Abtak Media Google News

એડવોકેટસ કોન્ટેકટ તેમજ રેડીરેકનર ડિરેકટરીનું વિમોચન કરાયું

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા લેબર લોઝ પ્રેકટીશ્નર્સ એસો.ના સંયુકત ઉપક્રમે રાજકોટ ચેમ્બર હોલ ખાતે લેબર લોઝના તાજેતરનાં સુધારાઓ તથા કરન્ટ વિષયો ઉપર લિગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.

સેમિનારના પ્રારંભે રાજકોટ ચેમ્બરના માનદ મંત્રી નૌતમભાઈ બારસીયાએ ઉપસ્થિત સૌને આવકારી લગભગ દરેક ક્ષેત્રમાં લેબરો સંકળાયેલ છે.ત્યારે લેબર લોઝ અનિવાર્ય બન્યો છે. અને તેથી તેની જાણકારી પણ ઘણી મહત્વની હોવાથી આજનો આ સેમીનાર ખૂબજ ઉપયોગી બની રહેશે તેમ જણાવી રાજકોટ ચેમ્બર દ્વારા વેપાર ઉદ્યોગને સ્પર્શતા કાયદાઓ વગેરેની જાગૃતિ માટે અવાર નવાર સેમિનારો મીટીંગોનું આયોજન વગેરે અંગે ચેમ્બરની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો હતો.

બાદ લેબર લોઝ પ્રેકટીશ્નર્સ એસો.ના પ્રમુખ ભુષણભાઈ વછરાજાની દ્વારા ખાતાકીય તપાસને લગતી જોગવાઈઓ તથા પ્રોસીઝરની સમજ આપવામાં આવેલ તેમજ ઈ.પી.એફ. તથા ઈ.એસ.આઈ.ના લાભો તથા નવા સુધારાઓ ઉપર ચર્ચા કરી તેમજ તાજેતરમાં ‘કોડ ઓફ વોઈસ’ નવા કાયદા ઉપર પાવર પોઈન્ટ પઝનટેશન દ્વારા વિસ્તાર પૂર્વક જાણકારી માર્ગદર્શન આપ્યું હતુ.

એડવોકેટ જયેશભાઈ યાદવએ ચાઈલ્ડ એન્ડ એડોલ્સન્ટ લેબર ઉપરના તાજેતરનાં સુધારાઓ ઉપર જાણકારી આપેલ તથા હબીબ રહેમાન દ્વારા એચ.આર. પોલીસી, રિક્રુટમેન્ટ, ટ્રેઈનીંગ વગેરે બાબતે વ્યકતવ્ય આપેલ સાથોસાથ ઉપસ્થિત સભ્યો દ્વારા પુછાયેલ લેબર અંગેના ઉદભવતા પ્રશ્નોના પણ વિગતવાર જવાબ આપવામાં આવેલ ત્યારબાદ તાજેતરનામજૂર કાયદાઓની સરળ સમજૂતી,નામ સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓની વિવિધ વિગતોની માહિતી આપતી લેબર લોઝ પ્રેકટીશ્તનર્સ એસો. તરફથી એડવોકેટ કોન્ટેકટસ તથા રેડી રેડીરેકનર ડિરેકટરીનું વિમોચન મજૂર મહાજન સંઘના પ્રધાનમંત્રી દિલીપભાઈ ઠાકર દ્વારા કરવામાં આવેલ. અંતમાં ઉપસ્થિત સર્વેનો પરાગભાઈ ડોડીયાએ આભાર વ્યકત કરેલ.

આ લીગલ સેમીનારને સફળ બનાવવા રાજકોટ ચેમ્બરના માનદ મંત્રી નૌતભાઈ બારસીયા, માનદ્ સહમંત્રી કિશોરભાઈ રૂપાપરા, પૂર્વ પ્રમુખ શિવલાલભાઈ બારસીયા, પરાગભાઈ ડોડીયા તેમજ લેબર પ્રેકટીશ્નર્સ એસો.ના માનદ મંત્રી શૈલેષભાઈ વ્યાસ, ઉપપ્રમુખ હર્ષદભાઈ બારૈયા, મુકેશભાઈ તન્ના, કારોબારી સભ્યો નિપુણ વસાવડા, નિખિલભાઈ ભટ્ટી, નરેશભાઈ ગજેરા, હસમુખભાઈ તરપડા, શ્રીમતી ગાર્ગીબેન ઠાકર વગેરેએ જહેમત ઉઠાવેલ તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.