Abtak Media Google News

વિશ્વાસથી વિકાસયાત્રા- રાજ્ય કક્ષાનો સમારંભ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સાયન્સસિટી ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ સંપન્ન

આજે ’વિકાસ એટલે ગુજરાત અને ગુજરાત એટલે વિકાસ’ એવી ઓળખ ઊભી થઈ છે. 20 વર્ષના વિકાસ યાત્રાનો મૂળ આધાર પ્રજાએ નરેન્દ્ર ભાઈ મોદીમાં મુકેલો વિશ્વાસ છે. ગુજરાતમાં શહેરો જેવી સુવિધાઓ ગામડાઓમાં પણ વિસ્તરી છે. વિકાસની સાથે વિરાસતના સંવર્ધનને પણ ગુજરાતે પ્રાધાન્ય આપ્યું છે. મુખ્યમંત્રીના વરદ હસ્તે 3,338 કરોડના 16,359 કામોના ઇલોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત સંપન્ન

20221021 145030

.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ના રાજ્યવ્યાપી કાર્યક્રમનો અમદાવાદના સાયન્સસિટી ખાતેથી પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ગુજરાત આજે દેશમાં વિકાસની દ્રષ્ટિએ અગ્રેસર રાજ્ય પુરવાર થયું છે. આજે વિકાસ એટલે ગુજરાત અને ગુજરાત એટલે વિકાસ એવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસનો પાયો નાખ્યો છે. વિકાસના આ મજબૂત પાયાને પગલે ગુજરાત આજે દેશમાં આગવી ઉંચાઈ પ્રાપ્ત કરી શક્યું છે એમ તેમને ઉમેર્યું હતું.

વિશ્વાસથી વિકાસ યાત્રાના બીજા ચરણના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આજે 3,338 કરોડના 16,359 કામોના ઇલોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

મુખ્યમંત્રીએ વિકાસમાં અગ્રેસર ગુજરાત હોવાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષની ગુજરાતની વિકાસયાત્રા બેનમૂન રહી છે, તેના મૂળમાં પ્રજાએ નરેન્દ્રભાઇ મોદીમાં મુકેલો અપાર વિશ્વાસ છે. તેમના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી દિશાઓ હાંસલ કરી શક્યું છે. અને એ જ પથ પર આપણે આગળ વધી રહ્યા છીએ. એમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યમાં વિકાસકામોને પગલે ઉભી થયેલી જન સુવિધાનઓનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, શહેરોના જેવી જ સુવિધાઓ ગામડાઓમાં પણ હોય તે રાજય સરકારનો અભિગમ રહ્યો છે. એના પરિણામ લક્ષી અમલને પગલે આજે શહેરો જેવી જ સુવિધાઓ ગામડાઓ સુધી વિસ્તરી છે.

20221021 145031

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, હાલ ડિફેન્સ એક્સપોનું પ્રદર્શન યોજાયું છે. ગુજરાત પણ ડિફેન્સના ક્ષેત્ર દેશ સાથે કદમ મિલાવી રહ્યું છે, જે આપણા માટે ગૌરવની વાત છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં 5જી ટેક્નોલોજી લોન્ચ કરી છે. ગુજરાત પણ અધ્યતનમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ સાથે આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં વિકાસ કામો અને જનસુવિધા ઉભી કરતા લોક કલ્યાણના કામોમાં પણ અદ્યતન ટેક્નોલોજીનો સુપેરે ઉપયોગ રાજ્યમાં થઈ રહ્યો છે. જેમાં પરિણામે આજે આર્મી ટેન્કનું ઉત્પાદન દહેજમાં થઈ રહ્યું છે. ત્યારે હવે દિવસો દૂર નથી કે રાજકોટમાં એરોપ્લેનના પાર્ટ્સ બનશે. તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરમાં જ દેશના સૌથી મોટા શિક્ષણ અભિયાન મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું લોન્ચિંગ વડાપ્રધાનના હસ્તે ગુજરાતથી કરવામાં આવ્યું છે.

રાજ્યનો નાગરિક કોઈપણ ખૂણે ડાયાલિસિસ કરાવી શકશે

આરોગ્યની સુવિધાઓનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, દરેક તાલુકા મથકે નિર્માણ પામેલા ડાયાલિસિસ સેન્ટર અને જિલ્લા મથકે બનેલા ડે કેર કિમો થેરાપી સેન્ટર બન્યા છે. જેના થકી રાજ્યનો નાગરિક કોઈપણ ખૂણે ડાયાલિસિસ કરાવી શકશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, બાળક, મહિલા, દલિત, વંચિત, આદિવાસી અને વિદ્યાર્થી તેમજ ખેડૂતો તમામ વર્ગને વિકાસના ફળો પહોંચાડવા સરકારે કાર્યરત છે. રાજ્યમાં 36 લાખ બહેનોને ગેસ કનેક્શન મળ્યા છે. આ ઉપરાંત સુક્ધયા સમૃદ્ધિ યોજનાના માધ્યમથી 14 લાખ દીકરીઓને 5.55 કરોડની સહાય આપવામાં આવી છે.

વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં પણ ગુજરાત છેલ્લા 3 વર્ષથી દેશભરમાં પ્રથમ છે. સૌથી મોટું ઐતિહાસિક બજેટ આપવાની સાથે ગુજરાત નીતિ આયોગ પ્રમાણે નાણાકીય આયોજનમાં પણ પ્રથમ નંબરે છે. કોવિડ મહામારી પછી પણ વિકાસની ગતિ ન રોકાય તેની તમામ વ્યવસ્થા રાજ્યમાં કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.