Abtak Media Google News

ન્યારા સર્વે નંબર ૨૨૪ની ૧૫ એકરથી વધુ ગૌચરની જમીન મુદ્દે સુપ્રિમમાં કાનૂની જંગમાં હુસેન ભારમલની જીત

રાજકોટ-જામનગર હાઈવે પર ક્રિકેટ સ્ટેડિયમ નજીક આવેલી ન્યારા ગામના સર્વે નં.૨૨૪ની ગૌચરની જમીન મુદ્દે છેલ્લા એકાદ દાયકા જેટલા સમયી ચાલતા કાનૂની જંગમાં સુપ્રીમ કોર્ટમાં સરકારની હાર થતાં કરોડોની કિંમતી ગૌચરની આ જમીન રાજકોટ નાખાનગી માલીકને સોંપવા તંત્રને ફરજ પડી છે.

Advertisement

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ-જામનગર હાઈવે પર ક્રિકેટ સ્ટેડિયમ નજીક આવેલી ન્યારા સર્વે નં.૨૨૪ની ગૌચરની એ.૧૫-૨૦ ગુઠા (૬૨૭૨૭) સરકારી જમીન માપણી ખાતે પોતાની હોવાનું બતાવી રાજકોટના હુસેનભાઈ જોયેબભાઈ ભારમલ માપણી કરાવવા ઈચ્છતા હતા પરંતુ સરકારી જમીન પરનો કબજો બીનકાયદેસર હોવાનું જણાતા આ મામલે કાનૂની જંગ છેડાયો હતો જેમાં મોરબીના તત્કાલીન નાયબ કલેકટરનો હુકમ રીવીઝનમાં લઈ રદ્દ કરવામાં આવ્યો હતો.

બાદમાં આ કરોડોની કિંમતી જમીન મામલે હાઈકોર્ટમાં એલપીએ તા એસસીએમાં કાનૂની જંગ જામ્યો હતો જેમાં સરકારની વિરુધ્ધમાં ચુકાદો આવ્યો હતો અને આ જમીન ખાનગી માલીકના નામે ચલાવવા હુકમ કરવામાં આવ્યો હતો. બીજી તરફ આ હુકમ સામે સરકાર દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં એસએલપી પણ દાખલ કરવામાં આવી હતી.

જેમાં પણ સરકારની હાર તાં અંતે ગુજરાત સરકારે હાર સ્વીકારી લઈ આ કરોડોની કિંમતી જમીન ખાનગી માલીકના નામે ચડાવી દેવા જિલ્લા વહીવટી તંત્રને લીલીઝંડી આપતા કલેકટર તંત્ર દ્વારા જમીનની એન્ટ્રી પાડવા પ્રક્રિયા હા ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.