Abtak Media Google News

ભાવનગરી ઈવીએમ, વીવીપેટ મંગાવાયા; ૨૫૬ મતદાન મકો ઉપર ચૂંટણી પ્રક્રિયા

રાજકોટ જિલ્લાની ૭૨-જસદણ વિધાનસભાની બેઠકના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા ખાલી પડેલી આ બેઠક માટે આગામી નવેમ્બર અવા તો ડિસેમ્બર માસમાં ચૂંટણી યોજાય તેવા સ્પષ્ટ સંકેતો વચ્ચે રાજય ચૂંટણીપંચ દ્વારા પેટા ચૂંટણીની તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે અને પેટા ચૂંટણી માટે ભાવનગર જિલ્લામાંથી ઈવીએમ, વીવીપેટ સહિતની સામગ્રી મંગાવી લેવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લાની ૭૨-જસદણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાતા આ વિધાનસભા બેઠક ખાલી પડી છે. કાયદાકીય જોગવાઈ મુજબ પેટા ચૂંટણી યોજવી પડે તેવી હોય ચૂંટણીપંચ દ્વારા તૈયારીનો ધમધમાટ શરૂ કરાયો છે.

૨.૨૮ લાખ મતદારો ધરાવતી આ વિધાનસભા બેઠકમાં કુલ ૨૫૬ મતદાન મકો આવેલા છે પરંતુ મતદાર યાદી સુધારણા બાદ ૭૨-જસદણ વિધાનસભા મતક્ષેત્રમાં મતદારોનો વધારો તાં ૮ મતદાન મકો વધે તેમ હોય જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા બન્ને વિકલ્પો ખુલ્લા રાખવામાં આવ્યા છે.

ટોચના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ૭૨-જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ચૂંટણીપંચના આદેશને પગલે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ભાવનગર જિલ્લામાંથી ૪૦૦ બેલેટ યુનિટ, ૧૫૦ કોમ્પ્યુટર યુનિટ અને ૨૫૦ વીવીપેટ મશીન મંગાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

આમ જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ તાં જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા આગામી નવેમ્બર અવા ડિસેમ્બર માસમાં પેટા ચૂંટણી યોજાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.