Abtak Media Google News

પોરબંદરનાં પ્રખ્યાત જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ ડો.હિતેષ મોઢા જણાવે છે કે જેનું નામ સાંભળતા ભલભલા અડીખમ જાતકો પણ એક વખત તો હલબલી જાય છે.  તે ગ્રહ રાહુ દિનાંક,   30 ઓકટોબર 2023 ના રોજ  સાંજે 4 વાગ્યે ને 37 મિનિટે,   મીન રાશિમાં પ્રવેશ કરશે,  આ રાહુ ભ્રમણ  સમગ્ર આ સંસારના તમામ ક્ષેત્રે, તથા  જીવનમાં ઘણા બધા તબક્કે નિર્ણાયક નીવડે છે,  જડ-ચેતન પદાર્થો પર પ્રભાવી હોય છે.

Advertisement

પૌરાણિક જ્યોતિષ  એવમ  શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર  મહર્ષિ કશ્યપ અને તેની પત્ની દનુ નો પુત્ર  વિપ્રચિતિના વિવાહ હિરણ્યકશિપુની બહેન સિંહિકા સાથે થાય છે, તેના પુત્રનું સિંહિકેય દાનવ,  દેવનો વેશ ધારણ કરી દેવોની સભામાં બીરાજમાન થયો હતો… અમૃત મંથન સમયે અમૃત વિતરણ સમયે આ સિંહિકા પુત્ર સિંહિકેય અમૃતનો ઘૂંટડો પીવા જાય કે રાજા સૂર્ય અને રાણી ચંદ્રએ ભગવાન વિષ્ણુને દિવ્ય શક્તિ દ્વારા જાણ કરી, શ્રી વિષ્ણુ ભગવાન પ્રગટ થઈને સુદર્શન-ચક્રથી આ દાનવ નું મસ્તક ધડથી અલગ કરી નાખે છે… બંનેને અલગ અલગ વિરુધ્ધ દિશામાં ફેંકી દે છે.  કંઠ સુધી અમૃત હોવાથી મસ્તક અમર થઈ જાય છે. અને તે રાહુ  નામે ઓળખાય છે, વાર્તા પ્રતિકાત્મક હોય શકે, પણ તેની અંદર રહેલ બોધ તથા તથ્ય-સત્ય આજે એટલું જ લાગુ પડે છે. રાહુ ડીસેપ્શન, કોન્સ્પિરસી યાને છળ-કપટ, માયાવી માહોલ, અને અભિનય અને સ્થિરતા-અસ્થિરતાનો જ કારક મનાય છે,  તેમ જ પંચમ સ્થાનમાં રહેલ રાહુ. તથા અષ્ટમ સ્થાન પર રહેલા રાહુ જીનેટીક પેટર્ન તથા પૈતૃક-આનુવંશિકતાનું પણ  પ્રતિનિધિત્વ કરે છે… આયુર્વેદ-જ્યોતિષ અનુસાર બે પ્રકારના વંધ્યત્વ માટે આ સ્થાનનો આંશિક રીતે જવાબદાર મનાય છે…

પં. ડો હિતેષ મોઢા વિશેષ જણાવતા કહે છે કે  ધુમ્ર વાયુ તત્વનો આ છાયા ગ્રહ અતિ ક્રૂર છે.  મીન રાશિનું નૈસર્ગિક કુંડલી અનુસાર કાળ-પુરુષના દેહ શરીરના  પગનું છે,  દ્વાદેશ સ્થાન પરથી  રાહુ પસાર થતો હોવાથી તેનું સીધુ કાર્ય ક્ષેત્ર જાતકના ચરણ  પર રહેશે. રાહુનું આ ગોચર ભ્રમણ  ઈશાન/ નૈઋત્ય કોણ,  દક્ષિણ દિશાના  વાસ્તુ દોષનો કારક છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ રાહુ ભ્રમણ દરમિયાન આ બન્ને કોણના દોષથી વિશેષ કાળજી લેવી.

મીન રાશિ સ્વભાવે   બુદ્ધિશાળી, જ્ઞાનવિજ્ઞાન વલ્લભ, લાગણીકીય પરિપકવ, પરિવાર પરાયણી હોય છે. આ રાશિ નૈસર્ગિક વ્યવસ્થા આધારીત રાહુ  શત્રુ થાય છે. આ રાહુનાં ગોચર ભ્રમણ માં જેની કુંડલીમાં ત્રિક સ્થાનમાં રાહુ તથા ગુરુ ચાંડાલ યોગ હોય તેવા જાતકો માટે આ ભ્રમણ આંશિક રીતે પ્રતિકૂળ અને સરેરાશ જણાશે. બાકી મીન રાશિ માટે ઉત્તમ ભ્રમણ

મેડીકલ એસ્ટ્રોલોજી મુજબ   જલ તત્વ ના અતિરેકથી તમામ પ્રકારના, વિવિધ કફ દોષથી પીડાતા જાતકોએ આરોગ્ય અંગે વિશેષ કાળજી લેવી.  તેમજ આ વાસ્તુશાસ્ત્ર અનુસાર  પૃથ્વી તત્વનો પણ સ્વામી થતો હોવાથી  જલ એવમ પૃથ્વીના સંયોજનથી બનતા કફ પ્રકૃતિ પર ખાસ ફોકસ કરવું એવમ ગૃહ કે અન્ય પરિસરમાં નૈઋત્ય કોણના દોષથી ખાસ બચવું, એવમ મીન રાશિ જાતકો શનિની પન્નોતિનું પણ નિવારણ કરી લેવું જેથી આ બધા દોષ મહા ન બની જાય !!!

જલ તત્વની મીન રાશિમાં રાહુનું આ ભ્રમણ કેવળ ને કેવળ મૂળાધાર ચક્ર પર  પ્રભાવી  છે. આથી શિક્ષિત આયુર્વેદાચાર્યની પરામર્શાનુસાર  કાળજી લેવી.  ચક્રો બેલેન્સ ને ચક્રો ક્લિન્ઝિંગ જેવા બકવાસ ને બજારુ  ઉપાયોથી દૂર રહેવું.મીન રાશિમાં રાહુના ભ્રમણ થી વિધ-વિવિધ ક્ષેત્રો તથા ભૌગોલિક સ્થાન પર કેવા પ્રકારની અસર થશે તે અંગે ડો. હિતેષ મોઢા જણાવે છે કે ન જોયા હોય તેવા દ્રશ્યો લોક સમક્ષ ઉજાગર થશે. વિશ્વ સ્તરે ચાલતાં છળ કપટ અને ષડયંત્રો જાહેર થવાની સંભાવના. દેશમાં એગ્રીકલ્ચર ક્ષેત્રે પરિવર્તન થવાની શકયતાઓ. કૃષિ ક્ષેત્ર વધારે ફળદ્રુપ બને તેવી સંભાવના. આ ભ્રમણથી રાહુપ્રધાન નોટોરીયસ વ્યક્તિઓને સમસ્યાઓનો પાર નહીં રહે.  વાયવ્ય દેશો, પશ્ચિમ દેશો સમેત પાડોશી દેશ તરફથી લાભ મળવાની સંભાવના. રાજકીય ક્ષેત્રે  અસ્પષ્ટ વાતાવરણના ચિત્રમાં નૂતન પરિમાણ દેખાવાની સંભાવના.  દેશમાં શાસક પક્ષ માટે આ રાહુ ભ્રમણ લાભદાયી રહેશે. વાયવ્ય દેશોમાં અશાંતિનો માહોલ. રણ-વિસ્તારના  દેશો માટે સરેરાશ સમય. રાજકીય ક્ષેત્રે અણધાર્યા પરિવર્તનની સંભાવના.

ભારતીય રાજકારણમાં અનેકવિધ નવા દ્રશ્યો જોવા મળે તેવી પૂર્ણ  શક્યતા.  આ ભ્રમણમાં  પણ નિર્ણાયક કે માઈલ સ્ટોન પરિવર્તન તથા  આંતરિક સ્થિરતા–પ્રગતિની સંભાવના. શાસક પક્ષ ફરીથી  શાસન સંભાળે તેવી સંભાવના જણાય છે.  મીન રાશિમાં રાહુ ભ્રમણ, વર્તમાન શાસક પક્ષ માટે લાભકારક નીવડે તેવી સંભાવના. અને એન્ટી હિન્દુ અને એન્ટી રાષ્ટ્ર એજન્સી માટે આ ભ્રમણ અતિ ખરાબ નીવડશે.

પૂર્વ અને અગ્નિ ભારતના કોરીડોરમાં પ્રાકૃતિક આપદાની સંભાવના. તેમજ રાહુ પ્રધાન વ્યક્તિઓનો ખાતમો અથવા તોફાનોની સંભાવના. તેમ આતંકવાદી સંગઠનો માટે આ રાહુ ભ્રમણ હાનિકારક નીવડશે.

વાયવ્ય એવમ પશ્ચિમી દેશોમાં આર્થિક તથા સામાજિક ચડાવ ઉતાર.  રશિયા – ચીન, જાપાન માં કુદરતી આપદા. પશ્ચિમી દેશોમાં માનવ સર્જિત આપતિની સંભાવના.  યુ.કે. અમેરિકા, મિડલ ઈસ્ટ  દેશોમાં આર્થિક વ્યવસ્થા એવમ અનેકવિધ સમસ્યા જણાશે.

વૈદિક જ્યોતિષ-આયુર્વેદ સમેત તમામ પ્રાકૃત વિજ્ઞાનો વિશ્વ સમક્ષ એક ઉદામ કક્ષાએ પહોંચે તેવી સંભાવના.   જમીન મકાન અને બાંધકામ ક્ષેત્રે હળવી મંદી  આવી ને મોટી તેજી આવવાની શકયતાઓ.  ધાતુ બજાર મધ્યમ રહેશે. દીપાવલી  આસપાસ સોના-ચાંદી તથા તાંબામાં ઉછાળાની સંભાવના. શેરબજાર માં ચડાવ જોવા મળશે.   આ ક્ષેત્રે છળ કપટને લઈને મોટા સ્કેમની સંભાવના.

મીન રાશિના રાહુ ભ્રમણનો ઓવર ઓલ,અભ્યાસ કરતા માલુમ થાય છે આ ભ્રમણ  બહુ ગંભીર નથી.સાથોસાથ લાભકારક બહુ છે. છતાં છળ,  કપટ, પ્રપંચ થી ચેતવું.આ રાહુ ભ્રમણનો સૌથી વધુ ફાયદો  મેષ,કર્ક, ક્ધયા  મીન, અને બીજા ક્રમાંકે વૃષભ અને મકર રાશિ તથા લગ્ન વાળા જાતકોને  પૂર્ણ રૂપે ફાયદો કરનાર છે. અન્ય રાશિઓને સરેરાશ અથવા આંશિક  ફાયદો થવા સંભવ.

રાહુનું મીન રાશિ ભ્રમણનું રાશ્યાદિ ફળ

મેષ

આ ભ્રમણ મેષ રાશિ માટે  બહુ ધન લાભ વાળું એવમ આરોગ્ય  બાબતે હળવુ અતિ સાનુકૂળ બની રહેશે.  આ ઉપરાંત આ રાશિ, મોટા વ્યાપારી એવમ ઉદ્યોગપતિઓ નવી તકો લઈને આવશે, ઉદ્યોગ ધંધા વિસ્તાર વિદેશ સુધી થઈ શકશે.   વિદેશ પ્રવાસની સંભાવનાઓ.

વૃષભ

આ ભ્રમણથી જૂની બિમારીમાં રાહત થવા સંભાવના. ધન સંચયના સંયોગો,  સરકારી કર્મચારીઓ માટે આ ભ્રમણ લાભદાયક નીવડશે.

નવા વાહન અને મકાનની ખરીદીના સંયોગો.નોકરીમાં પ્રમોશનના સંયોગો. જૂની લેણી પાકવાની સંભાવના.  વારસો મળે તેવી સંભાવના.

મિથુન

કર્મ સ્થાનેથી ભ્રમણ. કેન્દ્રના ગ્રહો બલિષ્ઠ સ્થિતિમાં હોતા જાતક માટે અતિ સાનુકૂળ સમય, અન્યથા પ્રતિકૂળતા આરોગ્ય બાબતે, પગ ગોઠણ સંબંધિત  હળવી હળવી કાળજી રાખવી. આ સિવાય કોઈ મેજર સમસ્યા નથી.  ધંધા વ્યવસાય કે ઉદ્યોગ માટે અનેકોનેક પ્રવાસ થવાની સંભાવના.

કર્ક

ભાગ્ય સ્થાનેથી રાહુનું આ ભ્રમણ, જાતકના સુખ, એવમ સમૃદ્ધિ, સંપદા, વિત માટે ઉત્તમોત્તમ.આવકમાં અનેક ગણી વૃદ્ધિ થશે. જન્મ એવમ કર્મભૂમિ થી બહાર રિયલ્ટીમાં રોકાણ માટે આ ભ્રમણ ઉત્તમ નીવડશે. દેશ-વિદેશ પ્રવાસના ઉત્તમ સંયોગો સાથે વિદેશથી આર્થિક લાભ મળશે. તમામ જાતકો માટે અતિ લાભકારી ભ્રમણ. કર્મ+ભાગ્યોન્નતિ+ વિત વૃદ્ધિ નિરામય આરોગ્ય = આ ભ્રમણ.

સિંહ

અવૈધ સંબંધો હોય કે અવૈધ વહીવટ વ્યવસાય કે પછી કોઈ પણ વ્યાપાર હોય, આ ક્ષેત્રના જાતકોએ વિશેષ કાળજી રાખવી, નહીં તો વાયરલ થવાનો સંયોગો સ્વીકારવા પડશે. જનનાંગ સંબંધિત રોગ થવાની સંભાવના. પરિશ્રમ વધવાની સંભાવના. નૈઋત્ય કોણના વાસ્તુ દોષથી ખાસ સાચવવું.

કન્યા

આ રાશિ  માટે  આ રાહુ ભ્રમણ અતિ લાભકારી અને શ્રેયકારી નીવડશે. ભાગીદારીના ધંધા વ્યવસાય માટે  પ્રગતિકારક રહેશે. વૈવાહિક જીવનમાં નાનાં મોટા ચડાવ-ઉતાર, અવૈધ સંબંધથી દૂર રહેવું. પેન્ડિંગ કામ પૂર્ણ થવાની સંભાવના.

તુલા

છઠ્ઠા સ્થાનેથી રાહુનું ભ્રમણ સરવાળે લાભદાયી નીવડશે. જૂની શત્રુતા નો અંત આવશે, અને મૈત્રીપૂર્ણ સૌહાર્દ પૂર્ણ સંબંધોની નવી શરૂઆત થશે.વિદેશથી એવમ દક્ષિણ ભારતથી ધંધો વ્યવસાય અને નોકરીના અવસર પ્રાપ્ત થશે. જાહેર ક્ષેત્ર અને રાજકારણમાં આંશિક સફળતા મળવાની સંભાવના.

વૃશ્ચિક

શેરબજાર અને જુગાર/સટ્ટા માંથી લાભદાયક કમાણી થવાની સંભાવના. ઉધાર પૈસા ન આપવા તેમ નવા ધંધા- વ્યવસાયમાં રોકાણ કરતા પહેલા ઉચિત પરામર્શકની પરામર્શ લેવી અતિ ફાયદાકારક નીવડશે. પિતા અથવા પુત્ર સાથે ખટરાગ થવા સંભવ. આ બે સંબંધોમાં બને તો આ ભ્રમણ દરમિયાન જતું કરવું.

ધન

ચતુર્થ સ્થાને  રાહુ,  દશમ ભાવ થી કેતુ ભ્રમણ, બહુ જ લાભકારી સાબિત થશે, તેમ સાથો સાથ  અકારણ માનસિક તણાવ રહેવા પામે તો મનોરંજન એવમ બહાર ફરવાનું રાખવું. કાર્યક્ષેત્રમાં હળવી સફળતાની શરૂઆત થશે, કોઈ ઉતાવળ ન કરવી. રાજકીય લોકો માટે આ ભ્રમણ હળવું પ્રતિકૂળ જણાશે.

મકર

આ ભ્રમણ, પદ પ્રતિષ્ઠા અને પૈસા બાબતે સફળતા અપાવશે. આ ભ્રમણ દરમિયાન પરિવારના સભ્યો દ્વારા  સાથ એવમ સહયોગ મળવાની સંભાવના. આ ભ્રમણમાં, લાંબા સમયથી ચાલતા કોર્ટ કેસનો પોતાના પક્ષે નિવેડો આવશે. રાજકીય વ્યક્તિઓ માટે રાહુનું આ ભ્રમણ સાનુકૂળ  જણાશે.

કુંભ

આ રાશિના જાતકો માટે આ રાહુ ભ્રમણ  દરમિયાન આરોગ્ય અંગે વિશેષ કાળજી તેમજ સાર સંભાળ લેવી. પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના તેમજ પિતૃ પક્ષના લોકો સાથે સંબંધો સુધરતા જણાશે. છતાં ધન બાબતે સચેત રહેવું. એકદંરે  આ ભ્રમણ સારું અને સાનુકૂળ નીવડશે.

મીન

આ રાશિના જાતકો માટે રાહુનું  આ ભ્રમણ અતિ લાભદાયક રહેશે. સાથે અને સામે પન્નોતિનો પ્રભાવ ન્યુન જણાશે. ક્યારેક અકારણ બેચેની આળસ આવવાની પૂર્ણ સંભાવના આથી યોગ્ય પ્રશિક્ષક પાસેથી વ્યાયામ કરવો. આ ભ્રમણમાં અનેક પ્રતિકૂળતા રહેશે છતાં જાતકની તરફેણમાં જ હકારાત્મક પરિણામ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.