Abtak Media Google News

આગામી તા.૧લી જુલાઈથી ગુજરાત સહિત દેશભરમાં જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ થનાર છે ત્યારે જીએસટી કાયદો મોરબીના સિરામીક ઉદ્યોગ માટે આર્શીવાદ‚પ બની રહે તેમ હોવાનું ઉદ્યોગકારો માની રહ્યા છે અત્યાર સુધી સેન્ટ્રલ એક્સાઈઝ, વેટ સહિતના જૂદા જુદા જટીલ કરોની ચૂકવણી અને આંતર રાજ્ય વેપારમાં કળાકુટ ભરી વ્યવસ્થાના કારણે ત્રાહિમામ થઈ ગયેલા સિરામીક ઉદ્યોગકારોને હવે જીએસટી ફાયદાકારક હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું માળખું હજુ જાહેર થયું નથી આમ છતાં જગપ્રસિદ્ધ મોરબીનો સિરામીક ઉદ્યોગ જીએસટીને ફાયદાકારક ગણાવી રહ્યો છે. અત્યાર સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારના જૂદા જુદા કર ભારણ વચ્ચે આંતરરાજ્ય વેપારમાં મોરબીના સિરામિક ઉદ્યોગને પારવાર મુશ્કેલી અને અધિકારીઓની જોહુકમીનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે જીએસટીના આગમન બાદ કરમાળખામાં એકસૂત્રતા આવવાની સાથે સાથે ટેક્સ ચુકવણી ઓનલાઈન થઈ જતી હોવાથી અધિકારીઓની જોહુકમી નહી ચાલે સાથે સાથે ઉદ્યોગોમાં ચાલતા બે નંબરના વ્યવહારો પણ મહંદશે વિદાય કરી લીધી છે.

સિરામીક ઉદ્યોગકારોને જીએસટીની સરળ સમજ મળે તે માટે મોરબી સિરામિક એસોસીએશન દ્વારા તજજ્ઞ ટેક્સ સલાહકારોના સેમિનાર પણ યોજવામાં આવી રહ્યા છે આ અંગે વિગતો આપતા સિરામિક એસોસીએશનના પ્રમુખ  કે.જી.કુંડારીયાએ જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ સ્થાનિક ઉદ્યોગકારો માટે એક ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં દક્ષિણ રાજકોટના જાણીતા ટેક્સ ક્ધસ્લ્ટન્ટ દક્ષેશભાઈ કોઠારી દ્વારા ઉદ્યોગકારોને જીએસટી જોગવાઈઓની સરળ સમજ આપી હતી.

વધુમાં સિરામીક એસોસીએશન દ્વારા આગામી તા.૧૮ના રોજ એસોસીએશન હોલ ખાતે જીએસટી અંગેનો સેમિનાર યોજવામાં આવનાર છે જેમાં એક્સાઈઝ વિભાગના અધિકારીઓ વિગતો આપશે જ્યારે તા.૧૯ના રોજ ફેડરેશન દ્વારા જીએસટીની જોગવાઈ તેમજ ડિઝીટલ ટેક્સ ચૂકવણી બાબતે વિગતવાર માહિતી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મોરબીના સિરામીક ઉદ્યોગકારો જીએસટીને આર્શીવાદ‚પ ગણાવી રહ્યા છે. કારણ કે અત્યાર સુધી અલગ અલગ ટેક્સ ચૂકવણી અને ખાસ કરીને આંતરરાજ્ય વેપારમાં કળાકૂટ ભરી વ્યવસ્થાના કારણે ઉદ્યોગકારોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી પરંતુ હવે જીએસટી આવતાં વેપાર વાણિજ્ય સરળ બનશે અને ચિઠ્ઠીચબરખીના વ્યવહારો પણ બંધ થઈ જશે તેવું ઉદ્યોગકારોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

જો કે સિરામીક ઉદ્યોગમાં ઉત્પન્ન થતી વિક્ટરીફાઈડ ટાઈલ્સ, ગ્લેઝ્ડ ટાઈલ્સ સહિતની જૂદી જુદી પ્રોડ્ક્ટ્સ માટે હજુ સુધી કરમાળખું જાહેર થયું નથી પરંતુ હાલના કરમાળખાની તુલનાએ જીએસટીનું પ્રમાણ ઓછું રહે તેવું ઉદ્યોગકારો ઈચ્છી રહ્યા છે. કારણ કે સિરામિક ઉદ્યોગમાં ઉત્પાદન થતો મોટા ભાગનો માલ વર્તમાન સમયમાં જ‚રીયાતની ચીજવસ્તુ બની ગઈ હોય કેન્દ્ર- રાજય સરકાર સિરામીક ઉદ્યોગનું કરમાળખું સામાન્ય લોકોને નજરમાં રાખી ઘડે તે જ‚રી હોવાનું અંતમાં સિરામીક એસોસીએશનના પ્રમુખ કે.જી. કુંડારીયાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.