Abtak Media Google News

છેલ્લા 7 દિવસથી મેયર ડો.પ્રદિપ ડવે પોતાના વોર્ડની વોર્ડ યાત્રા શરૂ કરી છે. દરરોજ સવારના 9:30 થી 11:15 વાગ્યા સુધી વોર્ડ નં.12માં જુદી જુદી સોસાયટીઓમાં મુલાકાત લેવાનું શરૂ કર્યું છે.

જેમાં શ્યામલ સિટી, અલય વાટીકા, આસ્થા સોસાયટી, પુનીતનગર, દ્વારકાધીશ સોસાયટી, ગોવિંદરત્ન બંગ્લોઝ-2, વૃંદાવન સોસાયટી, આર્યમાન સોસાયટી, વિનાયક સોસાયટી, શ્રીનાથજી સોસાયટી, પટેલ પાર્ક, રોયલ પાર્ક, ઉદયનગર, માધવ વાટીકા, નંદનવન, રસુલપરા, મહમદી બાગ, બરક્તી નગર, શક્તિ નગર, વિગેરે વિસ્તારના લોકોને નાના-મોટા પ્રશ્નો બાબતે સંબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવી છે.

Img 20210525 Wa0064

આ ઉપરાંત આજે મેયરે રસુલપરા, મહમદી બાગ બરક્તી નગર, શક્તિ નગરની મુલાકલ લીધેલ. આ વિસ્તારોની બાકી રહેલી મિલકતની આકારણી તેમજ ડ્રેનેજના પ્રશ્ન વોર્ડ એન્જી. અને વોર્ડ ઓફિસર અને જે-તે વિભાગ અધિકારીને સાથે રાખ્યા હતા. આકારણી બાકી રહેલ મિલકતની આકારણી ઝડપથી થાય તેમ સંબંધિત અધિકારીને સુચના આપવામાં આવી હતી.

વોર્ડ નં.12નો ખુબ જ અગત્યનો પ્રોજેક્ટ ઉમિયા ચોક થી બાપા સીતારામ ચોક સુધી સી.સી. રોડની કામગીરી ખુબ જ ધીમી ગતિએ ચાલી રહેલ જેને ઘણો સમય થયેલ છે, જેથી સંબંધક અધિકારી અને એજન્સી સાથે જરૂરી ચર્ચા કરી આ પ્રોજેક્ટ વહેલાસર પુરો થાય તે માટે તાકિદ કરી હતી. સ્થળ મુલાકાત દરમ્યાન ઘણા પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો.હતો. તેમ અંતમાં મેયરે જણાવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.