Abtak Media Google News

અવધની ધરામાં આગામી તા. રર જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાના હોય તે પૂર્વે સમગ્ર દેશની ધર્મપ્રેમિ પ્રજા સાધુ, સંતો, મહંતો આ અદભુત ક્ષણનો ઇન્તજાર કરી સમગ્ર સનાતનીઓ આ ધાર્મિક મહોત્સવમાં રંગાઇ જવા આતુર બન્યું છે.

Advertisement
The Ethereal Feel Of The Ayodhya Ram Temple In Kishanpara Chowk, Rajkot
The ethereal feel of the Ayodhya Ram Temple in Kishanpara Chowk, Rajkot

ત્યારે આ ઘડીના વધામણા કરવા ઉપરાંત અયોઘ્યામાં રામ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ સમાન ચિત્રો બનાવી રાજકોટવાસીઓને અવધના દર્શન થઇ શકે તેવા પ્રયાસો ચિત્ર કલાકારો કરી રહ્યા છે. સાથે સાથે ધનુધોરી ભગવાન રામ સહિતના અનેક ચિત્રો નિહાળી ભગવાન રામના દર્શન કર્યાની અનુભૂતિ થાય તે સ્વાભાવિક છે.

The Ethereal Feel Of The Ayodhya Ram Temple In Kishanpara Chowk, Rajkot
The ethereal feel of the Ayodhya Ram Temple in Kishanpara Chowk, Rajkot

શહેરના રેસકોર્ષ બાલભવનથી આગળ કિશાનપરા ચોકમાં દિવાલો પર બનાવવામાં આવેલા અદભુત પ્રસંગના અદભુત ચિત્રોને નિહાળવા લોકો થંભી જાય છે. ભાજપ કાર્યાલયથી રામરત્ન પ્રસ્થાન થશે તે પ્રસંગે શહેર તથા જીલ્લા ભાજપના અગ્રણીઓ, કાર્યકરો વગેરે ઉ5સ્થિત રહેશે. આ પ્રસંગે સેલ્ફી વીથ અવધનું આયોજન કરવામાં આવ્યું છે. આમ રાજકોટની દિવાલોમાં અયોઘ્યાના રામમંદિરના ચિત્રની ઝલક નીહાળી લોકો ધન્ય થયાનો અનુભવ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.