્રચારક સભામાં આરએસએસના વડા મોહન ભાગવત પણ ઉપસ્થિત રહેશે તો ભૈયાજી જોષી તેનો સાથ આપશે. આરએસએસની વાર્ષિક સભામાં લોકસભાની ચુંટણી સંદર્ભે ચર્ચા કરવામાં આવશે. ભાગવત ૧૨મી જુલાઈએ સોમનાથમાં આવશે અને સોમનાથ મહાદેવની આરતી કરશે ત્યારે ભાજપના અમિત શાહ જે ૧૪-૧૫ જુલાઈના રોજ અમદાવાદમાં છે તેઓ પણ સોમનાથ ખાતે આરએસએસની સભામાં આવે તેવી શકયતા છે. ભાજપના ટોચના નેતાઓ સહિત મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પણ આ સભામાં હાજરી આપે તેવી ધારણા છે.

લોકસભા ચૂંટણી સંદર્ભે આજે પ્રદેશ ભાજપની બેઠક

Jitu Vaghaniઆજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક રાખવામાં આવેલ છે. જે બપોરે ૨.૦૦ કલાકે શરૂ શે અને સાંજે ૪.૦૦ કલાકે પૂર્ણ થશે.

પ્રદેશ બેઠક બાદ સાંજે ૪.૦૦ કલાકી પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં ભાજપાના તમામ મોરચાના પ્રદેશ હોદ્દેદારોની બેઠક રાખવામાં આવી છે.

ઉપરોક્ત બેઠકોમાં જીલ્લા/મહાનગર તા મંડલ સ્તર સુધી ભાજપા દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલ કાર્યક્રમોનું રીપોર્ટીંગ, કેન્દ્ર સરકારના પૂર્ણ યેલ ૪ વર્ષ નિમિત્તે યેલ વિવિધ કાર્યક્રમો, વિશેષ સંપર્ક અભિયાન, યોગ દિવસ, ડો. શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ તા કટોકટીના કાળા દિવસ નિમિત્તે કરવામાં આવેલ કાર્યક્રમોની સમીક્ષા-ચર્ચા કરવામાં આવશે.

આ બેઠકમાં વિવિધ આગામી કાર્યક્રમો જેમ કે, સુજલામ સુફલામ જળ અભિયાન દરમ્યાન ઉંડા કરેલ તળાવો અને ચેકડેમોના સ્ળો પર જળ પૂજનના કાર્યક્રમો, વૃક્ષારોપણ તેમજ ગુરૂપૂર્ણિમા નિમિત્તે કરવાના કાર્યક્રમો બાબતે પણ આયોજન અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આગામી લોકસભા-૨૦૧૯ ચૂંટણીના સંદર્ભમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન તેમજ સંગઠનાત્મક બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.