Abtak Media Google News

સામગ્રી

  • ફાલૂદા સેવ
  •  ૩૦૦ મિ.લીટર પાણી
  •  ૨ ટેબલસ્પૂન આખી ખાંડ
  •  ૮૦ ગ્રામ કોર્ન ફ્લોર
  • રબડી
  •  ૫૦૦ મિ.લીટર પાણી
  •  ૧૩૦ ગ્રામ ઝીણું સમારેલું પનીર
  •  ૩૫૦ મિ.લીટર ક્ધડેન્સડ મિલ્ક
  • ૧/૪ ટી સ્પૂન લીલી ઇલાયચી પાઉડર
  •  ૧ ટીસ્પૂન ઘી
  • બરફ
  • ગુલાબ સિરપ
  •  પિસ્તા
  •  બદામ

બનાવવાની રીત :

ફાલૂદા સેવ :

એક જગમાં ૩૦૦ મિ.લીટર પાણી લો અને એમાં ૨ ટેબલસ્પૂન આખી ખાંડ, ૮૦ ગ્રામ કોર્ન ફ્લોર બરોબર મિક્સ કરો. આ મિક્ચરને એક કઢાઇમાં કાઢો જાડું થવાનું શરૂ થઇ જશે. જ્યારે મિશ્રણ પારદર્શી, ચમકદાર અને જાડું થઇ જાય તો તાપ બંધ કરી દો. મિશ્રણને સેવ મેકરમાં નાંખી દો. ધ્યાનમાં રાખો કે સેવ મેકરનો મોલ્ડ નાના કાણાં વાળું જ હોય કારણ તે સેવ પાતળી બને. હવે તમે સેવ મેકરની મદદથી કોર્ન ફ્લોરના મિક્સરની પાતલી નૂડલ્સ ઠંડા બરફ વાળા પાણીમાં એવી રીતે બનાવો કે બધા નૂડલ્સ ઠંડા પાણીમાં ડૂબેલા રહે. પછી એને ૩૦ મિનીટ સુધી ફ્રીઝમાં રાખો.

રબડી:

એક મોટી તળવાની કઢાઇ લો અને એમાં ૫૦૦ મિ.લીટર દૂધ, ૧૩૦ ગ્રામ ઝીણું પનીર, ૩૫૦ મિ.લીટર કડેન્સડ મિલ્ક, ૧/૪ સ્પૂન લીલી ઇલાયચીનો પાઉડર અને ૧ ટીસ્પૂન ઘી નાંખીને સતત હલાવતાં બનાવો. દૂધ જ્યાં સુધી જાડું થઇને અડધું થાય ત્યાં સુધી ઉકાળો. હવે એને ગેસ પરથી નીચે ઉતારીને ઠંડું કરી લો.

બાકીની રીત:

એક ગ્લાસ લો અને એને બરફના ભૂકાથી અડધો ભરી લો. પછી એમાં થોડોક ફાલૂદા નાંખો અને વચ્ચે ગુલાબનું સિરપ નાંખો. સૌથી ઉપર રબડી નાંખો. પિસ્તા અને બદામનું ગાર્નિશ કરીને સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.