Abtak Media Google News

ગવરીદળ એસટીપીથી ટ્રીટેડ થયેલુ પાણી પ્રતિ હેકટર રૂ.૬૨૧૧ લેખે અપાશે: ૩૦૦ એકર જમીનને સિંચાઈ માટે પાણી મળશે: નર્મદાના નીર બચશે

રાજય સરકારના આદેશના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજનું ટ્રીટેડ પાણી વેંચવા માટે પોલીસી ઘડી કાઢવામાં આવી છે. ગઈકાલે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં શહેરની વિવિધ સંસ્થાઓ સાથે ટ્રીટેડ વેસ્ટ વોટર રી-યુઝ માટે બેઠક બોલાવવામાં આવી છે. આજે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોર્પોરેશન દ્વારા ગવરીદળ એસટીપી ખાતેથી આણંદપરના ખેડૂતોને સિંચાઈ માટે ૫૦ લાખ લીટર ટ્રીટેડ પાણીનું વેંચાણ કરવામાં આવશે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આજે મહાપાલિકા દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ટ્રીટેડ વેસ્ટ વોટર આણંદપરના ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવશે. ગવરીદળ એસટીપી ખાતેથી ૫૦ લાખ લીટર ટ્રીટેડ પાણી ખેડૂતોને અપાશે જેના માટે પ્રતિ એકર રૂ.૬૨૧૧નો ચાર્જ વસુલવામાં આવશે જે સિંચાઈ વિભાગ કરતા ઘણો ઓછો છે. ૩૦૦ એકરથી વધુ જમીનને ગવરીદળ એસટીપી ખાતેથી સિંચાઈ માટે ટ્રીટેડ વોટર મોકલવામાં આવશે.

તેઓઓ વધુમાં ઉમેર્યું હતું કે, હાલ મહાપાલિકા દ્વારા રૈયાધાર એસટીપી નજીક આવેલા રેસકોર્સ-૨ વિસ્તારમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વૃક્ષારોપણ માટે પ્રતિદિન ૧૫૦૦૦ લીટર ટ્રીટેડ પાણી આપવામાં આવી રહ્યું છે જયારે માધાપર એસટીપી ખાતેથી ઈશ્ર્વરીયા મહાદેવ પીયત સહકારી મંડળી લીમીટેડ માધાપરને ૧૭ થી ૬૪ હેકટર વિસ્તારમાં સિંચાઈ માટે ટ્રીટેડ પાણી આપવામાં આવી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પ્રતિદિન ૨ લાખ લીટર ફોરેસ્ટ વિભાગે મુંજકા ગામ પાસે આવેલ નર્સરી માટે ૭૫૦૦૦ લીટર, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. ગ્રાઉન્ટ માટે ૧ લાખ લીટર, જય દ્વારકાધીશ પીયત સહકારી મંડળી રોણકી પીયત માટે ૧૫ થી ૨૮ હેકટર જમીન વિસ્તારમાં સિંચાઈ માટે મહાપાલિકા પાસે ટ્રીટેડ વોટરની માંગણી કરી છે.આ ઉપરાંત મહાપાલિકા દ્વારા ગાર્ડન શાખાના ઉપયોગ માટે તથા કોન્ટ્રાકટર અને બિલ્ડરને અલગ અલગ જગ્યાએ ચાલતા બાંધકામ માટે ટ્રીટેડ પાણી પહોંચાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.