Abtak Media Google News

રાણાવાવની સૌરાષ્ટ્ર સીમેન્ટ ફેકટરી સામે પુન:સ્થાપિત કરવાની કર્મચારીની માંગ ફગાવતી જુનાગઢ કોર્ટ

શહેર સૌરાષ્ટ્ર સીમેન્ટ રાણાવાવ ખાતે ડેપ્યુટી મેનેજર પર્ચેઝ તરીકે ફરજ બજાવતા શૈલેષ નગીનદાસ શાહ દ્વારા તેઓને છુટા કરવાના પગલાને પડકારતા મજુર અદાલત જુનાગઢ સમક્ષ પુન: સ્થાપિત થવા પડકાયું હતું.

Advertisement

સંસ્થા તરફે ધારાશાસ્ત્રી એસ.બી. ગોગીયા મારફત એવી રજુઆત કરેલી કે શૈલેષ શાહનો હોદો તેમજ પગાર જોતા ઔઘોગિક ધારાની કલમ ર (એસ) પ્રમાણે કામદારની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી. જેથી ઔઘોગિક વિવાદધારાની કોઇપણ જોગવાઇઓ લાગુ પડતી નથી.

સર્વિસની જરુરીયાત ન રહેતા નીમણુંક પત્રની શરત ૪ મુજબ છુટા કરવામાં આવેલ તેમજ છુટા કરતા સમયે હકક, હિસ્સો આપતા અરજદારે તેનો અસ્વીકાર કરેલ અને બાદમાં લેબર કમીશ્નર શ્રી સમક્ષ હકક, હિસ્સો તેમજ ગ્રેચ્યુટીની કુલ રકમ ‚રૂ ૩,૮૮,૧૦૦/- સ્વીબમી લીધેલી જેથી અરજદારને છુટા કરવાનો હુકમ યોગ્ય અને કાયદેસર હોય અરજદારનો કેસ રદ કરવા રજુઆત કરેલ. બંને પક્ષોની રજુઆતો તેમજ કેસમાં પડેલ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા તેમજ રજુ થયેલ વિવિધ વડી અદાલતોના ચુકાદાઓ ઘ્યાને લીધા બાદ જુનાગઢ શ્રમ અદાલન નં.ર ના પ્રમુખ અધિકારી દ્વારા મેનેજરીયલ કે એડમીસ્ટ્રેટીવ કેપેસીટીમાં કામ કરતા હોય અરજદારને ઔઘોગિક તકરાર અધિનિયમ કલમ ર (એસ) મુજબ કામદારમાં સમાવેશ થતો ન હોય અરજદારનો કેસ આથી નામંજુર કરતો હુકમ કરેલો છે.  આ કેસમાં સૌરાષ્ટ્ર સીમેન્ટ રાણાવાવ તરફે ધારાશાસ્ત્રી અનીલ ગોગીયા, પ્રકાશ ગોગીયા, સીન્ધુબેન ગોગીયા રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.