Abtak Media Google News

ભાવનગર એલસીબી, પેરોલ ફર્લો સ્કવોર્ડ કરી કાર્યવાહી

ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગુનાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર  છૂટેલ અને હાજર નહી થયેલા આરોપીને પકડી પાડવા માટે સખ્ત સુચના આપી હતી.

વરતેજ પોલીસ સ્ટેશનના હત્યાનો ગુનો સિહોર તાલુકાના મોટા સુરકાના અશોકભાઇ બચુભાઇ ચાવડા સામ નોંધાયો હતો કેસ ચાલી જતા પાકા કામના કૈદી તરીકે અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવેલ હતો અને તે દરમિયાન  આરોપીએ પેરોલ રજાની માંગણી કરતા તા.૮/૪/૨૦૨૦ થી ૩૦ દિવસના વચગાળાના પેરોલ રજા ઉપર અમદાવાદ મધ્યસ્થ જેલ માંથી મુકત કરવામાં આવ્યો હતો. તા.૯/૦૫/૨૦૨૦  ના રજા પુરી થયે અમદાવાદ જેલમાં પરત થવાનું હતું પરંતુ  આરોપી  જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયો હતો.

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં તથા પેરોલ ફર્લો સ્કોડના માણસોને બાતમી મળી કે અમદાવાદ મધ્યસ્થ જેલ નો પાકા કામનો  આરોપી અશોકભાઇ બચુભાઇ ચાવડા રહે. મોટા સુરકા તા. શિહોર જી. ભાવનગર વાળા તેના ઘરે હોવાની બાતમી મળી હતી. જેથી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ટાફના માણસો  તેના રહેણાક મકાન ઉપર જઇ અશોકભાઇ પકડી લઇ તેની અટકાયત કરી અમવાદાવ મધ્યસ્થ  જેલમાં બાકી રહેલ સજા ભોગવવા માટે મોકલી આપ્યો હતો.

એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા  તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ.અનિરૂધ્ધસિંહ ગોહિલ  તથા જીતેન્દ્રસિંહ ઝાલા પો.કો. કુલદિપસિંહ ગોહિલ ડ્રા.ઘર્મેન્દ્રસિંહ સરવૈયા  વિગેરે આ કામગીરીમાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.