Abtak Media Google News

મેષ

001 1

ઉદ્યોગ ત્થા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ એવમ હળવું લાભદાયી  નીવડશે.  કમીશન મર્ચટ, જથ્થાબંધ તથા છુટક  વ્યાપાર ક્ષેત્રે મંદીનો માહોલ જોવા મળશે. નાનાં વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. કેમિકલ તથા મેડીકલ ફાર્માસ્યુટીક્લ્સ ક્ષેત્રે  હળવા ચડાવ ઉતારની વિવાદ થવાંની સંભાવના. હોટેલ ટુરીઝ્મ ઈંડસ્ટ્રીઝ  માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ  સપ્તાહ સાનુકુળ નીવડશે.   વિજ્ઞાનની તમામ શાખાના છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે.  ૫ ત્થા ૧૦ એપ્રીલનાં દિવસો  સામાન્ય રહેશે.

વૃષભ

002

કૌટુંબિક તથા પારિવારીક સુખમાં વધારો થવાના સંયોગો.  આકસ્મિક ધન લાભનાં સંયોગો સમેત  તેમજ  અન્ય પ્રકારનાં લાભો મળવાંની સંભાવના. ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ. સામાન્ય નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના  તમામ કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળુ પરંતુ સાથોસાથ લાભકારક નીવડશે. ફેશન તથા ફેબ્રીક તથા કોસ્મેટીકના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ રહેશે.  નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ  સપ્તાહ મધ્યમ તથા તકલીફવાળુ રહેવાની સંભાવના.   ૭ ત્થા ૧૦ એપ્રીલનાં દિવસો જ સામાન્ય રહેશે.

મિથુન

003

આ સપ્તાહ દરમ્યાન સખત પરિશ્રમ સાથે સતત ભાગદોડ  થવાંનાં સંયોગો. બોલીને બગડી ગયેલા સંબંધો સુધરવાંનાં સંયોગો.   નિષ્ઠાવાન અધિકારી/ કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ  સપ્તાહ હળવુ ચડાવઉતાર વાળુ જણાશે.  ખાનગી એકાઉંટ, મેનેજમેંટ–તથા પ્રિંટ અને પબ્લીકેશન એકમનાં જાતકો માટે આ સપ્તાહ  સરેરાશ રહેશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવું રહેશે. ટ્રાવેલ્સ તથા ટ્રાંસ્પોર્ટેશંસના જાતકો  માટે સાનુકુળ સપ્તાહ. મૈત્રી તથા બહારી સંબંધોમાં સાચવવું.   પરિવારમાં સાથ સહકાર અકબંધ રહેશે.  ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે લાભદાયી સપ્તાહ. ૧૧ એપ્રીલના દિવસો સામાન્ય રહેશે.

કર્ક

004

વણસી ગયેલા જુનાં સંબંધો  સુધરવાંનાં સંયોગો.   આ રાશિના જાતકોએ આ સપ્તાહ માટે જુગાર,  સટ્ટો, શેર બજારથી દુર રહેવું.અધુરા રહેલા ધંધાદારી કાર્ય પૂર્ણ થઈ   જવાંની સંભાવના. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે ચડાવ ઉતાર વાળુ સપ્તાહ.  નાના ત્થા છુટક  વ્યાપારી માટે  આ સપ્તાહ હળવી દોડધામ  સાથે લાભદાયી જણાશે. ફેશન ફેબ્રીક તથા કોસ્મેટીકનાં જાતક માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હળવું સપ્તાહ. નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ  સપ્તાહ લાભકર્તા નીવડશે.  ૧૦ ત્થા ૧૧ એપ્રીલ  સામાન્ય રહેશે.

સિંહ

005

આ સપ્તાહે પણ ભાગદોડ તથા પ્રતિકુળતાં રહેવાંની સંભાવના. કમીશન મર્ચટ અને બ્રોકર્સ માટે આ સપ્તાહ ચડાવ ઉતાર તથા પ્રતિકુળ વાળુ નીવડશે.  ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાધારણ નીવડશે.  વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર સાથે લાભકારી નીવડશે.  રાજકીય તથા જાહેર ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે, સાથે વાદ વિવાદોથી દુર રહેવું. ખાનગી ક્ષેત્રનાં કર્મચારી તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક જણાશે.  નિવૃતો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૬ તથા ૮ , ૧૦  એપ્રીલ નો દિવસ  સાધારણ  જણાશે.

કન્યા

006

એકાઉંટ તથા મેનેજમેંટ ફર્મ સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. ઈવેંટ મેનેજમેંટ ત્થા કેટરીંગ સર્વિસીઝ ના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી જણાશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના  જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ રહેશે.  પરંતુ છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારક જ રહેશે. અર્ધ સરકારી તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું રહેશે. ઉચ્ચાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.  ૭  તથા ૮ એપ્રીલનો દિવસ સરેરાશ રહેશે.

 

તુલા

007

સરકારી તેમજ ખાનગી ક્ષેત્રે ઉચ્ચાધિકારી પદ પર સેવાં બજાવતા જાતકો માટે આ સપ્તાહ શ્રેષ્ઠ અને શ્રેયકર નીવડશે.. ક્ધસલ્ટન્સી-સર્વિસ બિઝનેંશના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. વ્યાપાર વણિજ તથા ઓદ્યોગિક એકમનાં જાતક માટે રાબેતા મુજબ જ આ સપ્તાહ રહેશે. ફેશન, ફેબ્રીક એવમ કોસ્મેટીક ક્ષેત્રના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. સરકારી તથા ખાનગી કર્મચારી વર્ગ માટે સપ્તાહ સારુ રહેશે.  ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ગૃહિણીઓ,  નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક સપ્તાહ.  ૧૧ એપ્રીલનો દિવસ  મધ્યમ જણાશે.

વૃશ્ચિક  

008

આ સપ્તાહ દરમ્યાન ઉતરતી પન્નોતિનું હકારાત્મક તથા  ફાયદાકરક  ફળ મળવાંના સંયોગો. રહેશે  ઉદ્યોગ ધંધાના નવા કામકાજ કે શરુઆત તથા  સરકારી કામકાજ જેવાં કે દસ્તાવેજી લખાણકાર્ય માટેનું સાનુકુળ સપ્તાહ. હેવી મશીનરી ઉદ્યોગ તથા હેવી મશીનરી વ્યાપાર, વ્યવસાય તથા સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયી નીવડશે.  સરકારી કર્મચારી તથા સુરક્ષા કર્મી માટે આ સપ્તાહ હ્ળવુ પ્રતિકુળ  જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે.  મિત્રો સાથે મતભેદ થવાંનાં સંયોગો. વિજ્ઞાન શાખાનાં પ્રોફેસર્સ, લેલચરર્સ, વિદ્યાર્થી, ગૃહિણી તથા નિવૃતો માટે શ્રેષ્ઠ સપ્તાહ.  ૧૦ તથા ૧૧ એપ્રીલે વિશેષ સાચવવું.

ધન

009

મોટા તથા જથ્થાબંધ વ્યાપાર વણિજના જાતકો  તથા હેવી મશીનરી ઉદ્યોગ એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  ખુબ જ  ફાયદાકારક સાબીત નીવડશે.  રીયાલ્ટી એકમના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ જણાશે. અન્ય ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે  આ સપ્તાહ અર્ધ લાભદાયી નીવડશે. શેર બજાર માટે આ  સપ્તાહ પ્રતિકુળ રહેવાનાં સંયોગો. પરિશ્રમી જાતકો માટે  આ સપ્તાહ  યથાવત રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હળવું સપ્તાહ. ગૃહિણીઓ, નિવૃતો માટે સાનુકુળ સપ્તાહ. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે લાભદાયી સપ્તાહ.  ૭ તથા ૧૦ માર્ચ  સાધારણ જણાશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010

આ સપ્તાહ દરમ્યાન સરકારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે,  હળવી હળવી પ્રતિકુળતા જણાશે.આ સપ્તાહ દરમ્યાન પરિવારમાં મોસાળ તથા સાસરા પક્ષે  હળવા કલેશ કે ખટરાગ રહેવાંની શકયતાઓ.  વાહન હંકારવામાં કાળજી રાખવી.   નાના કે ગૃહ ઉદ્યોગ તથા વ્યાપાર-વાણિજયના તમામ  એકમોના જાતકો માટે આ સપ્તાહ સાધારણ જણાશે.  હેવી વ્હીક્લ્સનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે.  સરકારી શૈક્ષણિક એકમના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.  પરિવાર જનો તથા મિત્રોને સહકાર આપવાંનાં સંયોગો.  ૯, ૧૦ ૧૧ એપ્રીલ મધ્યમ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011

શૈક્ષણિક ક્ષેત્રે  આધ્યાપકો, પ્રાધ્યાપકો તથા આચાર્ય ગણો માટે આ સપ્તાહ ખુબ જ  લાભકારક નીવડશે.  મહિલા – મહિલા કર્મી જાતકો માટે આ સપ્તાહ શ્રેષ્ઠ નીવડશે. ધાર્મિક, દાર્શનિક, રાજકીય વ્યક્તિઓ સંભાળવાં જેવું સપ્તાહ. ઉદ્યોગ તથા નાના મોટા વ્યાપાર વણિજનાં ક્ષેત્રના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. કારીગર તથા આર્ટીસન જાતકો માટે સાનુકુળ સપ્તાહ. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે  લાભદાયી સપ્તાહ પારિવારીક સંબંધોમાં સુધારો થશે.   છાત્રો, નિવૃતો, માટે લાભકારક સપ્તાહ. ૩ તથા ૪  એપ્રીલ  મધ્યમ રહેશે.  (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું.  ઉપાય શ્રમદાન.)

મીન

012

જથ્થાબંધ તથા છુટક વ્યાપાર-વણિજનાં એકમના જાતકો તથા ધાર્મિક-આધ્યાત્મિક જાતકો માટે આ સપ્તાહ ઉતમ રહેશે.  ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે.  ખાણ ખનીજ કે મિનરલ્સનાં એકમના જાતક માટે  આ સપ્તાહ સંઘર્ષ વાળુ રહેશે.  કંસ્લટંસી તથા સર્વિસ બિઝનેશનાં  જાતકો આ સપ્તાહ ફાયદાકારી નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયી રહેશે.  ૬ તથા ૭ એપ્રીલ મધ્યમ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.