Abtak Media Google News

ગીરનાર ડેવલપમેન્ટ ઓથોરીટીની રચના કરી ગીરનાર ક્ષેત્રનો સર્વાંગી વિકાસ કરાશે: ગિરનારના પગીયાનો જીર્ણોધાર કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

Img 20180213 Wa0010જુનાગઢની ગિરનાર તળેટીના પૌરાણિક અને પરંપરાગત મહાશિવરાત્રીના મેળામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભવના મહાદેવના દર્શન કરી મહાશિવરાત્રી મેળાની ભવ્ય અને શાહી રવેડીના દર્શન કર્યા હતા. મેળાના ઇતિહાસમાં દિગમ્બર સાધુઓની તળેટી સ્તિ શાહી રવેડીના દર્શન કરનારા  વિજયભાઇ રૂપાણી પ્રથમ મુખ્યમંત્રી છે.

Advertisement

Img 20180213 Wa0015

શિવજીની આરાધના કરવા પહોંચેલા પાંચ લાખી વધુ ભાવિકોનું અભિવાદન ઝીલી મુખ્યમંત્રીએ ભારતી આશ્રમ ખાતેના સ્વાગત સન્માન કાર્યક્રમમાં આવતા વર્ષી જુનાગઢના મહાશિવરાત્રીના મેળાને મીની કુંભ મેળો જાહેર કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને લાખો શ્રધાળુઓએ વધાવી લીધી હતી. મુખ્યમંત્રીએ ૩૩ કરોડ દેવતાઓ બિરાજમાન હોવાની શ્રધાળુઓને શ્રદ્ધા છે. એવા ગિરનાર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરીટીની પણ જાહેરાત કરી હતી.

 

Copy Of Img 20180213 Wa0011સાધુ સંતો અને ભાવિકોની લાગણી ધ્યાને લઇ મુખ્યમંત્રીએ વર્ષો જુના ગિરનારના તમામ પગીયા મરામત-જીર્ણોધાર કરવાની પણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ જુનાગઢ અને ગિરનારના ર્તી પ્રવાસન સ્ળોના વિકાસ માટે  રાજ્ય સરકાર જરૂરીયાત મુજબનો તમામ ખર્ચ કરશે તેમ જણાવ્યું હતું. તળેટી સ્થિત પંચદશનામ જુના અખાડાની વર્ષો જુની જગ્યાની જમીનને નિયમિત કરવાની જાહેરાત કરી આ અંગેનો હુકમ અખાડાના સંતોને અર્પણ કર્યો હતો.

Img 20180213 Wa0016

તળેટી સ્થિત ભારતી આશ્રમમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મહાશિવરાત્રીનો મેળો એટલે જીવનું શિવ સો મિલન કહી કરોડો શ્રદ્ધાળુઓ આ મેળો માણવા આવે છે તેમ જણાવ્યું હતું. ગિરનારી મહારાજ, ભગવાન ગુરૂદત્ત અને ભવના દાદા ગુજરાતની ઉન્નતિ થાય સર્વાંગી વિકાસ અને સુખ સમૃદ્ધિ વધે તેવા આશીર્વાદ આપે તેવી ર્પ્રાથના પણ કરી હતી. મુખ્યમંત્રીનું સોના મઢેલી રૂદ્રાક્ષની માળા, તલવાર અને મોમેન્ટો આપી મહામંડલેશ્વર ભારતીબાપુએ સ્વાગત કર્યું હતું.

મહામંડલેશ્વર ભારતી બાપુએ ઉંચો ગઢ ગિરનારની શ્રદ્ધાળુઓને પ્રિય એવી કૃતિી વક્તવ્યનો પ્રારંભ કરીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પ્રમ વખત મહાશિવરાત્રીના મેળામાં આવ્યા છે અને રવેડીના દર્શન કરનારા વિજયભાઇ પ્રમ મુખ્યમંત્રી છે તેમ જણાવ્યું હતું. વર્ષ ૨૦૦૮માં તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ મહાશિવરાત્રીના મેળામાં આવ્યા હતા પરંતુ વિજયભાઇ રવેડીના દર્શનમાં પણ સહભાગી યા છે તે ઐતિહાસિક અવસર છે તેમ જણાવ્યું હતું.

Copy Of Img 20180213 Wa0015

ભવના મંદિરના મહંત હરિગીરી મહારાજએ પ્રાસંગિક પ્રવચન કરી ભવના મંદિરની ઐતિહાસીક-પૌરાણિક મહાત્મ્ય સમજાવી મુખ્યમંત્રીની જાહેરાતોને આવકારી આભાર માન્યો હતો. આ પૂર્વે મુખ્યમંત્રીએ ભવના મંદિરના દર્શન કર્યા હતા. આપાગીગાનો ઓટલો ચોટીલા અને સત્તાધારની જગ્યા આયોજિત મેળાના અન્નક્ષેત્રની મુલાકાત લીધી હતી જ્યા મહંત નરેન્દ્રબાપુ સોલંકી અને અન્ય મહંતોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. બાદમાં, ગોરક્ષના આશ્રમએ જઇ અન્નક્ષેત્ર-ભોજનાલયના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આશ્રમ ખાતે મહંત શેરનાબાપુએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. ભારતી આશ્રમ સ્થિત કાર્યક્રમમાં સંત મોરારીબાપુ, પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફીયા, શ્રીમતી અંજલીબહેન રૂપાણી, મેયર શ્રીમતી આદ્યશક્તિબહેન મજમુદાર, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, હરિનંદન ભારતી મહારાજ,  હરિગીરી બાપુ, મહાદેવગીરી બાપુ, અવદેશાનંદ ભારતી બાપુ અને અન્ય સંતો, મહંતો અને ભાવિકો ઉપસ્તિ રહ્યા હતા.

આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢ ગઇકાલે મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પરીવાર અને સ્નેહીજનો સાથે ભવનાથ તીર્થક્ષેત્રમાં પહોચ્યા હતા ભવનાથ મેળાને મીની કુંભ જાહેર કરવાની સાથે ગીરનાર ઓથોરીટી બોર્ડની રચના કરવાની ખાત્રી આપી તીર્થક્ષેત્રના કેટલાક ધર્મ સ્થાનોની મુલાકાત લીધી હતી આની સાથે સાધુ સંતાોની જગ્યાએ રેગ્યુલાઇઝ કરવામાં જુના અખાડાની જમીનને રેગ્યુલાઇઝ કરતો ઓર્ડર સંતોને હાથોહાથ આપ્યો હતો. ગીરનાર તેમજ જુનાગઢના વિકાસ માટે તમામ તૈયારીઓ બતાવી હતી.

સી.એ.નો કાફલો ભવનાથ પહોચતાજ પ્રથમ મહાદેવને શીશ ઝુકાવી ગોરકાનાથ આશ્રમ અને શેરનાથ બાપુ દ્વારા નવનીર્મીત ભવનનું લોકાર્પણ કરી ભારતી આશ્રમ ખાતે સન્માન સાથે સભા સંબોધી પરીવાર અને સ્નેહિજનો સાથે રવાડી નિહાળી હતી. કાર્યક્રમ દરમિયાન મહત્વની જાહેરાતો બાદ રાત્રીના ૧૧ ના સુમાહે સી.એમ.નો કાફલો રવાના થયો હતો. જો કે આ મેળામાં પરંપરાગત જનમેદની આ વર્ષે ઓછી હોવાનું સુત્રોના ચર્ચાતુ રહ્યું હતું. પ.પૂ. શેરનાથબાપુ, ભારતીબાપુ, શરીગરીબાપુ, લાલસ્વામીની જગ્યાના મહંત, હરીગીરી ગુરુ કલ્યાણગીરી બાપુ, મહાદેવગીરી બાપુ, સહીતના ટોચના સંતોએ મેળા તેમજ સી.એમ.ના કાર્યક્રમ દરમિયાન મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. ભારતી આશ્રમ ખાતે સભા દરમીયાન ગીરનાર ઓથોરીટી બોર્ડ અને મીનીકુંભ અંગે ખાત્રી પૂર્વક જાહેરાતો કરવા સાથે જુના અખાડાની જગ્યાને રેગ્યુલાઇઝ કરવાનો હુકમ હાથોહાથ આપ્યો હતો.

 

સત્તા અને સંતોનો સંગમ

Img 20180213 Wa0027

મહા શિવરાત્રીના મેળાના અંતિમ દિવસે સત્તા અને સંતોનો સમન્વય જોવા મળ્યો હતો. એક તરફ રામ જન્મભૂમિ વિવાદ ચાલી રહ્યો છે. કેસની સુનાવણી વડી અદાલતમાં ઈ રહી છે ત્યારે વિજયભાઈ ‚પાણીએ ઉપરોકત તસ્વીરમાં તમામ ધર્મ-સંપ્રદાયને પરંપરાનુસાર સો રાખી ચાલવાના સંકેતો આપી દીધા છે.

મુખ્યમંત્રીએ ૧૦૮ નિકળતા કોન્વે રોકાવી

જૂનાગઢના ભવનાના મહાશિવરાત્રીના મેળામાં આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ ભવના તરફ જતી વખતે ૧૦૮ એમ્બ્યુલન્સ નિકળતા મુખ્યમંત્રીએ સંવેદના દાખવીને તેમનો કાફલો રોકાવી સૌ પ્રમ ૧૦૮ના વાહનને જવા દેવા સુચના આપી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.