Abtak Media Google News

વિધીવત ચોમાસુ બેસવાને હવે ગણતરીના જ દિવસે બાકી રહ્યા છે. ત્યારે રાજકોટ સિંચાઇ વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન ગામડાઓ તથા શંકરને પાણી પુરુ પાડતા તથા સિંચાઇના ડેમો માટેનો ફલડ કંટ્રોલ સેલ આગામી 1લી જુનથી શરુ કરવામાં આવશે. તે ફલડ ક્ધટ્રોલ રૂમ શરુ  કરવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

Advertisement

આ બાબતે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર જીલ્લાના 80 ડેમનું રાજકોટ ફલડ કંન્ટ્રોલ રૂમ ખાતેથી દર બે કલાકે એ મોનીટરીંગ કરવામાં આવશે. દર વર્ષે ચોમાસાના પ્રારંભથી લઇ ચોમાસાની વિદાય થાય ત્યાં સુધી અંદાજીત પ મહિના સુધી સિંચાઇ વિભાગ દ્વારા કાર્યક્ષેત્રમાં આવતા ડેમો માટે ફલડ કંન્ટ્રોલ સેલ કાર્યરત રાખવામાં આવશે.ચોમાસા અગાઉ ડેમ સાઇટમાં પ્રિ-મોન્સુન ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે. જેમાં ડેમ સાઇટના દરવાજા બદલવા, કોઇ જગ્યાએ ક્ષતિ હોય તો તેનું રીપેરીંગ સહીતની કામગીરી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત રાજકોટ જીલ્લાના કમમાલા, છાપરવાડી ડેમના દરવાજાનું તથા ભાદર ડેમ-1 ના બધા દરવાજા નવા નાખવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.

આ ફલડ કંન્ટ્રોલ સેલ દ્વારા ર4 કલાક કામગીરી કરવામાં આવશે. જેમાં વરસાદ દરમિયાન ડેમ લેવલ, નવા પાણીની આવક, ઓવરફલો કંન્ટ્રોલ માટે દરવાજા ખોલવા, ડેમના આજુબાજુના નિચાણવાળા વિસ્તારમાં આવતા ગામોમાં એલર્ટ આપવા, અને દર બે કલાકે વરસાદની આંકડાકિય માહીતી આપવા સહિતની કામગીરી થશે.

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન રાજકોટ સિંચાઇ વિભાગ એકયુકેટીવ એન્જીનીયર શૈલેશભાઇ પટેલએ જણાવ્યું હતું કે, દર વર્ષે બહુમાળી ભવનના પહેલા માળે ફલડ કંન્ટ્રોલ રૂમ શરુ કરવામાં આવતો હોય છે. આ વખતે 1 જુનથી ફલડ ક્ધટ્રોલ સેલ શરુ થશે. જે ત્રણ શીફટમાં કામગીરી થશે. જેમાં બહારથી પણ અમે માણસો બોલાવતા હોઇએ છીએ. જેમાં કોઇ કક્ષાના બે ઇ.ઇ. કક્ષાના હોય ત્રણ વાયરલેસ ઓપરેટશ હોય. બધા ડેમ પર વાયરલેસ ઓપરેટર  હોય, અમારા વિભાગના ઇજનેરો સતત ક્ધટ્રોલ રૂમ કામગીરી કરતા હોય છે.

જેમાં ગેઇટેડ અને નોન ગેઇટેડ હોય,  જેમાં ગેઇટ ઓપરેટ કરવાના થતા હોય તો માણસોની જરુરત હોય અને આપણે ત્યાં માણસોને રાખતા હોય. અમારા દ્વારા કુલ પાંચ જીલ્લાનું મોનીટરીંગ કરવામાં આવશે. જેમાં રાજકોટ, મોરબી, જામનગર, દેવભુમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને અમરેલીનો એક ડેમનું મોનીટરીંગ કરવામાં આવશે. જેમાં કુલ 80 જેટલા ડેમોનો સમાવેશ થાય છે. જયારે વરસાદ આવવાની શરુઆત થાય ત્યારથી અમે દર બે કલાકએ મોનીટરીંગ કરતા હોય આંકડાઓ આપવામાં આવે છે.

અમે મોનીટરીંગ સિસ્ટમ ડેવલોપ કરી છે. કે આંકડાઓ અમને મળે અને ગાંધીનગર પણ મળે હાલ ડેમો પચાસ ટકા ભરેલા છે. બરોડાથી ગાંધીનગરથી સીડીઓપીની ટીમ સર્વે માટે આવતી હોય છે. તેમાં સીવીલ, મીકેનીકલ, ઇલેકટ્રીકલ તમામ બાબતોને ઘ્યાને લઇ સર્વે થતો હોય, રાજકોટની જો વાત કરવામાં આવે તો કરમાણમાં અમે કામગીરી પૂર્ણ કરેલ છે. છાપરવડી ડેમમાં દરવાજાનું કામ પૂર્ણ કરેલછે. તથા ભાદર ડેમ-1 માં બધા દરવાજા નવા લગાવવામાં આવ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.