Abtak Media Google News
  • એટીએસ દ્વારા 14 દિવસના રિમાન્ડની કરાઈ માંગણી : બંને પક્ષે દલીલો પૂર્ણ કરી લેવાઈ

અબતક, જૂનાગઢ
રાજ્યભરમાં ખુબ ગજેલા જુનાગઢમાં ખાખીના તોડકાંડમાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને એટીએસએ જૂનાગઢની અદાલતમાં 14 દિવસની રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે અદાલત તરલ ભટ્ટના રિમાન્ડ મંજુર કરશે કે જેલ હવાલે કરશે તેની પર સૌની મીટ મંડાઈ છે. આ જયારે લખાઈ રહ્યું છે ત્યારે બંને પક્ષે કોર્ટમાં દલીલો પૂર્ણ થઇ ચુકી છે અને હવે અદાલતના આદેશની રાહ જોવાઈ રહી છે.

પોલીસબેડાના મોટા અધિકારી તરલ ભટ્ટને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. એટીએસની ટીમ તરલ ભટ્ટને લઈને જૂનાગઢ પહોંચી હતી અને કોર્ટમાં રજૂ કર્યો હતો. એટીએસ દ્વારા તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એટીએસની ટીમ તરલ ભટ્ટને શુક્રવારે અમદાવાદમાંથી ધરપકડ કરી હતી. સસ્પેન્ટેડ પીઆઇ તરલ ભટ્ટ અને અન્ય પોલીસ અધિકારીઓ ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલા હોવાની વાત પણ સામે આવી છે.

તરલ ભટ્ટની કારને ટ્રેસ કરી જૂનાગઢ કોર્ટ સમક્ષ સરેન્ડર કરે તે પહેલાં જ અમદાવાદ નજીક રીંગ રોડ ઉપરથી ઝડપી લેવામાં આવ્યા હતા.

જૂનાગઢમાં એટીએસની ટીમ સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને લઇને પહોંચી હતી. હવે તરલ ભટ્ટને રિમાન્ડ અર્થે જુનાગઢ સેસન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ગત શુક્રવારે અમદાવાદ ખાતેથી એટીએસની ટીમે સસ્પેન્ટેડ પીઆઇ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ કેસમાં રિમાન્ડની માંગણી અર્થે આજે કોર્ટમાં તરલ ભટ્ને રજૂ કરવામાં આવ્યો છે. તરલ ભટ્ટ સાથે અન્ય કેટલા પોલીસ અધિકારીઓ ગુનાહિત કૃત્યમાં સામેલ છે, તે સાથેની કેટલીક બાબતો અંગે પૂછપરછ પણ કરાશે. ખાસ વાત છે કે સસ્પેન્ટેડ પીઆઇ તરલ ભટ્ટ સાયબર એક્સપર્ટ હોવાના કારણે ડિજિટલ પુરાવા એકત્રિત કરવા એટીએસ માટે કઠીન બની રહ્યાં છે.

જૂનાગઢ તોડકાંડના આરોપી તરલ ભટ્ટ ફરિયાદ થયાના છ દિવસે ઝડપાયા છે કે હાજર થયો છે એ અંગે હજી અનેક મૂંઝવતા પ્રશ્નો છે, પરંતુ હાલ તરલ ભટ્ટ એટીએસના લોકઅપમાં છે. જ્યાં અગાઉ આસારામ, લોરેન્સ બિશ્નોઇ જેવા ગુનેગારો રહી ચૂક્યા છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.