Abtak Media Google News

પદાધિકારીઓની ચેમ્બર વચ્ચેની લોબીની ગેલેરીની જગ્યાએ વીઆઈપી લોન્ઝ બનાવાશે: મેયર ચેમ્બર, સ્ટે.કમીટી ચેરમેનની ચેમ્બર અને કોન્ફરન્સરૂમમાં ફર્નીચર સહિત મોટાપાયે ફેરફાર થશે: ભેકાર લાગતા ગ્રાઉન્ડ ફલોર પર પણ આકર્ષક ડિસ્પ્લે મુકાશે: પ્રજાસત્તાક પર્વ પૂર્વે રિનોવેશનની કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક: અધિકારીઓ દ્વારા નિરીક્ષણ

રાજકોટ મહાનગરપાલિકાની ઢેબર રોડ પર આવેલી સેન્ટ્રલ ઝોન કચેરીમાં મેયર, ડે-મેયર અને સ્ટે.કમીટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ જ્યાં બેસે છે તે બિલ્ડીંગનું લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવશે. આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે વાની છે ત્યારે કોર્પોરેશન કચેરીના રિનોવેશનની કામગીરી પ્રજાસત્તાક પર્વ પૂર્વે પુરી થઈ જાય તેવો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આજે સીટી એન્જીનીયર સહિતના અધિકારીઓએ રિનોવેશનની કામગીરી માટે રૂબરૂ સ્ળ નિરીક્ષણ કર્યું હતું.

Advertisement

કોર્પોરેશનના વિશ્ર્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સેન્ટ્રલ ઝોન કચેરીમાં જ્યાં પદાધિકારીઓ બેસે છે ત્યાં લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશનની કામગીરી હા ધરવામાં આવશે. મેયર,  અને સ્ટે. કમીટીના ચેરમેનની ચેમ્બર ઉપરાંત સ્ટેન્ડીંગના કોન્ફરન્સ રૂમ નવા રંગરૂપ સજશે. હાલ આ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફલોર પર માહિતી સુવિધા કેન્દ્ર મુકવામાં આવ્યું છે. જ્યાં કોઈ અધિકારી કે કર્મચારી બેસતા ન હાવાના કારણે લોકોને એક પણ પ્રકારની માહિતી મળતી નથી. ગ્રાઉન્ડ ફલોર પર ૩૬૫ દિવસ ભેકાર જેવો માહોલ જોવા મળે છે. જેમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવશે. માહિતી કેન્દ્ર હટાવી દેવામાં આવશે અને ત્યાં ઓટોમેટીક ડિસ્પલે મુકવામાં આવશે. મેયર અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનની ચેમ્બરો વચ્ચે પ્રથમ માળે આવેલી ગેલેરી બંધ કરી દેવામાં આવશે અને આ સ્થળે વીઆઈપી લોન્ઝ મુકવામાં આવશે. જેમાં મહાપાલિકાના અત્યાર સુધીના મેયરના ફોટોગ્રાફસ મુકાશે. સાથો સાથે રાજકોટની વિશેષતા દર્શાવતા સ્થળોના પણ ફોટોગ્રાફ મુકવામાં આવશે. હાલ કોઈ પ્રતિનિધિ મંડળ મેયર, ડે.મેયર કે સ્ટે.કમીટીના ચેરમેનની મુલાકાતે આવે તો પદાધિકારીઓની ચેમ્બરમાં અન્ય કોઈ અધિકારીઓ બેઠા હોય તો તેઓએ બહાર લોબીમાં રાહ જોવી પડે છે. પ્રતિનિધિ મંડળનો માનમોભો જળવાઈ રહે તે માટે ગેલેરી બંધ કરી તેના સ્થાને વીઆઈપી લોન્ઝ બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.

આટલું જ નહીં મેયર અને સ્ટે.કમીટીના ચેરમેનની ચેમ્બરમાં પણ ફર્નીચર સહિતની ચીજવસ્તુઓ બદલાવવામાં આવશે. હાલ બન્ને ચેમ્બરમાં અરજદારો માટે ખુરશીઓ રાખવામાં આવી છે. જે ખુબજ વધારે હોવાના કારણે ખુરશીઓ પણ ઘટાડી દેવામાં આવશે. સ્ટે.ચેરમેનના એન્ટ્રી ચેમ્બરનો દરવાજો પણ ફેરવવામાં આવશે. ચેમ્બરમાં હાલ જે ફર્નીચર છે તેનું એન્ટીચેમ્બરમાં સ્ળાંતર કરવામાં આવશે. સ્ટેન્ડીંગના કોન્ફરન્સ રૂમમાં જરૂરીયાત મુજબનું ફર્નીચર કરાશે. આજે સવારે સીટી એન્જીનીયર કમ ઓફિસર ઓન સ્પેશ્યલ ડયુટી અલ્પના મિત્રા સહિતના અધિકારીઓ દ્વારા પદાધિકારીઓ જ્યાં બેસે છે તે બિલ્ડીંગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જરૂરી સુધારા વધારા અંગે સુચનો પણ લેવામાં આવ્યા હતા. રિનોવેશનની કામગીરી ઝડપી શરૂ ાય અને પ્રજાસત્તાક પર્વ પૂર્વે રિનોવેશનની કામગીરી પૂર્ણ ાય તે દિશામાં કામગીરી હા ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં હાલ પદાધિકારીઓ જ્યાં બેસે છે તે બિલ્ડીંગનું આજી ૭ વર્ષ પહેલા એટલે કે, વર્ષ ૨૦૧૨માં રિનોવેશન કરવામાં આવ્યું હતું અને અનેકવિધ ફેરફાર કરવામાં આવ્યા હતા. બાંધકામ ખૂબજ નબળુ થયું હોવાનું ઉડીને આંખે વળગે છે. મેયર ચેમ્બરમાં પીઓપીનું કામ નબળુ થયું છે તો સ્ટે.કમીટીના કોન્ફરન્સરૂમમાં પણ મોટી તિરાડો પડી ગઈ છે. સેક્રેટરી બ્રાન્ચમાં પણ પુરતું વેન્ટીલેશન ન હોવાના કારણે કર્મચારીઓએ ઉનાળા દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અગાઉ બીઓટીના ધોરણે બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું. હવે ફરી સાત વર્ષ બાદ રિનોવેશનના નામે લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.