કાલી માઁ ના મોઢામાં સિગારેટ મૂકી ફિલ્મ નિર્માતાએ ‘આગ’ લગાડી !!

કરોડો હિંદુઓની આસ્થા સમાન માઁ કાલીના વિવાદાસ્પદ પોસ્ટર મામલે દિલ્લી-યુપીમાં નોંધાઇ એફઆઈઆર

મા કાલીના વિવાદાસ્પદ પોસ્ટર મામલે દિલ્હી અને યુપીમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસના ઇફસો યુનિટે માં કાલી પોસ્ટર કેસમાં કલમ 153એ અને 295એ  હેઠળ એફઆઈઆર નોંધી છે. હકીકતમાં, દિલ્હી પોલીસને કાલી માંના પોસ્ટર વિવાદને લઈને બે ફરિયાદો મળી હતી. એક ફરિયાદ નવી દિલ્હી જિલ્લાને અને એક ફરિયાદ ઇફસોને આપવામાં આવી હતી. હાલમાં, ઇફસો યુનિટે આ તસવીર પોસ્ટ કરનાર ડાયરેક્ટર લીના મણિમેકલાઈ સામે આઇપીસી 153એ (જાતિના આધારે ધર્મને ભડકાવવો) અને આઇપીસી 295એ (કોઈપણ વર્ગ, ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવા) હેઠળ કેસ નોંધ્યો છે. સાથે જ  નવી દિલ્હી પોલીસ હજી પણ નવી દિલ્હી જિલ્લાની ફરિયાદ પર તપાસ કરી રહી છે.

હવે જ્યારે કરોડો હિંદુઓની આસ્થા જેમની સાથે જોડાયેલી છે તેવા હિન્દૂ દેવી માં કાલીનો એક પોસ્ટર રિલીઝ થતા વિવાદ થયો છે. આ પોસ્ટરમાં માં કાલીના મોંમાં સિગારેટ બતાવામાં આવી છે અને હાથમાં એલજીબીટી-કયું પ્રાઇડનો ફ્લેગ પણ દર્શવામાં આવ્યો છે. ત્યારે તમામ નાગરિકોને ચોક્કસ તેમના વિચાર રજૂ કરવાની સ્વતંત્રતા છે પરંતુ શું સ્વતંત્રતાનો ઉપયોગ આ પ્રકારે કરી શકાય તે મોટો સવાલ છે? કોઈની લાગણી દુભાય તેવા વિચારો રજૂ કરવા એ કેટલી અંશે વ્યાજબી છે તેવો પણ સવાલ છે અને આ વિષય તો કરોડો હિન્દુઓની આસ્થાનો છે ત્યારે આ પ્રકારનું પોસ્ટર રિલીઝ કરવું એ સ્વતંત્રતા હોઈ શકે ખરા ?

મા કાલીના વિવાદાસ્પદ પોસ્ટર કેસમાં યુપી પોલીસે ફિલ્મ ’કાલી’ની નિર્માતા લીના મણિમેકલાઈ સામે પણ એફઆઈઆર નોંધી છે. એફઆઈઆરમાં આરોપ છે કે હિન્દુ દેવીનું અપમાનજનક ચિત્રણ કરવામાં આવ્યું હતું અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી.  કેનેડામાં ભારતીય હાઈ કમિશને આ મામલે  વાંધો ઉઠાવ્યો છે. હાઈ કમિશને કહ્યું કે તેને હિંદુ સમુદાય તરફથી ફરિયાદ મળી છે કે કેનેડામાં અંડર ધ ટેન્ટ પ્રોજેક્ટ હેઠળ એક પોસ્ટર પ્રદર્શિત કરવામાં આવ્યું છ.

શું છે માં કાલીના પોસ્ટરનો વિવાદ ?

કેનેડામાં માં કાલીનું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં મા કાલીને સિગારેટ પીતા બતાવવામાં આવ્યા છે અને પોસ્ટરમાં તેમના હાથમાં એલજીબીટી-કયુ પ્રાઈડ ફ્લેગ પણ છે. આ પોસ્ટરે ભારતમાં હંગામો મચાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે આ પોસ્ટર ફિલ્મમેકર લીના મણિમેકલાઈની ડોક્યુમેન્ટરી ફિલ્મ ’કાલી’નું છે.

આ વિવાદ બાદ લોકો સોશિયલ મીડિયા પર ફિલ્મમેકર લીનાની આકરી ટીકા થઈ રહી છે અને તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. પોસ્ટર 2 જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું અને કેનેડામાં આયોજિત ’અંડર ધ ટેન્ટ’ પ્રોજેક્ટના ભાગ રૂપે તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ ટોરોન્ટોના આગા ખાન મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.