Abtak Media Google News

પોતાના પ્રાણની પરવા કર્યા વિના દેશના સીમાડાઓ અને સાર્વભૌમત્વનું રક્ષણ કરનાર દેશના સિપાહીઓ યુદ્ધ સિવાય કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ કુદરતી અને માનવસર્જિત અકસ્માત કે આપત્તિઓમાં પણ નાગરિકોની સહાયતા માટે ખડે પગે રહી સમાજ અને દેશની અમૂલ્ય સેવા બજાવવા અગ્રેસર રહે છે. દેશની રક્ષા કરવા સતત તૈનાત રહેતા આપણા સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાની સમાજની મોટી જવાબદારી છે.

દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર બહાદુર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર અને સુરક્ષિત રીતે પોતાનો જીવન નિર્વાહ કરી શકે તેવા ઉમદા હેતુસર ૭ ડીસેમ્બર ૧૯૪૯થી સમગ્ર દેશમાં સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય સુરક્ષાને સુનિશ્ચિત કરતા સમગ્ર દેશમાં, ત્રણેય સેવાઓનું પ્રતિનિધિત્વ કરતા લાલ, વાદળી, બ્લ્યુ રંગોમાં નાના ફ્લેગ અને કાર ફ્લેગ્સ સૈનિક વેલફેર ફંડમાં ફાળો આપ્યા બાદ આપવામાં આવે છે. ખાસ કરીને નાના બાળકો તથા યુવાનોમાં સશસ્ત્ર સેના ધ્વજ દિનના ફ્લેગ એકઠા કરવાનું ખાસ્સું ઘેલું છે.

સશસ્ત્ર સેના ધ્વજ દિવસે  ભારતના લોકો પાસેથી ભારતીય સશસ્ત્ર દળના કર્મચારીઓના કલ્યાણ માટે ભંડોળ એકત્ર કરવામાં આવે છે. જેનો ઉપયોગ દેશની રક્ષા કાજે શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત થયેલા સૈનિકોના પુન:વસવાટ માટે તેમજ ઘણી નાની ઉંમરમાં સશસ્ત્ર સેનાઓમાંથી નિવૃત થતા સૈનિકો અને તેઓના પરિવારજનોના કલ્યાણ માટે વિવિધલક્ષી કલ્યાણકારી યોજનાઓ બનાવવા માટે કરવામાં આવે છે.

7537D2F3 6

સશસ્ત્ર સેના ધ્વજદિનના દિવસે ભારતીય સશસ્ત્ર દળોની તમામ ત્રણેય પાંખો, ભારતીય સેના, ભારતીય હવાઇદળ અને ભારતીય નૌકાદળના કર્મચારીઓના પ્રયત્નોને બીરદાવવા માટે વિવિધ શો, નાટકો અને અન્ય મનોરંજન કાર્યક્રમોની વ્યવસ્થા કરવામાં છે.

આપણા સૈનિકો પ્રત્યે આત્મીયતા અને સન્માનની લાગણીની અભિવ્યક્ત કરી તેઓના મનોબળને દ્દઢ કરવાના આ અવસરે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં યથા-યોગ્ય યોગદાન આપવા જિલ્લાના પ્રત્યેક નાગરિકોને અપીલ કરવામાં આવે છે.

સંરક્ષણ મંત્રીની સમિતિએ ઇ.સ.૧૯૪૯માં મૂળ ધ્વજ દિનની સ્થાપના કરી હતી. ૧૯૯૩માં ભારતના સંરક્ષણ મંત્રાલયે એકલ સશસ્ત્ર દળોના ફ્લેગ ડે ફંડને લગતું કલ્યાણ ભંડોળ એકત્રિત કર્યું હતું. તે ભંડોળમાં વોર બેરવેડ, વોર ડિસેબલ્ડ અને અન્ય ભૂતપૂર્વ સર્વિસમેન માટે સ્પેશિયલ ફંડ, ફ્લેગ ડે ફંડ, કેન્દ્રીય સૈનિક બોર્ડ ફંડ, ભારતીય ગોરખા એક્સ-સર્વિસમેન વેલ્ફેર ફંડનો  સમાવેશ થાય છે.

આ ફંડ સંગ્રહ સમગ્ર દેશમાં ‘કેન્દ્રીય સૈનિક બોર્ડ’ (કેએસબી)ની સ્થાનિક હથિયારો દ્વારા સંચાલિત થાય છે, જે સંરક્ષણ મંત્રાલયનો ભાગ છે. સ્વયંસંચાલિત સંસ્થાઓ દ્વારા અધિકૃત અને બિન-આધિકારિક માધ્યમો દ્વારા ફંડ સંગ્રહનું આયોજન કરવામાં આવે છે. ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતોના કલ્યાણ કેન્દ્ર તથા રાજ્ય સરકારની કામગીરી કરવામાં આવે છે.

કેન્દ્રમાં કેન્દ્રિય સૈનિક બોર્ડઅને રાજ્યોમાં જીલ્લા સૈનિક બોર્ડ ભૂતપૂર્વ સૈનિકો, સૈનિકોની વિધવાઓ, તેમના આશ્રિતોના પુનર્વસન અને કલ્યાણ યોજનાઓના નીતિ ઘડતર અને અમલીકરણ કરે છે. આ સંદર્ભે કેન્દ્ર સરકારની સહાય માટે, દેશમાં ૩૨ રાજ્ય સૈનિક બોર્ડ અને ૩૯૨ જીલ્લા સૈનિક બોર્ડ કાર્છે. ભૂતપૂર્વ સૈનિકોના પુન:સ્થાપન અને કલ્યાણ માટેની નીતિઓ પર રાજ્યમાં સૈનિક કલ્યાણ વિભાગને સલાહ આપે છે, સૈનિક કલ્યાણ સચિવ અને જિલ્લા સૈન્ય કલ્યાણ અધિકારી પાસેથી અહેવાલો માંગે છે, જે સેવા અને તેમના આશ્રિતોથી અપ્રામાણિત ભૂતપૂર્વ સૈનિક, વિધવાઓ, અપંગ કર્મચારીઓને ફરીથી પુન:વસવાટ કરવા માટેની નીતિઓ અને તેના અમલીકરણ પર કાર્ય કરે છે. જેના માટે રાજ્ય સરકારો દ્વારા ફાળવાયેલા ભંડોળમાંથી અને નાણાંકીય ભંડોળ દ્વારા અમલ કરવામાં આવે છે. આ ફંડનું સંચાલન ભારતના સંરક્ષણ પ્રધાન દ્વારા બનાવવામાં આવેલી મેનેજિંગ કમિટિ દ્વારા કરવામાં આવે છે.

રક્ષામંત્રી રાજનાથસિંહનો  પ્રજાજનોને વિશેષ સંદેશ

ભારત સમય સાથે શક્તિશાળી બની રહ્યું છે. તેમાનું ભારતીય રક્ષામંત્રાલય વિશેષ અંગ છે. રક્ષામંત્રાલય દ્વારા દર વર્ષે  ૭ ડિસેમ્બરના રોજ  સશસ્ત્ર સેના ધ્વજદિવસ ઊજવવામાં આવે છે. અને સૈનિકોના બલિદાનને યાદ કરવામાં આવે છે. સશસ્ત્ર સેના ધ્વજદિવસને અનુલક્ષીને રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા દેશની જનતાને વિશેષ સંદેશ આપવામાં આવ્યો છે.

જે મુજબ  શસ્ત્રધારી જવાનોનું ભારતીયજનોના હદયમાં વિશેષ સ્થાન છે. ૭ ડિસેમ્બરના રોજ ઉજવાતા સશસ્ત્ર સેના ધ્વજદિવસ પર દરેક દેશવાસી પર વીર શહિદો અને કાર્યરત જવાનોને તેના સર્વોચ બલિદાન પર સન્માન સાથે સલામી આપે છે. ગત વર્ષે સૈનિકોના કલ્યાણ માટે દેશવાસીઓ દ્વારા ૪૪ કરોડથી પણ વધુ રકમ એકત્રીત કરવામાં આવી હતી. આ રકમનો ઉપયોગ શહીદના આશ્રીતો અને વિકલાંગ સૈનિકોના પુર્નઉત્થાન માટે કરવામાં આવ્યો હતો. હું આશા રાખું છું કે, દેશનો દરેક નાગરિક સૈનિેકોના બલિદાનને માન આપીને ઉદારતાપૂર્વક દાન કરીને યોગદાન આપે.

વાયુ સેનાના અઘ્યક્ષ એર ચીફ માર્શલ આર.કે .એસ.ભડુરીયાએ કેન્દ્રીય સૈનિક બોર્ડ સચિવાલયને સશસ્ત્ર સેના ધ્વજદિવસ પર શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ સૈનિકોના આશ્રિતો માટે બનતી તમામ મદદ કરવા માટે અમે કટિબધ્ધ છીએ. તેમના અમુલ્ય યોગદાન બદલ અમે કૃતજ્ઞ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.