Abtak Media Google News

સરકારની વ્યવસ્થાને પણ ટીકાકારો અફવાઓ અને ગેરમાન્યતાનો ભોગ બનાવે છે

દેશભરમાં ૧૩૦ કરોડ લોકોની વસ્તીને કોરોનાનાં સંક્રમણથી બચાવવા માટે સરકાર નાત-જાત, ધર્મવર્ગ કે રાજકીય ભેદભાવ વગર માત્રને માત્ર રાષ્ટ્રીયતાનાં ધોરણે દેશનાં પ્રત્યેક નાગરીકને સુરક્ષિત રાખવાનાં આ મહાયજ્ઞમાં રાત-દિવસ સરકાર કામે લાગેલી છે ત્યારે સરકારની આ વ્યવસ્થાને પણ ટીકાકારો, અફવાઓ અને ગેરમાન્યતાનો ભોગ બનવું પડે છે. ગુજરાત સરકારે આ પ્રકારનાં અહેવાલોને દ્રઢતાપૂર્વક ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓની સારવાર અને વ્યવસ્થા ધર્મનાં આધારે કરવામાં આવે છે. કેટલાક સમાચાર અહેવાલોમાં સિવિલ હોસ્પિટલમાં અલગ-અલગ ધર્મનાં લોકો માટે અલગ વોર્ડ ઉભા કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો ત્યારે ગુજરાતનાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગે ટવીટર પર ખુલાસો કર્યો કે, અમદાવાદ સિવિલમાં ધર્મનાં આધારે દર્દીઓનાં વોર્ડ ઉભા કરવાની વાતો અને અહેવાલો તદન પાયા વિહોણા છે.

આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ધર્મનાં આધારે અલગ રાખવામાં આવતા નથી. કોરોના વાયરસનાં દર્દીઓને લક્ષણ અને રોગનાં લક્ષણ અને કયાં સ્ટેજમાં રોગ પહોંચ્યો છે તે અનુસાર સારવાર માટે વર્ગીકૃત કરવામાં આવ્યા છે ત્યારે વિદેશ મંત્રાલયે અમેરિકન આંતરરાષ્ટ્રીય ધર્મ સ્વાયતપંથનાં ભારતમાં કોરોના સારવારમાં ધાર્મિક રંગનાં આક્ષેપનું ૫ણ ખંડન કર્યું હતું. મિનિસ્ટ્રી ઓફ એકસર્ટનલ આ અહેવાલને દુ:ખદાયી પણ ગણાવ્યો છે. ગુજરાતમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા ૭૬૬એ પહોંચી છે ત્યારે બુધવારે ૧૨૭ નવા દર્દીઓનો ઉમેરો થયો હતો. અમદાવાદમાંથી જ ૮૮ નવા કેસો સામે આવ્યા છે. બુધવાર સુધીમાં કોરોનાનો મૃત્યુ આંકમાં વધુ પાંચનો ઉમેરો થયો છે અને ગુજરાતનો કુલ મૃત્યુઆંક ૩૩એ પહોંચ્યો છે. દેશ માટે હજુ આગામી બે થી ત્રણ અઠવાડિયા ભારે હોવાનું આરોગ્યમંત્રી હર્ષવર્ધને જણાવ્યું છે.  પ્રથમ લોકડાઉન થયાની આશા સાથે એડવાન્સ બુકિંગ કરેલી રેલ ટીકીટોને પણ રેલવે દ્વારા કેન્સલ કરવામાં આવી છે અને ૧૪૯૦ કરોડનું રીફંડ પણ આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.