Abtak Media Google News

ફૂડ પ્રોસેસીંગ  ઈન્ડસ્ટ્રી મૂળભૂત જરૂરિયાતનો ભાગ ભજવે છે

લોકડાઉન રો-મટીરીયલ્સના ટ્રાન્સપોર્ટેશનમાં થોડી મુશ્કેલી  ઉભી થઈ પરંતુ ધંધા પર  કોઈ ‘અસર જોવા મળી નથી

કોરોના કાળમાં આજે જ્યારે ઘણા બધા ધંધાઓ મંદગતિમાં જોવા મળી રહ્યા છે ત્યારે ખાદ્ય ઉદ્યોગ પર કોઈ અસર જોવા મળી નથી કારણકે એગ્રીકલ્ચરલ ફૂડ પ્રોડકટ્સ એ જીવન જરૂરિયાત ગણાવી છે ત્યારે જે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ હોય છે એમને રો મટીરીયલ ના ટ્રાન્સપોર્ટેશન થોડી મુશ્કેલી જોવા મળી હતી પરંતુ તેમના ધંધા પર કોઈ અસર પડ્યો નથી.

Advertisement

પ્રોસેસિંગ પ્લાંટ્સ અને પ્રોસેસિંગ યુનિટ ઇન્હાઉસ પ્રોડકશન થતું હોય છે

કોરોના ને કારણે ફૂડ પ્રોસેસિંગ વ્યવસાય પર કોઈ અસર નહીં: શબ્બીરભાઇ

Vlcsnap 2021 05 27 09H04M48S940 શબ્બીર ભાઈ પરફેક્ટ ટેકનોલોજીના મેનેજિંગ ડિરેક્ટર પ્રોસેસિંગ ફૂડ ની કઈ રીતના કામગીરી હોય છે તેના પર પ્રકાશ પાડતા કહે છે કે રો મટીરીયલ બહારથી મંગાવી ને પછી જ ફૂડ પ્રોસેસિંગ ની કામગીરી પર હાથ ધરવાના હોય છે જ્યારે આના લગતા બધા જ પ્રોસેસિંગ પ્લાંટ્સ અને પ્રોસેસિંગ યુનિટ ઇન્હાઉસ પ્રોડકશન થતું હોય છે, એમાં એગ્રીકલ્ચર મશીન બનતા હોય છે જેમકે વી.એમ.સી અને સી.એ.નસી મશીન, આ મશીનનો ઉપયોગ કરીને રો મટીરીયલ માંથી ફીનીશ્ડ ગુડ્સ ની પ્રોસેસ અહીં થાય છે.

વધુમાં જણાવે છે કે કોરોના ના કપરા સમયમાં જ્યારે બીજા ધંધાઓ ઠપ હતા ત્યારે એગ્રીકલ્ચર ને લઈને ફૂડ પ્રોસેસિંગ જે  ધંધો છે એમાં કોઈ ડાઉનફોલ જોવા નથી મળ્યો કારણ કે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી છે જે મૂળભૂત જરૂરિયાત નો ભાગ ભજવે છે. સાથે એમ પણ જણાવે છે કે કંપ્લીટ લોકડાઉન સમય દરમિયાન તેમને રો મટીરીયલ ટ્રાન્સપોર્ટેશન માં સમસ્યારૂપ બન્યું હતું. કોરોના ની થર્ડવેવ ને લઈને આવનારા સમયમાં તેમનું કહેવું છે કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ એ જીવન જરૂરિયાત વસ્તુ છે તો એની ઉપલબ્ધિ કોઈ પણ ચિંતા કર્યા વગર હશે જ.

કારણ કે સેક્ધડ વેબ હોય કે થર્ડ વેબ હોય ફૂડ પ્રોસેસિંગ ની કામગીરી તો એ જ રીતના હાથ ધરશે. પરફેક્ટ ટેકનોલોજીના ફૂડ પ્રોસેસિંગ યુનિટ જે છે એ નેશનલ તથા ઇન્ટરનેશનલ લેવલ પર કામગીરી કરે  છે. પરફેક્ટ ટેકનોલોજીના ફૂડ પ્રોસેસિંગ યુનિટ ભારતમાં મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન અને અન્ય એવા રાજ્યોમાં છે. ઇન્ટરનેશનલ લેવલ પર યુક્રેન, આફ્રિકા, ઈન્ડોનેશિયા, સુદાન અને ઘણી બધી જગ્યાએ  પ્રોસેસિંગ યુનિટસ આવેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.