Abtak Media Google News

સંગીતના મહાસાગરમાં ઊંડા ઊતરો

 

સંગીતને કોઇ ભાષા હોતી નથી, તે સાર્વત્રિક છે અને તે તમારા આત્મા સાથે વાત કરી શકે: બેંગલોરમાં આવેલુ મ્યુઝિક મ્યુઝિયમ ભારતીય સંગીતનો અનુભવ કરાવે છે: સેન્ટરનો ઇમર્સિવ અનુભવ બે સંગીતના ચાહકો માટે ઉત્તમ એસ્કેપ છે.

 

સંગીતમાં હીલીંગ પાવર હોવાથી તે તમને રિલેકસ કરે છે: સેન્ટરમાં તમે બધી ભાષાના ગીતો સાંભળી શકો છો: મ્યુઝિયમમાં પ્રાચિનથી અર્વાચીન સંગીતના ર00 થી વધુ વાદ્યો એક જ સ્થળે જોઇ શકો છો: રેપ રાઉન્ડ થિયેટરનો અનુભવ રોમાંચ લાવે છે: આ સંસ્થા વિશ્ર્વની જાણિતી ગ્રેમી મ્યુઝિક સાથે જોડાયેલી છે.

બાળકો હાઇબ્રિડ સાઉન્ડ ઇન્ટરેકિટવમાં ભારતીય અને પશ્ર્ચિમી અવાજોનું મિશ્રણ કરતી વખતે ડી.જે. ઇફેકટસથી ઝુમવા લાગે છે: સેન્ટરમાં વાંદ્યોને 360 ડિગ્રીમાં બતાવે છે, અને અવાજે પણ સંભળાવે છે સમયચક્ર થિયેટર તો અજાયબી જેવો અનુભવ કરાવે છે.

સંગીત ચાહકોને સંગીતનો આનંદ મળે એટલે સ્વર્ગ મળ્યાનો નિજાનંદ મળે છે. જુના ગીતોના શોખીનો હારમોનિયમ કે ડી બોર્ડ પર સુંદર તર્જ વગાડતા હોય ત્યારે મન ઝુમી ઉઠે છે. દેશનાં બેંગલોર શહેરમાં અતિ આધુનિક વૈશ્ર્વિક સ્તરનું દેશનું પ્રથમ ઇન્ટરેકિટવ મ્યુઝિક મ્યુઝિયમ શરુ થયું છે. અદભુત સાઉન્ડ ગાર્ડન સાથે પ્રાચિનથી અર્વાચીન સંગીતની એ ટુ ઝેડ માહીતી, સાધનો સાથે ડીજીટલ થ્રીડી જેવી અદ્યતન સીસ્ટમ સાથે સુસજજ છે. ભારતીય સંગીતનો લાઇવ અનુભવ કરાવે છે. અહીં ઇમર્સિવ અનુભવએ સંગીતના શોખીનો માટે એક ઉત્તમ એસ્કેપ છે.

Ime 2 Cropped 1548845009 1

 

સંગીતને કોઇ ભાષા હોતી નથી, તે સાર્વત્રિક છે તેનામાં રોગ મટાડવાની તાકાત પણ છે તેથી મ્યુઝિક થેરાપીચલણમાં આવી છે. સંગીતમાં હીલિંગ પાવર હોવાથી તમને રિલેકસ કરે છે. આ મ્યુઝિયમમાં તમે દેશની ગમે તે ભાષામાં ગીતો કે રાજયનું સંગીત સાંભળી શકો તેવી સુવિધા છે. પ્રાચિનથી અર્વાચિનના ર00 થી વધુ વાદ્યો અહી જોવા મળે છે. ભારતીય સંગીત અનુભવ (IME)ના ટુકાથીરીથી હાલ તે વિશ્ર્વભરમાં પ્રખ્યાત થયું છે. આ જગ્યાએ મહત્વના કહી શકાય તેવા 10 અનુભવો તમને થાય છે.

આજના યુગમાં દરેક મા-બાપોએ સંતાનોને સંગીતની દુનિયા સાથે પરિચય કરાવવો જરુરી છે અને આને માટે મ્યુઝિક મ્યુઝિયમ એક શ્રેષ્ઠ જગ્યા સાથે જાણીતું માઘ્યમ બન્યું છે. ભારતનું એક માત્ર ઇન્ટરેકિટવ મ્યુઝિક મ્યુઝિયમ બેંગલોરમાં છે જેમાં 9 વૈશ્ર્વિક સ્તરે ડિઝાઇન થયેલી પ્રદર્શન ગેલેરીઓ, સ્ટોરી બોર્ડસ અને કલાકૃતિઓ સાથે તરબોળ થવાનો અનુભવ કરાવે છે. આ મ્યુઝિયમ નિહાળવાનો એક અદભુત અનુભવ છે. સંગીતના ચાહકો બેંગલોર જાવ ત્યારે અચુક તેની મુલાકાત લેજો.

(IME) પાસે એક લર્નિગ સેન્ટર પણ છે. જયાં બાળકો અને પુખ્ત વયના લોકો ગાયનથી લઇનો વિવિધ વાદ્યો સુધીના સંગીત વર્ગોમાં ટ્રેનીંગ મેળવવા જોડાઇ પણ શકે છે. સાઉન્ડ ગાર્ડનમાં તમારા બાળકનો સંગીત થીમ આધારીત જન્મ દિવસ મ્યુઝિકલ ઇન્સ્ટોલેશન સાથે વિવિધ પ્રવૃતિથી ઉજવી પણ શકો છો. આ ગાર્ડનમાં બાળકો માટે 10 સંગીતના સ્થાપનો છે. જેમાં ઝાયલો ફોન, ગોંગ્સ અને બેલ્સ પર પોતાનું સંગીત બનાવી શકે છે. સિંગિગ સ્ટોન પર હાથ ધરવીને સંગીતના સુરો કે સંગીત વગાડી શકો છો.

અહીંના રેપરાઉન્ડ થિયેટરનો અનુભવ રોમાંચ લાવી દે છે. પ મીનીટની એનિમેટેડ પ્રારંભિક ફિલ્મ જોવા બાદ ભારતીય સંગીતની સમગ્ર સફર જોવા મળે છે. આ એક દ્રશ્ય શ્રાવ્ય આનંદ પ્રોજેકટ છે. બાળથી મોટેરાને અનેરા આનંદ સાથેનો ઝલ્વો પડી જાય છે. અહીં બાળકો સમકાલીન અભિવ્યકિતઓની ગેલેરીમાં તેજસ્વી પેઇન્ટેડ ઓટો રિક્ષાની અંદર બેસને ઇન્ડિયન રોક સંગીતની દસ્તાવેજી ફિલ્મ જોવાનો આનંદ માણી શકો છો. આ ઉપરાંત બાળકને હાઇબ્રિડ સાઉન્ડસ ઇન્ટરેકિટવમાં ભારતીય અને પશ્ર્ચિમી અવાજોનું મિશ્રણ કરતી વખતે ડીજે ઇડ્રેકટસથી બાળકો ઝુમવા લાગે છે.

આ મ્યુઝિયમની સૌથી શ્રેષ્ઠ પળ, મનોરંજનનો આનંદ સમય ચક્ર થિયેટર છે. જેમાં જમીન પર સુઇ જાવને અને આકાશ તરફ જોઇને ભારતના સંગીતની સાથે સંગીતની સવાર, સાંજ અને મઘ્ય રાત્રીના વિવિધ રાગો માણો, બાળકોના લોક ગીતો વિભાગમાં તેજસ્વી રંગીન સ્ટ્રિંગ પપેટસનો શો જેમાં દેશના વિવિધ રાજયોના ગીતો, તહેવાર ઉજવણી સાથે વાર્તાઓ, જન્મથી મૃત્યુ સુધીની માત્રા વણેલો વિભાગ છે. આ સંસ્થા વિશ્ર્વની જાણીતી ગ્રેમી મ્યુઝિક સાથે જોડાયેલી છે.

અદભુત ઇન્સ્ટ્રુમેન્ટ ગેલેરીમાં 100 થી વધુ વૈવિઘ્ય સભર સાધનોનો સંગ્રહ છે. જેમાં ટચ સ્ક્રીન છે જે તમને વાદ્યને 360 ડીગ્રીમાં બતાવે અને તેનો અવાજ પણ કેવો આવે તે સંભળાવે છે. સોંગ્સ ઓફ સ્ટ્રગલ ગેલેરીમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ગીતો સાંભળીને બાળકોમાં દેશભાવના જાગે છે. અહીં તમને કવિઓ, ગાયકોના વિવિધ સંગીત પણ સાંભળવા મળશે. કવિ અને ગાયકોએ અન્યાયનો વિરોધ કરવા સંગીતનું માઘ્યમ અપનાવ્યું હતું તે સાંભળવા મળે છે.

ગેલેરીમાં ફિલ્મના વિવિધ ડાયલોગ ફિલ્મના ઇન્ટરેકિટવ બ્રેક ગ્રાઉન્ડમાં કોમેડી સાથે દર્શાવાય છે. રમતિયાળ અનુભવો સાથે બ્રેક ગ્રાઉન્ડ સ્કોર આપણી લાગણી સાથે કેવા ચેડા કરે છે તે જોવા મળે છે. આ ડાયલોગને તમે મેલોડ્રામા, કોમેડી, થ્રિલરમાંથી દ્રશ્યનો સ્વર પણ બદલી શકો છો. ગ્રામોફોન સેટ સાથે તમો ફોટો પડાવી શકો છો, જે તમને 1920 ના દાયકામાં લઇ જશે. ગેલેરી ઓફ ધ સ્ટાર્સમાં રેકોડીંગ સ્ટુડીયોમાં તમારા મનપસંદ બોલીવુડ ગીતો ગાતા આનંદ કરી શકો છો. ટ્રેક બદલો, તમારુ આલ્બમ કવર બનાવો અને પોતાને ઇમેઇલ પણ કરી શકો છો. આ મ્યુઝિયમનું સરનામું ઈંખઊ ઇન્ટરેકિટવ ઇન્ટરેકિટવ મ્યુઝિક મ્યુઝિયમ, બ્રિગેડ મિલેનિયમ એવન્યુ, જેમીપનગર 7મો ફ્રેઝ બેગલોર – 560078 છે. સંપર્ક નંબર +91 – 80- 40908054 છે. ધ ઇન્ડિયન મ્યુઝિક એકસપિરિયન્સ એક જોવા લાયક મ્યુઝિયમ છે. સંગીતના ચાહકો હોય કે ના હોય પણ બધા માટે ભારતીય સંગીત કલાનો ઇતિહાસ જાણવો જરુરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.