Abtak Media Google News

રાજકોટ બાર એસોસિએશને ટેકો જાહેર કર્યુ: હાઇકોર્ટના ધારાશાસ્ત્રીઓને લડતમાં જોડાવા અનુરોધ કરાશે

જામનગરના જાણીતા એડવોકેટ કિરીટભાઇ જોષીની શનિવારે રાતે થયેલી હત્યાના સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સોમવારે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી વિરોધ વ્યક્ત કરવામાં આવે તેવો જુદા જુદા બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે.Dsc 3365

Advertisement

જામનગર પંથકના ૧૦૦ કરોડના જમીન કૌભાંડમાં ફરિયાદ પક્ષે રોકાયેલા કિરીટભાઇ જોષીએ ભૂમાફિયાઓને આગોતરા જામીન મળવા દીધા ન હતા અને જેલમાંથી છુટવામાં પણ ઘણી મુશ્કેલી થઇ હોવાથી જયેશ પટેલ નામના શખ્સે ભાડુતીમારાને સોપારી આપી એડવોકેટ કિરીટભાઇ જોષીની હત્યા કરાવ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. એડવોકેટ કિરીટભાઇ જોષીની સરા જાહેર છરીના દસ જેટલા ઘા ઝીંકી કરાયેલી હત્યાના સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. રાજકોટ ઉપરાંત જામનગર, ભૂજ, દ્વારકા, ખંભાળીયા, ભાણવડ, જોમ જોધપુર, અમદાવાદ, બરોડા, મહેસાણા, મોરબી અને નર્મદા જિલ્લાના બાર એસોસિએશન દ્વારા હત્યાની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી સોમવારે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.

Dsc 31357કિરીટભાઇ જોષીની હત્યા અંગે વકીલો દ્વારા શરૂ કરાયેલી લડતમાં હાઇકોર્ટના એડવોકેટને જોડાવવા વિવિધ વકીલ મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વકીલો સવારે ૧૧ વાગે કોર્ટના દરવાજા પાસે આવી દેખાવ કરી કાર્યવાહીથી અલિપ્ત રહેનાર છે. રાજકોટ બાર એસો.ના ઉપપ્રમુખ બકુલ રાજાણીની આગેવાની હેઠળ કોર્ટ સંકુલમાં વકીલો દ્વારા સુત્રોચ્ચાર કરી કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહ્યા હતા

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.