Abtak Media Google News
  • વિવિધ પ્રવૃત્તિઓ સાથે શિક્ષણથી બાળકનો આત્મવિશ્ર્વાસ વધે: 3 થી 8 વર્ષની ઉમરનું શિક્ષણ બાળકનું ભાવિ ઉજજવળ બનાવે છે
  • બાળકોને શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક બંને રીતે સફળ બનાવવા જોઇએ પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોનીં ભૂમિકા અગત્યની

કેહવાય છે કે બાળક માતાના ગર્ભ માંથી શીખવાનું શરૂ કરે છે.જુદી જુદી ઇન્દ્રિયો વિકાસ આ ઉંમરમાં થતો હોય છે.આ સાથે તેની તમામ પ્રતિભાની ખીલતી હોય છે.બાળકમાં વેજ્ઞાનિક અભિગમ આવે એ મહત્વનું છે.વિધિયાર્થીઓને ભણાવવામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલું જ મહત્વનું છે. ભણવામાં બે સ્કીલ ખૂબ અગત્યનું છે. ભાષાકીય શિક્ષણ તથા ગાણિતિક કૌશલ્ય શિક્ષણ આ પદ્ધતિનું શિક્ષણ બાળકના વિકાસમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણના માધ્યમથી પૂરું પાડવામાં આવે છે.મનોવિજ્ઞાન અને સાયન્સનું કહેવું છે કે 8 વર્ષ સુધીની ઉંમર માં બાળકોનો વિકાસ 90 ટકાથી વધુ થતો હોય છે.આ પાયાની ઉંમરનું શિક્ષણ જગતમાં ખૂબ મહત્વ છે.પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોનીં ભૂમિક અગત્યની છે. બાળકો શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક બંને રીતે સફળ થાય તે માટેની તમામ પ્રવુતિ સાથે બાળકનું સિંચન કરે છે. સમાજમાં આવા શિક્ષકોને વધુ સન્માન મેળવવી જરૂરી છે.

આ ક્ષેત્રમાં ત્યારેજ શિક્ષક પસંદીગથી આવશે નહિ કે તક દ્વારા આવે.પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકો આવે એ પહેલાં ઇ.સી.સી(અર્લી ચાઈલ્ડ હુડ એન્ડ કેર ઇન એડજ્યુકેશન) કોર્ષની તાલીમ જરૂરથી મેળવી જોઈએ. પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં શીખવાની તકનીકોના માધ્યમ દ્વારા બાળકોને ગુણાત્મક અને માત્રાત્મક બંને અનુભવો પ્રદાન કરવામાં આવે છે.આંતરશાખાકીય સાધનોનો ઉપયોગ કરી બાળક જે ગ્રેડની પરીક્ષાઓ આપે છે.તે લાંબા સમય સુધી તેની સાથે રહે છે.પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પરના અધ્યયનોથી સ્પષ્ટ થાય છે કે વિવિધ પ્રવૃતિઓ દ્વારા શીખવાથી બાળકનો આત્મવિશ્વાસ વધે છે.તેનો ઘડતરનો પાયો મજબૂત થાય છે.ત્યારે પૂર્વ પ્રાથમિક પર નો સંપૂર્ણ અહેવાલ અબતક દ્વારા શાળા સંચાલકો અને શિક્ષકો સાથે ખાસ વાતચીત કરી રજૂ કરાયો છે.

પૂર્વ પ્રાથમિક શિક્ષણના શિક્ષક બાળકની બીજી માતા છે: ડી.વી મહેતા (સંચાલક)

Vlcsnap 2022 11 17 10H31M17S728

જીનિયસ સ્કૂલના સંચાલક ડી.વી મહેતા જાણવ્યું કે, પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોએ બાળકોની બીજી માતા છે. બાળક આ ઉંમરે તેના માતા-પિતા કરતાં શિક્ષકની વાતને વધુ વળગીને રહે છે. બાળકને સાઈન્ટીફીક વહેતી ભણાવવા જરૂરી.પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકનો રોલ ખૂબ અગત્યનો છે. બાળકની દરેક પ્રવૃત્તિમાં તેનામાં રહેલી પ્રતિભા ને નીકરવાનું તેમજ ટીમ સ્પીરી,નિર્ણય શક્તિ આ તમામનું સિચન શિક્ષકો કરે છે.

વ્યવહારરૂ શિક્ષણથી જ બાળપ્રતિભા ખીલી ઉઠે છેે: ભૂમી ગઢવી (શિક્ષક)

Vlcsnap 2022 11 17 10H32M12S904

જીનિયસ શાળાના પૂર્વ પ્રાથમિક શિક્ષક ભૂમિ ગઢવીએ જણાવ્યું કે,પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં ગર્લ્સ અને બોયસ બનેને સ્વયં સીસ્તમાં પ્રથમ પોતાનું પ્રથમીક કાર્ય જાતે કરતા શીખડાવું જરૂરી છે. ગાણિતિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.ટેકનોલોજીના માધ્યમથી બાળકોને વિવિધ રાયમ્સ,વાર્તા તેમજ બૌદ્ધિક પ્રતિભા ખીલવવા માટે વીડિયોના માધ્યમથી શીખડવામાં આવે છે.એજ વીડિયો બાદ માં બાળક ઘરે વાલીના ફોનમાં જાતે ખોલીને જુવે અને શીખે છે.

બાળકોની કારકિર્દીની ઇંટ પૂર્વ પ્રાથમિક શિક્ષકથી મૂકાય છે: અજયભાઈ પટેલ(સંચાલક)

Vlcsnap 2022 11 17 10H35M01S771

ન્યુ એરા શાળાના સંચાલક અજયભાઈ પટેલે જણાવ્યું કે, પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં બાળકના ઘડતર માં રમતગમતની પ્રવૃત્તિ મોખરે હોય છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં બાળકનો કારકિર્દી લક્ષ્ય પાયો નાખવામાં આવે છે. બાળકને આહારવિહાર ની સાથે વ્યવહારના શિસ્તના પાઠ પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં ભણાવવામાં આવે છે.

ગાણિતિક શિક્ષણ પ્રવૃત્તિથી બાળકોની બુઘ્ધિનો વિકાસ થાય છે: જીતેશભાઈ મકવાણા (સંચાલક)

Vlcsnap 2022 11 17 10H38M19S597

શ્રી સારસ્વત વિદ્યા નિકેતન શાળાના સંચાલક જીતેશભાઈ મકવાણાએ જણાવ્યું કે, પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં બાળકનો પાયો મજબૂત કરવામાં આવે છે. બાળકને હંમેશા વિવિધ પ્રવૃત્તિઓ કરાવી ગાણિતિક શિક્ષણથી  તમામ પ્રવુતિથી તેના બુદ્ધિનો વિકાસ વધારવાનો પ્રયાસ પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં કરવામાં આવતો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.