Abtak Media Google News
સ્વૈચ્છિક ઘોષણાપત્રની આડમાં નિયમોનો ઉલાળીયો કરતા હોવાના આક્ષેપ સાથે સબ રજિસ્ટ્રારને પત્ર લખાયો

(ઋષિ મેહતા)

Advertisement

મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસર દ્વારા મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીને ચેતવણી આપતો પત્ર લખવામાં આવ્યો છે.જેમાં નગરપાલીકાની મંજુરી વગરના બાંધકામોના સ્વૈચ્છિક ઘોસનાપત્રની આડમાં દસ્તાવેજ કરી દેવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરાયા છે.જે બાબતે મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસર દ્વારા ફોજદારી કાર્યવાહી કરવા તેમજ રાજ્ય સરકારમાં ઉચ્ચ સ્તરે રજુઆત કરવા ચેતવણી આપવામાં આવી છે.

પત્રમાં જણાવ્યા મુજબ સબ રજીસ્ટ્રારની કચેરી દ્વારા નગરપાલિકા વિસ્તારમાં બાંધકામ મંજુરી વિનાની મિલ્કતોમાં ગેરકાયદેસર રીતે થતી દસ્તાવેજ નોંધણી અટકાવવા બાબતે ચીફ ઓફિસર દ્વારા સબ રસ્ટ્રારને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં ગુજરાત નગર રચના અધિનિયમ ૧૯૭૬ હેઠળ બાંધકામ મંજુરી ન મેળવેલ ઈમારતોને સબ રજીસ્ટ્રારની કચેરી દ્વારા ગેરકાયદેસર જાહેર કરવાની થતી હોઈ જે સંદર્ભ કલેકટરને લખાયેલ પત્ર અન્વયે આવી મિલ્કતોના દસ્તાવેજ નોંધણી ન કરવા જાણ કરવામાં આવી હતી. જેને લઇ ક્લેક્ટર દ્વારા પણ સબ રસ્ટ્રારની કચેરીને ઓ.ડી.પી.એસ. ૨.૦ હેઠળ કોમન GDCR ના પાલન હેઠળ મેળવાયેલ ઓનલાઈન બાંધકામ પરવાનગી વિનાની કોઈપણ મિલ્કતોના દસ્તાવેજો ન નોંધવા તથા આ અન્વયે નગરપાલિકા કચેરીને અંદાજે રૂા. ૨૫૦/– પ્રતિ ચો.મી.ની થતી આર્થિક નુકશાની અટકાવવા તાકીદ કરવામાં આવેલ હતી અને તે અન્વયે સબ રસ્ટ્રારની કચેરી દ્વારા સદર નોંધણીઓ અટકાવવાની કાર્યવાહી થયાનું કચેરીના જાણમાં હતું.

નગરપાલિકાનાં ચીફ ઓફિસર દ્વારા સબ રજીસ્ટ્રારની કચેરીને જણાવવામાં આવ્યું હતું કે, તેમના દ્વારા સ્વ ઘોષણા પત્ર અન્વયે દસ્તાવેજો કરનાર ઈસમો પાસેથી તેમની મિલકત RERA અંતર્ગત નોંધાયેલ ન હોવાનું અને મોરબી નગરપાલિકામાં બાંધકામ પરવાનગીની પ્રક્રિયા ચાલુમાં હોય તેવું સ્વ ધોષણાપત્ર મેળવી એપ્રૂવડ વેલ્યુઅર એન્જીનીયર એપ્રુવ પ્લાનને માન્ય ગણી દસ્તાવેજોની ગેરકાયદેસર રીતે નોંધણી શરૂ કરવામાં આવેલ છે. જે બાબત કોઈપન્ન રીતે કાયદેસર ધરાવતી નથી. જેનાથી આપના કક્ષાના અધિકારી અવગત ન હોય તેવું માનવાને કોઈ કારણ અત્રેને જણાતું નથી.

જેથી આપના દ્વારા જાણી જોઈને નગરપાલિકાને આર્થિક નુકશાની જાય અને શહેરી વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામોને પ્રોત્સાહન મળે તે પ્રકારે કામગીરી થઈ રહેલ હોવાનું જણાય છે. તથા ગુજરાત નગર રચના ૧૯૭૬ હેઠળ કોઈપણ એપ્રુવ વેલ્યુઅર કે ઈજનેરનો એપ્રૂવ પ્લાન કે બાંધકામ મંજુરી મળી ગયા હોવા અંગેનું પ્રમાણપત્ર અધિકૃતતા આપતુ નથી. તેમજ Gujarat Regularisation of Unauthorised Devlopment Ordinance-2022 ના વટ હુકમને લાગુ કરવામાં આવેલ છે. જે અંતગર્ત અનઅધિકૃત વિકાસ ધરાવતી ઈમારતોમાં Real Estate Regulatory Authority(RERA) એકટ ૨૦૧૬ અંતગર્ત જે બાંધકામોને નોટીસ આપેલ હોય તેનો સમાવેશ થશે નહી. તથા આવી ઈમારતોના માર્જિન, બીલ્ટઅપ, મકાનની ઉચાઈ, ઉપયોગમાં ફેરફાર, વર્ડ પ્રોજેકશન,પાર્કિંગ, કોમ પ્લોટ, સેનિટરી સુવિધા ફી લઈ નિયમબધ્મ થઈ શકશે.

જેની અમલવારી સદર વટહુકમ અંતગર્ત તા.૦૧/૧૦/૨૦૨૨ ના પહેલાના તમામ બાંધકામોમાં કરવાની થાય છે. પરંતુ આપના દ્વારા સ્વ ધોષણાપત્રથી તદન ગેરકાયદેસર ઈમારતોમાં જો દસ્તાવેજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો Gujarat Regularisation of Unauthorised Devlopment Ordinance-2022 – અમલવારી મોરબી શહેરી વિસ્તારમાં સફળતાપુર્વક થઈ શકશે નહિ. જેના લીધે ઉત્પન્ન થનારી આવી ઈમારતોની કાયદેસરતા અને નગરપાલિકાને થતા આર્થિક નુકશાન અંગેની સંપુર્ણ જવાબદારી આપની તથા આપની કચેરીની અંગત રહેશે. જેથી આ પત્રથી આપને કરવામાં આવેલ તાકીદ અન્વયે તાત્કાલીક અસરથી સંદર્ભ (૨) હેઠળના સ્વ ધોષણાપત્ર અન્વયે દસ્તાવેજો નોંધવાની પ્રક્રિયા બંધ કરશો અન્યથા નગરપાલિકા દવારા આપની કચેરી વિરૂધ્ધ રાજય સરકારને રજુઆત કરવાની તથા જરૂર જણાયે ફોજદારી રાહે કાર્યવાહી હાથ ધરવાની અત્રેને ફરજ પડશે જેની ગંભીર નોંધ લેશો તેમ નગરપાલિકાનાં ચીફ ઓફિસર દ્વારા સબ રજીસ્ટ્રારને પત્ર લખી ચેતવણી આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.