Abtak Media Google News

ધારાસભ્ય કે.સી. રાઠોડની આગેવાનીમાં ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

ગીરગઢડાના ધોકડવાના એક પરિવારે ગીરગઢડા પોલીસમાં આપેલી અરજી મુજબ તેમની પુત્રી અમદાવાદ ખાતે નોકરી કરતી હોય ગત 23 જાન્યુ.નાં ઉના આવવા માટે અમદાવાદથી એસટીમાં બેઠી હતી. અને ઘરે ન પહોંચતા એસટી ડેપો મારફત કંડક્ટરને જાણ કરી હતી. અને જાણવા મળ્યું હતું કે, એક પુરૂષ મુસાફરે કહ્યું હતું કે, નહેરૂનગર બસ સ્ટોપ પરથી એક મુસાફર આવશે. આ બંને સીટ અમદાવાદથી ઊના સુધીની રીઝર્વેશન હતી. પરંતુ બંને ભાવનગર ડેપોમાં ઉતરી ગયાનું જાણવા મળ્યું હતું.

Screenshot 2 50

પરિવારે ફોન પર સંપર્ક કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો. અને ટૂકોલર મારફત તપાસ કરતા આ નંબર સોહીલ દીલાવરખા લીંગારીનો હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સ મુળ ધોકડવાનો અને હાલ ઓડીસ્સામાં સીઆરપીએફમાં નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં યુવકના પિતાને બોલાવી પૂછપરછ કરી હતી. અને તેમણે કહ્યું હતુ કે રજા મળવાની હતી તે આવ્યો નથી. અને તપાસ બાદ સોહીલ આશરે એક માસની રજા લઈ નિકળી ગયો હોવાનું બહાર આવ્યું હતું. અને આ શખ્સના પિતાએ ખાતરી આપી હતી કે, અમે તમારી પુત્રીને 24 કલાકમાં જ રજૂ કરી આપીશું. બાદમાં આ બંનેએ ટિકીટ સુરતથી એક મિત્ર પાસેથી બૂક કરાવી હોવાનું જાણવા મળ્યું હતું.

બાદમાં જે શખ્સે બુક કરાવી હતી તેમને પણ સંપર્ક કરી આપવા જણાવ્યું હતું. બાદમાં વિજય નામના શખ્સે કહ્યું હતું કે, મને 24 જાન્યુ.ના રોજ તેમનો ફોન આવ્યો હતો. સુરત બસ સ્ટેશન ખાતે તેમને લેવા માટે બોલાવ્યો હતો. અને હું મળવા ગયો હતો. બંનેને સમજાવી અલગ થવા માટે પણ કહ્યું હતું. બાદમાં વધુ જાણકારી ન હોવાનું જણાવતા આ શખ્સ વિરૂદ્ધ પોલીસમાં કાર્યવાહી કરવા અરજી અપાઈ છે. યુવતીને ભગાડી જનાર શખ્સ પરિણીત છે અને તેમની પત્ની ધોકડવા ગામે જ રહે છે. અને આ શખ્સે અન્ય મિત્રોની મદદથી આ યુવતીને ભગાડી હોવાનું પરિવારે જણાવ્યું હતું..

તેને લય હિન્દુ સમાજ સંગઠનો દ્વારા એલાન ને લય ધોકડવા આજે સજ્જડ બંધ જોવા મળ્યું  અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ઉના ધારાસભ્ય કે.સી. રાઠોડના અધ્યક્ષ સ્થાને ડાયાભાઈ જાલૌધરા  સહિતના આગેવાનો તેમજ હિંન્દુ યુવા સંગઠન ઉના દ્વારા લવ જીહાદના વિરોધમાં ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.