Abtak Media Google News

મહિલા વિભાગમાં બરોડા ફૂટબોલ એકેડમીને પૂ‚ષ વિભાગમાં ઈન્કમટેક્ષ -અમદાવાદ ટીમનો શાનદાર વિજય

નિધિ સ્કુલ દ્વારા સુખદેવસિંહ રાઠોડના સ્મરણાર્થે ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટ યોજાઈ હતી ટુર્નામેન્ટનો ફાઈનલ જંગ મહિલા વિભાગનો એફ.સી. રાજકોટ અને બરોડા ફૂટબોલ એકેડમી વચ્ચે રમાયો હતો. જેમાં બરોડાની ટીમનો ૫-૪ ગોલથી વિજય થયો હતો. જયારે પુ‚ષ વિભાગનો ફાઈનલ જંગ કબેરીસ એફ.સી. અમદાવાદ અને ઈન્કમટેક્ષ અમદાવાદ વચ્ચે રમાયો હતો.20180429 191548

Advertisement

જેમાં ઈન્કમટેક્ષે કલેરીસ એફ.સી.ને ૨-૧થી હરાવી ચેમ્પીયન બની હતી વિજેતા ટીમોને ઉપસ્થિત મહેમાનો રાજકોટ જીલ્લા રમત ગમત અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ નિધિ સ્કુલનાં મેનેજીંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમાએ ટ્રોફી અને રોકડ પુરસ્કાર દ્વારા સન્માનીત કરેલ હતા. મહિલા વિભાગમાં મેન ઓફ ધી મેચ પીન્કી દરજી, ટોપ સ્કોરર કર્ણવી કામદાર, બેસ્ટ ગોલકીપર સોનલ પંડયા અને બેસ્ટ પ્લેયર તરીકે સોનલ પરમાર જાહેર થયા હતા. તેમજ પુ‚ષ વિભાગમાં મેન ઓફ ધી મેચ વ્રજેશ ટોપ સ્કોરર તરીકે મેહુલ રાણા, બેસ્ટ ગોલ કિપર તરીકે મોહિત અને બેસ્ટ પ્લેયર તરીકે અઝમલને જાહેર કરાયા હતા.Img 20180430 Wa0010

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા નિધિ સ્કુલનાં મેનેજીંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, પ્રજ્ઞેશદાનગઢવી અમિત શિયાળીયા, િક્રપાલસિંહ ગોહિલ, હર્ષદ રાઠોડ, જ્ઞનિન્દ્રસિંહ ઝાલા,કુલદીપસિંહ ચુડાસમા, હેમાંગ ગઢવી, પારસ ચાવડા, હાર્દિક પઢીયાર, જયદીપ સંચાણીયા વગેરે કાર્યરત હતા.

શાર્પસુટર ટીમમાંથી રમેલ સલોની પંડયાએ જણાવ્યું હકે તેઓ ઓપન ગજરાત રાત્રી પ્રકાશ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રમવા માટે આવ્યા છે. નાઈટ ટુર્નામેન્ટ તેઓ સ્ટેટ લેવલ પર પહેલી વખત રમ્યા છે. તેમનું પરફોમર્સ પણ ખૂબજ સા‚ રહ્યું છે. ગુજરાતમાં ગર્લ્સ એન્ડરેજીંગ ટુર્નામેન્ટ ખૂબજ ઓછી રમાય છે. ઉપરાંત નાઈટ ટુર્નામેન્ટ હોવાથી કોઈપણ પ્રકારનો થાક તેમને લાગ્યો નથી. આ ટુર્નામેન્ટ દ્વારા તેમને આગળ વધવાનું પ્લેટફોર્મ મળી રહ્યું તેમનું સા‚ એવું ઈમ્પ્રુવમેન્ટ થયું એમની ટીમનો ગોલ એ છે કે બને તેટલુ સા‚ રમવું સરકાર તરફથી દર મહિને સ્ટાઈપેન્ડ મળે છે. અને સરકારનો ખૂબજ સારો સપોર્ટ છે.Img 20180430 Wa0009

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.