Abtak Media Google News

રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય: શિક્ષણ મંત્રી જીતુભાઇ વાધાણી દ્વારા જાહેરાત

ચોમાસાની સીઝનમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીમાં શાળા-કોલેજો ચાલુ રાખવી કે બંધ તે અંગે નિર્ણય લેવાની સત્તા રાજય સરકાર દ્વારા શહેર કે જીલ્લાના સક્ષમ અધિકારીને આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા આ અંગે પરામર્શ કરાયા બાદ શિક્ષણમંત્રી જીતુભાઇ વાધાણી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન ભાર વરસાદની આગાહીના પગલે આજે રાજયના ચાર જીલ્લાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું છે.

Advertisement

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં વરસાદી વાતાવરણને કારણે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા, કોલેજ કે અન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે કે, સ્થાનિક વરસાદી સ્થિતિ અનુરૂપ શૈક્ષણિક કાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ સત્તાધિકારી એટલે કે સ્થાનિક વહીવટી તંત્ર યોગ્ય નિર્ણય લઈ શકશે.

મંત્રી વાઘાણીએ ઉમેર્યું કે, વરસાદી વાતાવરણની સ્થિતિમાં શિક્ષણ કાર્ય ચાલુ/બંધ રાખવા બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે કરેલ પરામર્ષ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વરસાદી વાતાવરણમાં સ્થાનિક સ્થિતિ અનુરૂપ સરકારી/ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ/કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં યથાસ્થિતિ જિલ્લા/શહેર સ્તરે કલેકટર, મ્યુનિ.કમિશ્નર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સબંધિત જિલ્લા/શહેરના સ્થાનિક વહીવટીતંત્રના પરામર્ષમાં કોઈ ચોક્કસ વિસ્તાર અથવા જિલ્લા/શહેરના તમામ વિસ્તાર માટે સબંધીતો સાથે પરામર્શ કરી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ/બંધ રાખવા/પૂન: શરૂ કરવા અંગે જરૂરી નિર્ણય લઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.