Abtak Media Google News

હાલમાં રાહુલ ગાંધી ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે અને મોટા ભાગે લોકોએ તેમને રાજનેતા સ્વરૂપે જ જોયા છે. પરંતુ યુવા નેતા અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આ તસવીરો મુજબના અંદાજમાં તમે ભાગ્યે જ જોયા હશે. આ તસવીરોમાં રાહુલ ગાંધી જાપાની માર્શલ આર્ટ એકિડો મૂવ કરી રહેલા નજરે પડે છે.

Advertisement

રાહુલ ગાંધીએ વિજેન્દરને જણાવ્યુ હતું કે તેમણે એકિડોમાં બ્લેક બેલ્ટ મેળવેલો છે. અને તેઓ સમય મળે ત્યારે સ્વિમિંગ પણ કરે છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ વિજેન્દરને વાયદો કર્યો હતો કે તેઓ જરૂર તેમની તસવીર શેર કરશે. લાગે છે કે આ વાતચીત બાદ જ રાહુલ ગાંધીના આ ફોટા અપલોડ કરવામાં આવ્યા છે. જે હાલ તો સોશ્યિલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.