રાજકોટ : કોર્પોરેશનના ચાર સ્વિમિંગ પુલ 10મી સુધી બંધ રહેશે

36મી નેશનલ ગેમ્સ અન્વયે શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર, કોઠારિયા રોડ તથા શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્ષ,  તા.10 સુધી બંધ રહેનાર હોઇ આ બંને સ્નાનાગારના વાર્ષિક સભ્યો, શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર, પેડક રોડ અથવા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતિ સ્નાનાગાર, કાલાવાડ રોડ પૈકી કોઇ એક સ્નાનાગાર ખાતે જઇ શકશે.

વાર્ષિક સભ્યો માટે શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર, કોઠારિયા રોડ તથા શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્ષ, તા.11 થી રાબેતા મુજબ શરૂ થશે. તેમજ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર, કોઠારિયા રોડ તથા શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્ષના નવા ત્રિમાસિક સત્રનું રજીસ્ટ્રેશન તા.10થી શરૂ થશે.