Abtak Media Google News

આપણા માંથી મોટાભાગના લોકોને એવું લાગે છે કે જેટલું વધારે પરફ્યૂમ લગાવીએ એટલા લાંબા સમય સુધી સુગંધ રહેશે. પરંતુ એવું નથી. પરફ્યૂમની સુગંધની ક્વોન્ટિટી પર કોઇ લેવાદેવા નથી. પરફ્યૂમ લગાવવાના કેટલાક ખાસ નિયમ હોય છે. સામાન્ય રીતે આપણને એના વિશે ખબર હોતી જ નથી. જેના કારણે પરફ્યૂમ લગાવ્યા પછી જ થોડાક સમયમાં સુગંધ ફીકી પડી જાય છે. જો તમે પણ દરરોજ આવી પરિસ્થિતિનો સામનો કરો છો તો તમને પરફ્યૂમ લગાવવાની સાચી રીત ખબર હોવી જોઇએ. આ ટીપ્સને ધ્યાનમાં રાખીને પરફ્યૂમ લગાવશો તો તેની સુગંધ લાંબા સમય સુધી ટકી રહેશે.

૧. જે જગ્યાએ ભેજ ના આવતો હોય તેમજ ભીનું ના હોય તેવી જગ્યાએ પરફ્યૂમ મૂકો. જો તમે ઇચ્છો છો કે તમારા પરફ્યૂમની સુગંધ લાંબા સમય સુધી ટકી રહે તો તેને ભૂલથી પણ બાથરૂમમાં મૂકશો નહીં. ભેજ અને ગરમી બંને સુગંધને હલ્કી કરે છે. પરફ્યૂમને સૂકી અને ઠંડી જગ્યામાં રાખો. ૨. જો તમારી સ્કીન ડ્રાઇ છે તો તમારું બોડી પરફ્યૂમ લાંબા સમય સુધી ટકશે નહીં. એવામાં બોડી પરફ્યૂમ લગાવતા પહેલા મોઇશ્ચરાઇધર લગાવવું સારું રહેશે. તમે ઇચ્છો તો પેટ્રોલિયમ જેલીનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ પરફ્યૂમ લગાવવાની સુગંધ લાંબા સમય સુધી રહેશે.૩. પરફ્યૂમ વગાવ્યા પછી કેટલાક લોકો તેને ઘસે છે. એવું કરવાથી પરફ્યૂમને સુગંધ થોડાક સમયમાં જ ગૂમ થઇ જાય છે.

૪. આખા શરીરમાં પરફ્યૂમ લગાવ્યા કરતાં તમે શરીરના એ ભાગનો ઉપયોગ કરો જે સરખામણીએ ગરમ રહે છે. ખાસ કરીને હથેળી, કોણીની અંદરનો ભાગ, કાનની પાછળ અને ગરદન પર તેનો ઉપયોગ કરો. ૫. જો તમે ઇચ્છો છો કે તમારું પરફ્યૂમની સુગંધ લાંબા સમય સુધી ટકી રહે તો ભૂલથી ક્વોલિટી ખરાબ પસંદ કરશો નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.