Abtak Media Google News

બે વ્યકિતઓના નામ સાથે સટ્ટાના રકમની પઠાણી ઉધરાણી કારણભૂત

શહેરમાં જામનગર રોડ પર આવેલી વાંકાનેર સોસાયટીમાં રહેતા બુકીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાના પ્રકરણમાં મૃતદેહ પાસેથી સુસાઇટનોટ મળી આવતા બુકીઓની સંડોવણી ખુલ્લી છે જેના પગલે સોશિયલ મીડીયામાં વાયરલ થઇ રહેલા વોઇસ મેસેજમાં પણ ક્રિકેટ સટ્ટાની પઠાણી ઉધરાણી સ્પષ્ટ થઇ રહી છે.

Advertisement

શહેરના જામનગર રોડ વાંકાનેર સોસાયટીમાં રહેતા નામચીન બુકી કમલ ઉર્ફે કાળુ જયંતિભાઇ જયસ્વાલે (ઉ.વ.૪૦) પોતાના ઘરે ગળાફાસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. બુકીના આપઘાતને કારણે અનેક ચર્ચાઓએ જોર પકડયું છે. મૃતક કમલભાઇના પરિવારજનો દ્વારા પત્નીના વિયોગમાં આપઘાત કર્યાનું જણાવામાં આવી રહ્યું હતું.

ત્યારે ઘટના સાતેક કલાક બાદ કમલભાઇની સુસાઇડ નોટ મળી આવતા ઘટનામાં નવો વળાંક આવ્યો હતો. સુસાઇડ નોટમાં પોતે ક્રિકેટ સટ્ટો રમ્યો હોવાની વાતને સમર્થન આપ્યું હતું. તેમજ બે શખ્સોના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તે ઉપરાંત પોતાની પત્નિના મોત અને અને તેના વિયોગની વાતો પણ લખી હતી. સુસાઇડ નોટમાં લખેલા બે શખ્સોના નામની ઘટનામાં રર ભૂમિકા હતી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આધારભુત સૂત્રો મુજબ બે નામ પૈકી એક નામ રાજકીય કાર્યો સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. એ શખ્સ સાથે મૃતક કમલભાઇ ક્રિકેટનો સટ્ટો રમતા હોય જેમાં ગોલમાલ કરી કમલભાઇને બુચ મારતા તેમની આર્થિક પરિસ્થિતિ  કફોડી બની હતી જો કે આ બાબતે પોલીસે ફકત તપાસ ચાલુ હોવાનું જ જણાવ્યું હતું.

નામચીન બુકી કમલભાઇ ઉર્ફે કાળુભાઇ જયસ્વાલના આપઘાત ઘટનાએ સટ્ટા બજારમાં ખળભળાટ મચાવ્યો છે. જેમાં સુસાઇડ નોટ મળતા અનેક દિશાઓમાં તપાસ શરુ કરતા પોલીસનાં તારણમાં શું આવશે તે અકલ્પનીય બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.