પિતાનો આત્મા લેવા પરિવાર પહોંચ્યો હોસ્પિટલ, OPDમાં કર્યા તંત્ર-મંત્ર અને ટોટકા

હાલ ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે. લોકો આધુનિકતા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે રાજસ્થાનમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. બૂંદીની જિલ્લા હોસ્પિટલમાં તંત્ર-મંત્ર અને ટોટકા ચાલી રહ્યા હતા. અહીં લોકો પોતાના મૃતક પરિજનોના આત્મ લેવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

મળતી માહિતી મુજબ આ ઘટના રાજસ્થાનના બૂંદીની જીલ્લાની છે. જ્યાં એક મૃતકના પરિજનો પોતાના પરિવારના સદસ્યની આત્માને લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. છીતર સૈનીની આત્મને લેવા માટે પહોંચ્યા હતા. છીતર સૈનીના દિકરાએ જણાવ્યું હતું કે, વર્ષ 1984માં તેના પિતાનું જિલ્લાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.

છીતર સૈની ગામમાં થયેલા ડખ્ખામાં તેઓ ઘાયલ થઈ ગયા હતા. ત્યારબાદ પરિવાર પર છેલ્લા 2 વર્ષથી ઘણી મુશ્કેલીઓ આવી રહી છે તથા ઘરમાં ઝઘડાઓ વધી રહ્યા છે. પુત્રવધુમાં પણ દેવતાનો પછડાયો હોવાનું કેહવામાં આવ્યું હતું. દેવતાએ જ તેને હોસ્પિટલમાંથી પિતાને લાવવા માટે કહ્યું હતું.

પુત્રવધુને દેવતાએ કહ્યું તે મુજબ આખો પરિવાર ભૂવા અને તાંત્રિક સાથે હોસ્પિટલમાં પિતાના આત્માને લેવા માટે પહોંચ્યા હતા. હોસ્પિટલમાં મહિલાઓ દેવતાના ગીતો ગાતી, પોતાના પરિજનને આત્માને લેવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. મહિલાઓ ભૂવાના જણાવ્યા અનુસાર જગ્યા પર પૂજા વિધિ સામાન રાખી દીધો. લગભગ 20 મીનિટ સુધી આ પૂજા વિધિ અને તંત્ર મંત્ર ચાલ્યા હતા

હોસ્પિટલમાં તેમને તંત્ર દ્વારા પણ પરિવારને રોકવામાં આવ્યો નહોતો. જયારે પરિવાર દ્વારા આ ક્રિયા વિધિ કરવામાં આવી હતી. આ નજારો જોઈને ભીડ પણ ભેગી થઈ ગઈ. આ તંત્ર મંત્રને કારણે હોસ્પિટલમાં આવતા લોકોને પણ ભારે અગવડ થઈ.