Abtak Media Google News

આગામી બજેટ વિકાસદર વધારવા પર કેન્દ્રીત : કંઈ પ્રકારના પગલા લેવા જોઈએ તે અંગે ઉદ્યોગો પાસે સુચનો મંગાવતા નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

આગામી તા.૧લી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ જાહેર થવા જઈ રહ્યું છે. વર્તમાન સમયમાં ભારતીય ર્અતંત્રની સુસ્તીના કારણે સરકાર આગામી બજેટમાં પોતાનું લક્ષ્ય વિકાસદર વધારવા તરફ રાખે તેવી અપેક્ષા છે ત્યારે આજી મોદી સરકારના બજેટને લઈને પ્રિ બજેટ ક્ધસ્લટેશનનો પ્રારંભ યો છે. જેમાં વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા ઉદ્યોગકારો સાથે નાણામંત્રી નિર્મલા સીતારમન પરામર્શ કરશે. મોદી સરકારે તાજેતરમાં કરેલા ફેરફારોની અસરો અને આગામી સમયમાં કઈ પ્રકારના ફેરફાર વેપાર-ઉદ્યોગ ઈચ્છી રહ્યાં છે તે મુદ્દે ચર્ચા થઈ રહી છે.

આગામી તા.૨૩ ડિસેમ્બર સુધી પ્રિ બજેટ ક્ધસ્લટેશન ચાલુ રહેશે. જેમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામન વિવિધ નવા સ્ટાર્ટઅપ, ફિનટેક અને ડિજીટલ સેકટર સો સંકળાયેલા પ્રતિનિધિઓ સો ચર્ચા કરી રહ્યાં છે. આ ઉપરાંત તેઓ આવતીકાલે ફાયનાન્સ અને કેપીટલ સેકટર સો સંકળાયેલા પ્રતિનિધિઓ સો પણ બજેટમાં તેમના સુચનો માંગશે. મોદી સરકારે થોડા સમય પહેલા ઈઝી ડુઈંગ બિઝનેશમાં ધરખમ ફેરફાર કર્યા હતા. જેની સકારાત્મક અસરો જોવા મળી હતી. આ સાથે જ ખાનગી મુડી રોકાણો પર સરકારના પર્યાવરણના નિયમો કઈ રીતે અસર કરી રહ્યાં છે તે વિષયે પણ મોદી સરકાર ઉદ્યોગકારો પાસેથી વિગતો મેળવી રહી છે.

નાણામંત્રી આગામી તા.૧૯ના રોજ ઈન્ડસ્ટ્રી ચેમ્બર સો બેઠક કરશે. સરકાર ઉદ્યોગો માટે કોર્પોરેટ ટેકસની રાહત આપવાની તૈયારીમાં છે. આ ઉપરાંત સેલેરાઈડ કલાસ માટે પણ પર્સનલ ઈન્કમટેકસ સ્ટ્રકચરમાં ફેરફાર લાવી રાહત આપે તેવી ધારણા છે. દરમિયાન કરવેરામાં અન્ય રાહતો થકી સરકાર આગામી બજેટના માધ્યમી ર્અતંત્રને બુસ્ટર ડોઝ આપવા જઈ રહી છે.

મોદી સરકાર ૨.૦ દ્વારા આગામી તા.૧ ફેબ્રુઆરીના રોજ બજેટ જાહેર થાય તેવી શકયતા છે. દરમિયાન થોડા સમયી મોદી સરકાર ઈકોનોમીમાં સ્લોડાઉનના કારણે ચિંતીત જણાય રહી છે. વિકાસદર છેલ્લા છ વર્ષના તળીયે પહોંચી ગયો છે. વર્ષ ૨૦૧૯-૨૦ના બીજા કવાર્ટરમાં વિકાસદર ૪.૫ ટકાના દરે હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.