Abtak Media Google News

જુનાગઢ સમાચાર

જુનાગઢ સી ડીવીઝન પોલીસ વિસ્તારમાં આવેલા બાલાજી પાર્ટી પ્લોટ માંથી કિંમતી સોનાના દાગીનાની ચોરી થયેલ હતી.લગ્નમાં પરિવાર દાંડીયારાસ રમતો હતો.ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ ફોર વ્હીલ કાર માંથી અલગ અલગ સોનાના દાગીનાના ત્રણ બોક્સ ચોરાયાની સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી. જુનાગઢ સી ડિવિઝન પોલીસ દ્વારા 10 લાખથી વધુની દાગીના ચોરનાર ને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. બાલાજી પાર્ટી પ્લોટના સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપી સુધી પકડવા પોલીસે તપાસ હાથ ધરી હતી.જેમાં જુનાગઢ સી ડિવિઝન પોલીસને સફળતા મળી હતી. અને 10 લાખથી વધુની કિંમતના સોનાના દાગીના ચોરનાર ધરમ જસવંત ધાધલ નામના રાજકોટથી પકડી પાડવામાં આવ્યો હતો.

ગત 29/1/2024 ના ડિવિજન પોલીસ વિસ્તારમા આવેલા બાલાજી ફાર્મ માંથી 25 તોલા દાગીનાની ચોરી થયાની ફરીયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. જે મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં બાલાજી ફાર્મમાં અજાણી ફોર વ્હીલ કાર પ્રવેશે છે.અને તેનો કાર ચાલક ત્રણ ચાર ગાડીઓમાં રેકી કરે છે. ત્યારબાદ એક ફોરવીલ કારનો કાચ તોડી તેમાંથી ત્રણથી ચાર સોનાના દાગીના ભરેલા બોક્સ ચોરી કરે છે. સમગ્ર ઘટના સીસીટીવી માં પોલીસ દ્વારા તપાસવામાં આવે છે.

આ મામલે પોલીસ દ્વારા ઊંડાણ તપાસ હાથ ધરવામાં આવી હતી. અને સી ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં રાજકોટ ગોંડલ ચોકડી નજીકથી ધરમ જશવંતભાઈ ધાંધલ નામના ઈસમને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

પકડેલ ઈસમ પાસેથી પોલીસ દ્વારા ચોરી થયેલ તમામ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલ ઈસમ ધરમ જસમત ધાંધલ ચોરીમાં શબ્દો આવેલો હતો. અને આ પકડાયેલ ઈસમ જ્યારે પણ આર્થિક સંકળામણમાં આવ્યો ત્યારે લગ્ન પ્રસંગ કરતો હતો. લગ્ન પ્રસંગમાં પાર્ક કરેલી ગાડીઓ ની રેકી કરી તેમાંથી ચોરી કરતો હતો.

ચિરાગ રાજ્યગુરુ

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.