Abtak Media Google News

રાજકોટ શહેર ભાજપ દ્વારા વિધાનસભા-૬૯ બેઠકનું વિચારગોષ્ઠી સંમલન યોજાયું

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના અઘ્યક્ષસ્થાને યોજાયેલ વિધાનસભા-૬૯ બેઠકમાં બુથવાલી ઇન્ચાર્જ, સહઇન્ચાર્જ, ના વિચારગોષ્ઠી સંમેલનમાં કાર્યકર્તાઓને ૬૯-વિધાનસભા બેઠકના ધારાસભ્ય  અને રાજયના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અષાઢી બીજની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આપણો દેશ વિકાસના પરમ શીખર સર કરે એ સ્વપ્ન થાય અને આપણે વધુને વધુ સમય માટે ફાળવીએ વધુમાં વિજયભાઇ રૂપાણીએ ઉ૫સ્થિત કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે તમોને ચુંટણી પછી મળવાના મને અદમ્ય ઇચ્છા હતી આજે આ સંગઠનના કાયક્રમમાં કાર્યકર્તાઓને મળવાનો વિશેષ આનંદ થયેલ છે. કાર્યકર્તાઓના બળ, પરિશ્રમ અને પુરૂષાર્થના પરિણામો આજે હું  મુખ્યમંત્રી બનેલ છું અને જવાબદારી મળેલ છે આ પદ હોદો કે પ્રનિષ્ઠા નથી પરંતુ પડકારો ઝીલીને કામ કરવાની વ્યવસ્થા છે. ભાજપનો કાર્યકર્તા કોઇ વ્યકિત માટે નહી પણ પક્ષ માટે કામ કરતો હોય છે. કાર્યકર્તાઓના ત્યાગ, સમર્પણ અને બલીદાનના કારણે ભાજપ વ્યાપક સ્વરુપમાં ઉભો છે. કાર્યકર્તાઓ ભાવના, શ્રઘ્ધા અને એક સ્વપ્ન સાથે પાર્ટી માટે કામ કરે છે. કમળ જીતવું જોઇએ સંગઠનની તાકાતને કારણે આપણી એસેટ ઉભી થઇ છે.

Advertisement

10 10વધુમાં વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે આ ૬૯-વિધાનસભા, રાજકોટ બેઠક ભાજપનો ગઢ છે. નાણાની લડાઇમાં માણસ જીતે છે તે તમે સાબીત કરી બતાવેલ છે તમે પ્રબળ પુરૂષાર્થ કરીને મને પ૪ હજારની જંગી લીડથી જીતાડેલ છે. પક્ષની વિચારધારા મુજબ શાસન થાય તે મારી જવાબદારી છે. આપણામાં નિષ્ઠા, ઇમાનદારી, તપ હોય, પક્ષ તથા કાર્યકર્તાઓનો ભરોસો હોય અને લોકોના વિશ્વાસથી કામ કરીએ તો કોઇ કામ અશકય નથી. આપણી રાજય સરકાર પાયાના ચાર સ્તંભ પર કામગીરી કરી રહી છે.

પ્રજાનું પ્રમાણિકપણે આ અને પારદર્શક કામ થાય એ રીતે આપણે ઇમાનદારીથી કામ કરીએ છીએ. ગુજરાતનો એક માત્ર વિકાસ એ અમારો લક્ષ્ય છે. રાજયમાંથી ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચાર દુર થાય એ  દિશામાં રાજય અને કેન્દ્ર સરકાર કામ કરે છે. હું કોમન સામાન્ય માણસ છું. ગુજરાતનો નાથ નહી દાસ છું એ માનસિકતાથી કામ કરીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.