નર્સિંગનો અભ્યાસ કરતી યુવતિનું આપઘાતનું કારણ અકબંધ

ઓનલાઇન અભ્યાસ અને તાલીમથી તબિયત બરાબર ન રહેતી હોવાનું માતા સાથે છેલ્લે મોબાઇલમાં વાત કરી ભર્યુ અંતિમ પગલું

જોડીયા તાલુકાના લખતર ગામની યુવતિએ ફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા પરિવારમાં આક્રંદ

કોરોનાની મહામારી લોકોના જીવન ધોરણ બદલી નાખ્યા છે સાથે સાથે લોકોની માનસીક સ્થિતિ પર અસર જોવા મળી છે. જેમાં શિક્ષણના મોબાલીક કરણ વિઘાર્થીના બોજારુપ સાબીત થાય છે. અને મરવા સુધી મજબુત બને છે.

તાજેતરમાં ધોરાજી પંથકના કિશોરે ઓન લાઇન શિક્ષણના ભારથી આપઘાત કર્યાની શાહી સુકાય નથી ત્યાં મુળ જોડીયા તાલુકાના લખતર ગામની અને હાલ રાજકોટ નસીંગમાં અભ્યાસ કરતી અને  સિવીલ હોસ્પિટલમાં ઇન્ટરશીપ કરતી યુવતિએ ઓનલાઇન અભ્યાસ અને ઇન્ટરશીપના ભારથી મેડીકલ કોલેજની નસીંગની હોસ્ટેલમાં ગળા ફાંસો  ખાઇ જીવન ટુંકાવી લેતા પરિવારમાં આક્રંદના દ્રશ્યો સર્જાયા છે.

પોલીસમાંથી વિગત મુજબ જોડીયા તાલુકાના લખતર ગામની વતની અને હાલ એચ.એન. શુકલા કોલેજમાં ત્રીજા વર્ષમાં નસીંગમાં અભ્યાસ કરતી અને સીવીલ હોસ્પિટલમાં ચાર માસથી તાલીમ લેતી સુજાતાબેન પ્રવિણભાઇ ચૌહાણ નામની ર૧ વર્ષીય યુવતિએ રુમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.

આ બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ અને પરિવારને થતા હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમીક તપાસમાં મૃતક સુજાતાબેને ગત કાલે સાંજે પોતાના પિતાને મોબાઇલ કર્યો અને ફોન ન ઉપાડતા બાદ માતાને ફોન કરી જણાવેલ કે ઓનલાઇન અભ્યાસ અને તાલીમથી

તબીયત સારી નથી રહેતી આથી હું કાલે એક માસની રજા ઉપર કાલે આવીશ તેમ કહી હોસ્ટેલના રુમ બંધ કરી ચુંદડી વડે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતું.

તેની સાથી સ્ટાફે રુમનો દરવાજો ખટખટાવવા  ન ખુલતા તેણે ઉપરી અધિકારીઓને જાણ કરતાં દરવાજો તોડી અંદર જોતા તેઓએ મૃતકના વાલીને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા.

પોલીસે કાગળો કરી આપઘાતનું કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યો છે.