Abtak Media Google News

જ્યાં રામના નામે પથરા તરી ગયા હતા તેવા પ્રાચીન રામસેતુને હવે વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર અને વિશ્વ પ્રવાસનના નકશામાં મૂકવાની દિશામાં પગલાં લેવાનું શરૂ થઇ ચૂક્યું છે.

રામસેતુ ને એક સમયે  તોડી નાખવાની ધાર પર હતું તેને હવે રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવશે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે વર્લ્ડ હેરિટેજ સાઇટની સૂચિમાં રામસેતુ સામેલ થવું જોઈએ રામસેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે ભગવાન રામ અને સનાતન ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી આ વિરાસતને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરવું જોઈએ દક્ષિણ ભારતના રામેશ્વરમ નજીક થ થી શ્રી લંકાના ઉત્તર દરિયાકાંઠે મન્નાર ટાપુ સુધી વિસ્તરેલું આ રસ્તો ભારત-શ્રીલંકા ઉપરાંત સમગ્ર વિશ્વમાં અવસ્થા સનાતન ધર્મ પ્રેમીઓ માટે ખૂબ જ પવિત્ર સ્થળ છે.

શ્રીલંકા પહોંચવા માટે ભગવાન શ્રી રામ ની વાનર સેના એ સ્થાનિક આદિવાસીઓની મદદથી રામના નામે પથરા દરિયામાં નાખીને રામસેતુ બનાવ્યો હતો બજાર કોંગ્રેસની યુપીએ સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરી સેતુ સમુદ્રમ્ શિપિંગ કેનાલ પ્રોજેક્ટ માટે હેતુને હટાવવા માટે કરેલા પ્રયાસોનો ભારે વિરોધ થયો હતો ,ભારતીય પુરાતત્વ વિદ સર્વેક્ષણ દ્વારા સોગંદનામામાં 13સપ્ટેમ્બર 2007ના રોજ સુપ્રિમ કોર્ટમાં એવું જણાવ્યું હતું કે ભગવાન રામના અસ્તિત્વને નકારી ન શકાય રામસેતુ એ રામાયણની સાબિતી છે.

મનમોહનસિંહ સરકારે અત્યાર કરેલા વર્ણનો ભાજપે ભારે વિરોધ કર્યો હતો ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ શીપીંગ ચેનલ પ્રોજેક્ટ સામે પીઆઇએલ દાખલ કરી હતી અને રામસેતુને સ્પર્શ પણ ન કરવા અલ્ટીમેટમ આપી દીધું હતું હવે રામસેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે ઘોષિત કરી ને તેને વર્લ્ડ હેરિટેજ સાઇટની સુધીમાં સામેલ કરવા માટેના પગલા લેવા માટેની તૈયારીઓ થઈ રહી છે અયોધ્યા થી લઇ રામેશ્વરમ અને શ્રીલંકા સુધીના ભગવાન રામ અને રાવણ ના યુદ્ધ ને લગતી પૌરાણિક કથાઓ અને સ્થળોને જોડીને એક સંપૂર્ણ રામ યાત્રા નું નિર્માણ કરવા સાથે સાથે રામસેતુને કાયમી ધોરણે સુરક્ષિત કરવા માટે હવે તેને રાષ્ટ્રીય ધરોહરની માન્યતા આપવા નું કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી પ્રહલાદ પટેલે જાહેર કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.