Abtak Media Google News

રવિવારે મસપુરના આંગણે સવારથી જ કાર્યક્રમોની વણઝાર: માઁ ઉમિયાની પાલખીયાત્રા, સ્મૃતિ મંદિરનું ઘ્વજારોહણ, અન્નકૂટોત્સવ, સંત આર્શીવચન, મહાઆરત, રાસ ગરબાં સહિતના કાર્યક્રમો

વિશ્વ ઉમિયાધામ અમદાવાદ ખાતે ભવ્યાતિભવ્ય મંદિરની શિલાન્યાસવિધિને એક વર્ષ પુર્ણ થતાં આગામી તા.ર૮ ને રવિવારના રોજ હર્ષોલ્લાસ સાથે પ્રથમ પાટોત્સવ ઉજવાશે, રવિવારના શુભદિને જાસપુરના આંગણે સવારથી જ વિવિધ કાર્યક્રમોની હારમાળા સર્જાશે.બૃહદ અમદાવાદ ના આંગણે જાસપુર ખાતે નિર્માણ પામનારા સામાજિક સશકિત કેન્દ્રસમાં વિશ્ર્વ ઉમિયા ધામમાં જગતજનની માઁ ઉમિયાના ૪૫૧ ફૂટ ઉંચા ભવ્યાતિભવ્ય મંદિરની શિલાન્યાસ વિધી તા. ૨૮/૨૯ ફેબુઆરી ૨૦૨૦ ના રોજ સંપન્ન થઇ. આ પ્રસંગે વિશ્ર્વ ઉમિયાધામ સંકુલ ખાતે માઁ ઉમિયાની ચલ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. જેના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી વિશ્ર્વ ઉમિયાધામ અમદાવાદના આંગણે આવનાર તા. ર૮ ફેબ્રુઆરી ૨૦૨૧ ને રવિવારના રોજ થશે.જેમાં દિવસભર વિવિધ કાર્યક્રમો યોજાશે. પાટોત્સવની ઉજવણીની સાથો સાથ જ જગત જનની માઁ ઉમિયાના રથનું ફરી વખત પરિભ્રમણ શરુ થશે.

સૌ પ્રથમ  માઁ ઉમિયાની સવારી સાથે રથ વિશ્ર્વ ઉમિયા ધામ સંકુલ ખાતેથી સાબરકાંઠા જિલ્લાની યાત્રાએ નીકળશે.સમગ્ર પાટોત્સવ સમારોહ ના કાર્યક્રમના યજમાન પાટોત્સવ સામરોહના મુખ્ય યજમાન, મંગળભાઈ જી પટેલ નારણભાઈ જી પટેલ (સંસ્થાના લક્ષ્મી દાતાશ્રી, ગ.મો. પટેલ પરિવાર નદાસા, હાલ-મુંબઈ), મહાપ્રસાદ ભોજનદ ાતા  પ્રહલાદ ભાઈ એ. પટેલ (કામેશ્વર) પરિવાર, સંસ્થાના ગોલ્ડન ભામાશા દાતા,દિપેનભાઈ પટેલ અને નિકુંજભાઈ પટેલ, પાલખી યાત્રાના યજમાન મહાસુખ ભાઈ એસ. પટેલ પરિવાર સંસ્થાના સિલ્વર દાતા મેહુલભાઈ પટેલ અને શાલીનભાઈ પટેલ, મહાઅન્નકુટના યજમાન સોમાભાઈ એ. પટેલ પરિવાર સંસ્થા પ્લેટિનિયમ દાતાદિપાબેન પટેલ- ગોલ્ડન દાતા,ધજારોહણમા યજમાન રૂપેશભાઈ બી પટેલ પરિવાર સંસ્થઆના ડાયમંડ દાતા વર્ધનભાઈ પટેલ અને પ્રિયંકભાઈ પટેલ- દિનેશભાઈ બી. પટેલ  સેરેનીટી ગૃપ વગેરે છે.

Img 20210225 Wa0040

૨૮ ફેબ્રુઆરી (રવિવાર)ના કાર્યક્રમો

સવારે ૮.૧૫ કલાકે- અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ૧૦થી વધુ પગળપાળા સંઘ સરદારધામ ખાતે આવશે અને ત્યાંથી જગત જનની મા ઉમિયાની ભવ્ય પાલખીયાત્રા સાથે તમામ માઁ ઉમિયાના ભક્તો વિશ્વ ઉમિયાધામ સંકુલ પહોંચશે., સવારે ૮.૩૦ કલાકે  મા ઉમિયા સ્મૃતિ મંદિર પરિષરમાં નવચંડી મહાયજ્ઞનો પ્રારંભ,  સવારે ૯.૩૦ કલાકે- જગત જનની મા ઉમિયાની પાલીખયાત્રા વિશ્વઉમિયાધામ પહોંચશે અને માતાજીના સ્મૃતિ મંદિરનું ધજારોહણ થશે. , સવારે ૧૦.૧૫ કલાકે- જગત જનની મા ઉમિયા માતાજીને મહા અન્નકુટ દર્શન. સાથે જ અન્નકુટ પુજા અને આરતી કરાશે, સવારે ૧૦.૪૫  કલાકે- મુખ્ય પાટોત્સવ સમારોહ એવં  સંત આશીર્વચન પાટોત્સવ સમારોહમાં મહામંડલેશ્વર મહંતશ્રી દુર્ગાદાસજી બાપુ (લાલાજી મહારજની જગ્યા, સાયલા) એવં  પૂજ્ય કથાકારશ્રી રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી (જોષીપુરાવાળા, વિરગામ) આશીર્વચન આપશે.  સાંજે ૬.૩૦ કલાકે  જગત જનની મા ઉમિયા મહાઆરતી ( ૧૫૧ દિવડાઓની),સાંજે ૭ કલાકથી – સાંસ્કૃતિ કાર્યક્રમ એવં રાસ-ગરબા. આ કાર્યક્રમ સાથે જ જગત જનની મા ઉમિયાના રથનું ફરી વખત પરિભ્રમણ પણ શરૂ થશે. સૌ પ્રથમ મા ઉમિયાની સવારી સાથે રથ વિશ્વઉમિયાધામ સંકુલ ખાતેથી સાબરકાંઠા જિલ્લાનાની યાત્રાએ નીકળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.