Abtak Media Google News

માણાવદર ના જૂના જીન પ્રેસમાં આવેલી ગેબનશાપીર અને બાલમશાપીરની દરગાહે ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. માણાવદર ના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં જૂના જીન પ્રેસમાં ૧૦૦ વર્ષ જૂની ગેબનશાપીર તથા બાલમશાપીરની દરગાહો આવેલી છે .આ બન્ને દરગાહો મોટાપીર અને નાના પીર ના નામે ઑળખાય છે જૂના જીન પ્રેસમાં ગેબનશાપીર અને બાલમશાપીરના ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી આ ઉર્ષ મુબારક માં ધમાલન્યાઝ , સંદલવિધી જેવા કાર્યક્રમો  રાખવામાં આવ્યા હતા. આ ઉર્ષ મુબારક માં માણાવદર નગરપાલિકા ના પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમા, નગરપાલિકા ના કોપોરેટર નિશાર ઠેબાઉપેન્દ્રસિંહ ચુડાસમા, મેહુલ માણાવદરીયાકિશોરસિંહ લાઠીયા, અલારખાભાઇ પલેજા  ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નવાઇ ની વાત તો એ છે કે દરગાહ ની સેવા હિન્દુ ભાવિ ભાવુભા ચુડાસમા કરી રહ્યા છે તેમણે જણાવ્યું હતુ કે ગેબનશાપીર દરગાહ અને બાલમશાપીરની દરગાહમાં કોમી એકતા ના દર્શન થાય છે બન્ને દરગાહઑમાં મુસ્લિમ લોકો કરતા પણ વધારે હિન્દુ લોકો આવી રહ્યા છે . માનવ માનવ થી અભડાઇ નાત જાત ભાત અને વાડાબંધી માં બંધાઇ દૂર થતો જાય છે ત્યારે આવી દરગાહો એ જ તેમને નજીક લાવવામાં અને કોમવાદ દૂર કરવામાં પ્રગટ પરચા સાથે મહત્વ નો ભાગ ભજવી રહ્યા છે અને શ્રધ્ધા વિશ્ર્વાસ નું વાતાવરણ ઉભુ કરી માનવતા પ્રસરાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.