Abtak Media Google News

માળીયા લઇ જઇ માર માર્યો: પોલીસે મોબાઇલ લોકેશનથી પીછો કર્યો

શહેરના કોઠારિયા રોડ પર આવેલા શ્યામ પાર્કમાં રહેતા અને વૈશાલીનગરમાં કોલેજમાં અભ્યાસ કરતા યુવાનને પ્રેમ પ્રકરણના કારણે બે મહિલા સહિત છ શખ્સોએ કારમાં અપહરણ કરી માળીયા લઇ જઇ માર માર્યો હતો. પોલીસે મોબાઇલ લોકેશન મેળવી પીછો કરી અપહૃતને મુકત કરાવ્યો હતો.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શ્યામ પાર્કમાં રહેતા વિસાલ અશ્ર્વિનભાઇ માયાણી નામના કોળી યુવાનને સાહિલ સાગઠીયાની બહેન ધારા સાથે છ માસ પહેલાં પ્રેમ સંબંધ હોવાથી ગત તા.૧૪મીએ બપોરે સાહિલ સાગઠીયા, હસમુખ, અબ્દુલ, દર્શન કુંભાર, જાગૃતિબેન અને ગીતાબેન સહિતના શખ્સો જી.જે.૩જેસી. ૮૦૮૭ નંબરની કાર લઇને શ્યામનગરમાં આવ્યા હતા

.વિશાલ માયાણીને માર મારી કારમાં ઉઠાવી ગયા હતા ત્યારે વચ્ચે પડેલા અશ્વીનભાઇ માયાણીને માર માર્યો હતો. કારમાં કુવાડવા, માટેલ, મોરબી થઇ માળીયા પહોચ્યા તે દરમિયાન પોલીસે મોબાઇલ લોકેશનના આધારે શોધી માળીયા મીયાણા ગામ ખાતે પહોચ્યા હતા તે દરમિયાન કાર ફરી રાજકોટ તરફ આવી હોવાથી તેની પાછળ પોલીસ સ્ટાફ આવી કારમાંથી વિશાલ માયાણીને મુક્ત કરાવ્યો હતો અને હસમુખ અને સહિત બે શખ્સોને ઝડપી લીધા હતા. કારમાં જ વિશાલ માયાણીને માર માર્યો હોવાથી તેને સારવાર માટે દાખલ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.