Abtak Media Google News

એકજ દિવસમાં સોનામાં 800 રૂપિયાનો વધારો થયો

સતત વધતા ક્રૂડ ઓઇલના ભાવ ના પગલે સોના સહિતની કિંમતી ધાતુના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે લગ્નસરાની સિઝન શરૂ થતાં પૂર્વે જ સોનામાં ભડકો જોવા મળ્યો જેમાં એક જ દિવસમાં રૂ 800 નો વધારો થયો છે. બુધવારના રોજ સોનુ 50000 ને પાસ પહોંચ્યું હતું અને છેલ્લે ૧૦ ગ્રામે 50,800 રૂપિયા નો ભાવ નિર્ધારિત થયો હતો. એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાનો ભાવ સતત વધી રહ્યો છે જે ફુગાવો આવે તેના સિંહ પણ સ્પષ્ટ દેખાડે છે ત્યારે ફરી શેર બજારની જો વાત કરવામાં આવે તો સેન્સેક્સ ૬૦ હજાર ને પાર પહોંચ્યું છે.

એ વાત સ્પષ્ટ છે કે ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે સોનું સૌથી મોટો ઉપાય સરકાર સામે હોય છે પરંતુ સોનામાં પણ સતત ભાવ વધારો થતાં આવનારો સમય માં ફુગાવાને કેવી રીતે નિયંત્રણમાં લાવવું પે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે બીજી તરફ ફાયજી સ્પેક્ટ્રમ ની હરાજી નક્કી થતાની સાથે જ ટેલિકોમ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓના શેરમાં પણ સતત વધારો જોવા મળ્યો છે.

હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ના ભાવમાં સતત વધઘટ થતાં તેની સીધી જ અસર સોના પર પડી છે. બીજી તરફ સોનામાં સતત વધારો થઈ રહ્યો છે તેનું બીજું કારણ એ પણ છે કે કોરોના ની ફ્રેન્ડ wave પછી મહત્તમ રોકાણ સોનામાં જોવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.