Abtak Media Google News

મોરબી તાલુકાના લાલપર ગામ પાસે ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડ પાસે રહેતા મૂળ યુપીના વતની રૂપમભાઈ રાધાકૃષ્ણ પાંડે ઉ.વ.૩૦ ગઈકાલે પોતાના બાઈક પર લાલપર ગામ પાસે પાવર હાઉસ સામે નેશનલ હાઇવે પર પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ બાઈક ટ્રક પાછળ ઘુસી જતા રૂપમભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું.

મોરબી તાલુકા પોલીસે આ અકસ્માતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.