સ્પેસ લોન્ચીંગ સેન્ટરના લોકોની વિવશતા !

સ્પેસ રીસર્ચ સેન્ટરની આસપાસ રહેતા સાત હજાર જેટલા માછીમારોના બાળકો માટે સ્કુલ ન હોય બાળકોને સ્કુલે જવા દરરોજ બોટમાં બે કલાક દરિયાઈ મુસાફરી કરવી પડે છે

ઇસરોએ તાજેતરમાં જયાંથી પોતાના ‘ચંદ્રયાન-ર’ને ચંદ્ર મોકલ્યુ હતું કે લાખનું સ્પેશ લોન્ચીંગ સેન્ટર શ્રી હરિકોટા જગવિખ્યાન છે. આંધ્રપ્રદેશના કિનારા પાસે બંગાળની ખાડીમાં આવેલા એક નાના ટાપુ એવા શ્રી હરિકોટામાં સ્પેશ સેન્ટરની આસપાસ ત્રણ હજાર જેટલા લોકો વર્સે છે શ્રીહરિકોટામાં સ્કુલ ન હોવાથી અહીંના નાગરીકોના બાળકોને સ્કુલે જવા માટે જાતે બોટ ચલાવીને બે કલાક દરિયામાં મુસાફરી કરવી પડે છે. તેમ છતાં આ ધરતીનો પ્રભાવ ગણો કે સ્પેશ સેન્ટર પ્રત્યેનું ગૌરવ ગણે આવી વિષય પરિસ્થિતિઓ છતાં આ વિઘાર્થીઓમાં ભણતરનું અનોખું ઝનુન જોવા મળી રહ્યું છે.

શ્રી હરિ કોટાના આવેલા સતીષ ધવન સ્પેશ સેન્ટરની આસપાસ અનેક માછીમાર પરિવારો વસવાટ કરે છે. આશરે ત્રણેક છ હજારની વસ્તીવાળો આ માછીમાર વિસ્તારમાં કોઇપણ સ્કુલ આવેલી નથી. જેથી સ્પેશ સેન્ટરમાંથી પ્રેરણા લઇને વૈજ્ઞાનિક અને અવકાશયાત્રી બનવાનું સ્વપ્ન સાકાર કરવા દરરોજ સવારે બોટ દ્વારા દરિયામાં બે કલાક સુધી મુસફરી કરવી પડે છે. આ બાકળોને નજીકના ટાપુ વેનાડુ અને ભીમુની વરીયાળેમમાં આવેલી સરકારી સ્કુલોમાં અભ્યાસ કરવા જવુ પડે છે. ઘણી વખત કોઇ કારણોસર બોટ બંધ થઇ જાય તો બાળકોને બોટ ચાલુ કરાવવામાં મદદ કે ધકકા પણ મારવા પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.