Abtak Media Google News

કડી તાલુકાના મેળાદરજ પાસે આવેલ નાયરા કંપનીના પેટ્રોલ પંપ ઉપર અલ્ટો ગાડી આવી પહોંચી હતી અને 2800 નું પેટ્રોલ પુરાવીને પૈસા આપ્યા વગર જ દોડાવી મૂકી હતી જ્યાં હાજર પેટ્રોલ ઉપર કર્મચારીએ પેટ્રોલ ના પૈસા લેવા જતા ગાડી ચાલે કે તે ગાડી ભગાવી મૂકી હતી અને કર્મચારીએ ગાડીમાં બેઠેલ ઈસમનો કોલર પકડીને ઊભું રાખવાનું કહેતાં ગાડી ચાલકે 80 મીટર સુધી ઢસેડ્યો હતો જ્યાં કર્મચારીને પગે તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી અને તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થતા બાવનું પોલીસે ફરિયાદ નોધી ને કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના ગામના ફૂલેત્રા વતની મહેશ ઠાકોર કે પોતે ગામની અંદર રહે છે અને કડી તાલુકાના મેડા આદરજ હાઇવે ઉપર આવેલ નાયરા કંપનીના પેટ્રોલ પંપ ઉપર નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે જે દરમિયાન તેઓ પેટ્રોલ પંપ ઉપર આવતા વાહનોમા પેટ્રોલ પુરવાનું કામકાજ કરી રહ્યો છે જે દરમિયાન તેઓ રાબેતા મુજબ પોતાની નોકરી પેટ્રોલ પંપ ઉપર હોય તેઓ સમયસર પેટ્રોલ પંપ ઉપર નોકરી કરવા માટે આવી પહોંચ્યા હતા અને તેમની સાથે અજય સાથી કર્મચારી તરીકે નોકરી કરી રહ્યો છે જે દરમિયાન બંને કર્મચારીઓ પેટ્રોલ પંપની ઓફિસ ઉપર હાજર હતા જે દરમિયાન એક અલ્ટો ગાડી પેટ્રોલ પુરાવા માટે આવી પહોંચી હતી જ્યાં મહેશ ગાડીમાં પેટ્રોલ પુરવા માટે ગયો હતો

દરમિયાન ગાડીમાં ચાર જેટલા ઈસમો બેઠા હતા અને 2800 નું પેટ્રોલ પુરી દો તેવું કહેતા મહેશે રૂપિયા 2800 નું પેટ્રોલ ભરી દીધું હતું અને મહેશ પેટ્રોલ ભરીને ડેકી બંધ કરીને પૈસા લેવા માટે જતા ગાડી ચાલકે ગાડી સ્પીડમાં દોળાવી મૂકી હતી જ્યાં મહેશ એ અંદર બેઠેલ ઈસમનો કોલર પકડીને ઊભું રાખવાનું કહેતા ગાડી ચાલે કે ફૂલ ઝડપે ગાડી દોડાવે મૂકી હતી જ્યાં મહેશ 80 મીટર સુધી ઢસેડ્યો હતો અને ગાડી ચાલક ફરાર થઈ ગયા હતા

જ્યાં હાજર કર્મચારી અજય પણ ત્યાં આગળ આવી પહોંચ્યો હતો અને મહેશને ઇજાઓ પહોંચી હતી જ્યાં તેમના માલિકને ફોન કરીને સમગ્ર મામલે જાણકારી આપી હતી અને પેટ્રોલ પંપ ના માલિક સ્મિથ પટેલ પણ ત્યાં આગળ આવી પહોંચ્યા હતા અને હાજર કર્મચારી મહેશ ઠાકોરને ઇજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બાવલુ પોલીસે ફરિયાદ નોંધી હતી અને કાર્યવાહી કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.