Abtak Media Google News

સ્પુટનિક V ના નિર્માણ માટે રશિયાનો ભારત પર સવિશેષ ભરોસો: make in india ને મળી વિશ્વ મંચ પર “ઈજ્જત”

વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં સ્થાન ધરાવતા ભારત ૨૧મી સદીમાં વિશ્વનું પ્રતિનિધિત્વ કરવા પૂરેપૂરું સમર્થ હશે તેવા વિશ્વ ના તજજ્ઞ મહાનુભાવોએ વ્યકત કરેલી આગાહી હવે અક્ષરસ પુરવાર થતી હોય તેમ ભારતની ક્ષમતા સાથે સાથે તેની વિશ્વસનીયતા નો માત્ર સ્વીકાર નહીં પરંતુ તેની પર વિશ્વાસ મૂકીને વિશ્વની કહેવાતી મહાસત્તાઓ પણ પોતાની લક્ષ્ય સિદ્ધિ માટે ભારતના સહકાર વગર સિદ્ધિ ન હોવાનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વીકાર કરતા થયા છે

Advertisement

છેલ્લા કેટલાક સમયથી અમેરિકાએ ભારત સાથેના સંબંધોમાં જે રીતે મૈત્રી ભાવ અપનાવ્યો છે આ જ રીતે વિશ્વના મોટાભાગના દેશો પોતાની ઉપલબ્ધિઓ ને સાકાર કરવા માટે ભારતના સહયોગ ની ઝંખના કરતા થયા છે અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી થી સમગ્ર તબીબી જગત, વિજ્ઞાન જગત અને આમ કહેવા જઈએ તો માનવજાત ફફડી રહી છે અત્યાર સુધી કોરોનાનો કોઈ ઈલાજ શોધાયો નથી કોરોના વિરોધી રસી જગત માટે આવશ્યક બની છે ત્યારે રશિયાના વૈજ્ઞાનિકોએ કોરોનો ને કાબૂમાં રાખતી સ્પુટનિક વી નિર્માણ કર્યું છે રશિયાના વૈજ્ઞાનિકોએ વિશ્વ માં પ્રથમ આ પ્રકારની રસી શોધવાનું યશ મેળવ્યો છે  ત્યારે સમગ્ર વિશ્વ માટે આવશ્યક એવી સ્પુટનિક દ કોરોના મહામારી ના આ ભયંકર ઉપદ્રવ વખતે સમગ્ર વિશ્વમાં તેની મોટા પ્રમાણમાં માંગ હોય તે સ્વાભાવિક છે વળી માનવ જાતના હિત માં આ રસી નું યોગ્ય રીતે તમામ દેશોમાં વિતરણ થાય તેની નકલ કે કાળા બજાર ન થાય તે માટે એક પ્રતિબદ્ધ નેટવર્કની જરૂરિયાત ઊભી થાય તે સ્વાભાવિક છે, આવા સંજોગોમાં રશિયાએ વિશ્વ ભરના દેશોને કરેલી અપીલ માં ભારતે માનવ જાતના રક્ષણ માટે જરૂરી એવી આ રસીના  ઉત્પાદન અને વિતરણ મ કોઈપણ પ્રકારની રાજદ્વારી કે વેપારી હિતની ખેવના કર્યા વગર રશિયાના આ અભિયાનને ખૂબ જ સારો પ્રતિભાવ આપ્યો છે રશિયાએ પણ ભારતની આ સહકારની ભાવના અને નિસ્વાર્થ ભાગીદારી ને ઉમદા ગણાવી જણાવ્યું હતું કે ભારત એકમાત્ર એવો દેશ છે કે જેણે રશિયાની આ ઉપલબ્ધિ સામે જગતના કેટલાક દેશો ની જેમ વાંધા-વચકા કાઢ્યા વગર સ્પુટનિક વી ની ગુણવત્તા અને તેની ઉપલબ્ધિ ને સરાહીને સહકારની બિનશરતી જાહેરાત કરી છે ભારતના આ વલણ થી રસિયા માત્ર પ્રભાવિત જ નહીં પરંતુ ઋણી રહેશે રશિયાએ સ્પુટનિક વી ના નિર્માણ માટે પસંદ કરાયેલા દેશોમાં ભારતનો સૌથી વધુ અગ્રતા આપી છે ભારતમાં કવિ નું નિર્માણ કરવા માટે રશિયાએ રાજદ્વારી અને ઉપયોગી સ્તરે વાટાઘાટો શરૂ કરીને સ્પુટનિક વી ના નિર્માણ માટે ભારતને જવાબદારી સોંપવા માટે તત્પરતા દર્શાવી છે વિશાળ જનસંખ્યા ધરાવતા ભારતની જરૂરીયાતો અને તેની ઉદ્યોગી ક્ષમતાના કારણે દુનિયાની કુલ જરૂરિયાતનો ૬૦ ટકાથી વધુ હિસ્સો ભારતમાં નિર્માણ પામશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતને ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બનાવવા માટે આત્મનિર્ભર ભારત નો જે ક્ધસેપ્ટ અમલમાં મૂક્યો છે તેનો વિશ્વના અનેક મિત્ર રાષ્ટ્રો એ ઉમળકાભેર આવકાર આપીને ભારતની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે પોતાના સહયોગની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે હવે આ આત્મનિર્ભર ભારત ના ક્ધસેપ્ટ પર રશિયાએ સંપૂર્ણપણે વિશ્વાસ મૂકીને સ્પુટનિક દના નિર્માણ માટે ભારત પાસે સહકારની જે અપેક્ષા રાખી છે તે ખરેખર ભારત વર્ષ માટે એક ગૌરવની બાબત છે ૨૧મી સદીના વિશ્વમાં ભારત વિશ્વ માટે પ્રેરક આગેવાન બની રહેશે તે હવે અનેક ક્ષેત્રોમાં સિદ્ધ થતું જાય છે રશિયા અને ભારત દાયકાઓથી બિનવિવાદાસ્પદ મૈત્રી જાળવી રાખનારા દેશો તરીકે હંમેશા સહકાર માટે પરસ્પર નો સાથ આપતા રહ્યા છે ભારત પર આવી પડેલી યુદ્ધની પરિસ્થિતિ હોય કે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સંઘ માં કાયમી સભ્યપદ ની વાત હોય રશિયાના સત્તાવાળાઓએ ભારતને હંમેશાં પોતાનો મિત્ર રાષ્ટ્ર બન્યું છે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના આ સમયગાળામાં ભારતનો મૈત્રી વ્યવહાર વિશ્વના તમામ ભૂખંડો માં ફેલાઈ રહ્યો છે ત્યારે અમેરિકા સાથેના સારા સંબંધો ના આ યુગમાં પણ રશિયાએ શત્રુનો મિત્ર શત્રુ ગણવાના અભિગમને એક બાજુ મુકીને ભારતને પોતાનો પ્રથમ ક્રમનો મિત્ર ગણી વધશે સ્પુટનિક દ રસી ના નિર્માણ માટે ભારતે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે તેની સામે રશિયાએ ભારત ઉપર જે વિશ્વાસ મુક્યો છે તે ખરેખર ભારતને વિશ્વ ગુરુ ની ઈજ્જત બક્ષનાર ગણી શકાય.

જે રીતે દિન-પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે અને લોકોમાં તેના કારણે ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે તેવા સમયમાં સ્પુટનિક રસી કોરોના સામે લડવા કારગત નિવડી શકે તેવા સમાચાર મળતા આનંદો જોવા મળી રહ્યો છે તેમાં પણ ખાસ આ રસી ટુંક સમયમાં ભારતને મળી જશે તેવી તૈયારી રશિયાએ બતાવી હતી અને ત્યારબાદ તાજેતરમાં જ રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે સપ્ટેમ્બર માસના અંત સુધીમાં સ્પુટનિક રસી ભારતમાં પહોંચી જશે. ઉલ્લેખનીય બાબત છે કે રસી મળ્યા બાદ પ્રથમ તેનું પરીક્ષણ કરવામાં આવશે કે આ રસી ખરાઅર્થમાં કોરોના સામે લડવા કારગત નિવડશે કે કેમ ? પરંતુ રશિયન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ ફંડના સીઈઓ કિરીલ દિમીત્રીવના જણાવ્યા અનુસાર આ માસના અંત સુધીમાં સાઉદી અરેબીયા સંયુકત આરબ અમીરાત (યુએઈ) ફિલિપાઈન્સ, ભારત અને બ્રાઝિલમાં આ મહિનાના અંત સુધીમાં કિલિનીકલ ટ્રાયલ શરૂ થઈ જશે. જો પરીક્ષણમાં સ્પુટનિક સફળ રહ્યું તો કહી શકાય કે ટુંક સમયમાં કોરોનાનો અંત આવશે અને લોકો ભયમુકત બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.