Abtak Media Google News

નાગલધામના પ્રમુખ દ્વારા અંબાજી ગીયોડ જતા પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન :સન્માન સમારોહમાં સંતો – મહંતો સહિત રાજયના મહાસ્થાનોના અગ્રણીઓ રહેશે ઉપસ્થિત

રાજયના અલગ અલગ મહાસ્થાનોમાંથી ભરવાડ સમાજના ગૌરવરૂપી અને તેજસ્વી તારલાનું અદકેરૂ સન્માન સમારોહનું ભવ્ય આયોજનની તડામાર તૈયારીઓ શ્રી નાગલધામ ગ્રુપ દ્વારા આરંભી દેવાય છે ત્યારે અમદાવાદ ખાતે યોજાનાર આ ભવ્ય સન્માન સમારોહમાં ભરવાડ સમાજના સંતો- મહંતો સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. સાથે જ અંબાજી ગીયોડ જતા પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પનું પણ આયોજન આ તકે કરવામાં આવ્યું છે.

અમદાવાદના નરોડા ખાતે નાગલધામ ગ્રુપ આયોજિત ભવ્ય ભરવાડ સમાજના ગૌરવરૂપી વ્યકિતઓ તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજાશે. જેમાં મહેમાનોનું સ્વાગત, સંતોના સામૈયા, દિપ પ્રાગટય સહિત સન્માન વિધિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સન્માન સમારોહમાં રાત્રીના ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકગાયક જીજ્ઞેશ, રાજદિપ બારોટ, લોકગાયક હંસાબેન ભરવાડ, કમલેશ પ્રજાપતિ, વિશાલ કવિરાજ સહિતના કલાકારો ડાયરાનું રમઝટ બોલાવશે. આ પ્રસંગે પ.પુ.શ્રી ઘનશ્યામપુરી બાપુ (ઝાઝાવાડા દેવથરા) અને પ.પુ. મુન્નાબાપુ (કાનદાસ બાપુ, દ્વારકા) સન્માન સમારોહના કાર્યક્રમમાં ખાસ આર્શિવચન પાઠવશે. તો સાથોસાથ આ સમગ્ર કાર્યક્રમ દરમિયિાન અતિથિ વિશેષ તરીકે ભરવાડ સમાજના અધિકારીઓ, અગ્રણીઓ અને અખબારના તંત્રી, પત્રકારો સહિતના ઉપસ્થિતરહેશે.

તા.ર૪/૯ને સોમવારના રોજ યોજાનાર સન્માન સમારોહના કાર્યક્રમનું સાંજે પ કલાકે મહેમાનોના આગમન બાદ પ્રારંભ કરવામાં આવશે. જેમાં પ.૩૦ કલાકે સંતો, મહંતોના સામૈયા, ૬ કલાકે દિપ પ્રાગટય,  ૬.૩૦ કલાકે ગૌરવરૂપી અને તેજસ્વી તારલાઓનું અદકેરૂ સન્માન સમારોહ યોજાશે તેમજ રાત્રીના ૮ કલાકે અંબાજી ગીયોડ જતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પ ખુલ્લો મુકાશે ઉપરાંત નાના ચિલોડા ખાતે રાત્રીના ૯ કલાકે ભવ્ય લોકડાયરો યોજાશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી નાગલધામ ગ્રુપના પ્રમુખ નવઘણભાઈ મુંધવા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાગલધામ ગ્રુપ દ્વારા હરહંમેશ સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહી વિવિધ આયોજનો હાથ ધરવામાં આવતા હોય છે ઉપરાંત ભરવાડ સમાજમાં અદકેરૂ સ્થાન ધરાવતા નવધણભાઈ મુંધવા શૈક્ષણિક કાર્યો માટે તત્પર રહી સમાજમાં મહત્વનું કહી શકાય તેમ યોગદાન આપ્યું છે એટલું જ નહીં તેઓ સમાજના બંધુઓને સમાજની ગૌરવપ્રદાન પ્રગતિમાં હંમેશા સહભાગી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.